ફક્ત 100 રૂપિયાની ટિકિટે ગૃહિણીને બનાવી દીધી કરોડપતિ, જાણો એવું તે શું થયું.

0
106

માત્ર 100 રૂપિયાની એક ટિકિટથી રાતો-રાત કરોડપતિ બની ગઈ આ હાઉસ વાઈફ. રાતો-રાત અમીર બનવાનું સપનું દરેક વ્યક્તિ જુએ છે. તમે રાત્રે સુઈ જાવ અને સવારે ઉઠો ત્યારે અચાનક કરોડપતિ બનવાના સમાચાર મળી જાય તો કેવી મજા પડી જાય. પંજાબના અમૃતસરમાં રહેવાવાળી એક હાઉસવાઈફ એટલે કે ગૃહિણી સાથે કંઈક એવું જ થયું છે. તે રાતો-રાતો કરોડપતિ બની ગઈ. આવો જાણીએ તેમની સાથે શું થયું?

ઇનામમાં જીત્યા 1 કરોડ રૂપિયા : પંજાબના અમૃતસર શહેરની રહેવાસી રેણુ ચૌહાણ (Renu Chauhan) એક ગૃહિણી છે. થોડા દિવસો પહેલા તેમણે 100 રૂપિયામાં એક લોટરી ટિકિટ (Lottery Ticket) ખરીદી હતી. તેનું રિઝલ્ટ આવવા પર ખબર પડી કે, તેમને લોટરીમાં પહેલું ઇનામ લાગ્યું છે. આ ઇનામ પણ ગમે તેવું નહિ પણ પુરા 1 કરોડ રૂપિયા છે. ગૃહિણી રેણુ ચૌહાણ આ રીતે અચાનક કરોડપતિ બની જવાથી ઘણી ખુશ છે, અને તેને ભગવાનના આશીર્વાદ માની રહી છે.

બદલાઈ ગયું રેણુનું નસીબ : એક રિપોર્ટ અનુસાર, રેણુ ચૌહાણ પંજાબના અમૃતસરમાં લોરેંસ રોડની રહેવાસી છે. તેમના પતિની કપડાંની દુકાન છે અને તેમનો પરિવાર મધ્યમ વર્ગની શ્રેણીમાં ગણવામાં આવે છે. રેણુનું કહેવું છે કે, ઇનામમાં મળેલી રકમથી તે પોતાના જીવનને સરળ બનાવી શકશે. આ લોટરીની ટિકિટ તેમણે માત્ર 100 રૂપિયામાં ખરીદી હતી.

એકાઉન્ટમાં જલ્દી જ ટ્રાન્સફર થશે 1 કરોડ રૂપિયા : પંજાબ રાજ્યના લોટરી વિભાગના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, દર મહિને થતો પંજાબ સ્ટેટ ડિયર 100 પલ્સ લોટરી ડ્રો (Punjab State Dear 100 + Lottery Draw) આ વખતે 11 ફેબ્રુઆરી 2021 ના રોજ હતો. તેમાં પહેલું ઇનામ ટિકિટ નંબર D – 12228 ને લાગ્યું હતું. તેમણે જણાવ્યું કે, રેણુએ ઇનામની રકમ મેળવવા માટે પોતાની લોટરી ટિકિટ અને બીજા દરેક ડોક્યુમેન્ટ્સ જમા કરાવી દીધા છે. તેમને જલ્દી જ તેમના ઇનામની રકમ મોકલી દેવામાં આવશે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.