99 ટકા લોકો નથી જાણતા ચાઈનીઝ વેરાયટીમાં વપરાતા આ મસાલાની ઘાતક અસરો વિષે.

0
1689

આજકાલ મીઠાઈઓમાં, ખાસ કરીને ચાઈનીઝ વેરાયટીમાં, એક સફેદ પાવડર કે ક્રિસ્ટલના રૂપમાં મોનો સોડીયમ ગ્લુટામેંટ (M.S.G.) નામનું રસાયણ. જેને લોકો અજીનામોટોના નામથી ઓળખે છે. આનો ઉપયોગ ખુબ વધી ગયો છે.

તે જાણ્યા વગર કે હકીકતમાં તે શું છે?

અજીનામોટો નામ તો હકીકતમાં જોઈએ તો તેને બનાવનારી મૂળ ચાયનીઝ કંપનીનું છે. આ એક એવું રસાયણ છે, જેનો જીભ ઉપર સ્પર્શ પછી જીભ ગૂંચવણભરી સ્થિતિમાં મુકાઈ જાય છે અને મગજને ખોટા સંદેશા મોકલવા લાગે છે. જેનાથી સડેલું-બગડેલું કે સ્વાદ વગરનું ભોજન પણ ટેસ્ટી બને છે. આ રસાયણના ઉપયોગથી શરીરના અંગો ઉપાંગો અને મગજ વચ્ચે ન્યુરોંસનું નેટવર્ક બગડી જાય છે. જેનાથી લાંબા ગાળે ખરાબ પરિણામ આવે છે.

ડોકટરોના જણાવ્યા મુજબ અજીનોમોટોનો ઉપયોગ :-

૧. એલર્જી

૨. પેટમાં આફરો

૩. માથાનો દુ:ખાવો

૪. છાતીમાં બળતરા

૫. શરીરના ટીસ્યુજમાં સોજો.

૬. માઈગ્રેન વગેરે થઇ શકે છે.

તમને પણ રોજ બહારનું ખાવાની ટેવ હોય અને ઉપર આપેલી તકલીફ તમને થાય છે, તો એકવાર આ ખાવાનું બંધ કરી જુઓ 4 થી 5 માં તમારા શરીરમાં સ્ફૂર્તિ જોવા મળશે અને આ તકલીફમાંથી છુટકારો થઇ જશે.

અજીનોમોટોથી થતા રોગ એટલા ફેલાઈ ગયા છે કે હવે તેને ચાઇનીઝ રેસ્ટોરન્ટ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. લાંબા સમય સુધી દુર્ભાવનાપૂર્ણ આઘાત (Brain Hemorrhage) થઇ શકે છે. જેને કારણે જ લકવા થાય છે.

અમેરિકા વગેરે ઘણા દેશોમાં અજીનોમોટો ઉપર પ્રતિબંધ છે. સમજાતું નથી કે ફૂડ સેફટી એન્ડ સ્ટેન્ડર્ડ અથોરેટી ઓફ ઇન્ડિયાએ ભારતમાં અજીનામોટોને પ્રતિબંધિત કેમ નથી કર્યું?

સુરક્ષિત ખાદ્ય અભિયાનની વાચકોને વિનંતીપૂર્વક જણાવવાનું કે ભોજનમાં કંદોઈ દ્વારા મંગાવવામાં આવતા તે અજીનામોટો ન લાવી આપશો. કંદોઈ કહેશે કે ચાટમાં મજા નહિ આવે. તેમ છતાંપણ તમે તેનો સંપૂર્ણ બહિષ્કાર કરો. કાંઈપણ થાય, ભોજન ખાવા વાળા તમારા સ્નેહી છે. તમારે ત્યાં ભોજન કરીને બીમાર ન પડવા જોઈએ.

જયારે તમે બીજી ઘણી બધી વસ્તુઓ લાવીને આપી છે, તો લોકોને અજીનામોટો વગર પણ ખાવામાં, ચાટમાં ઘણી મજા આવશે, તમે નિશ્ચિંત રહો. અજીનામોટો તો કંદોઈની અણઆવડતને છુપાવવા અને હોટલો, ઢાબા, કેટરર્સ, સ્ટ્રીટ ફૂડ વેંડર્સ દ્વારા સડેલી બગડેલી વસ્તુને તમારા મગજને પાગલ બનાવીને સ્વાદિષ્ટ અનુભૂતિ કરાવવા માટે નાખવામાં આવે છે. શું કંદોઈની અણઆવડતની સજા તમારા સ્નેહીને આપશો?

સુરક્ષિત ખાદ્ય અભિયાન દ્વારા વિજ્ઞાન પ્રગતી મેં-૨૦૧૭માં છપાયેલી માહિતી ઉપર આધારિત.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.