91% લોકો જાણતા નથી, આ શાકભાજી વિશે, જેના છે 6 ફાયદા.

0
2232

સાગર – તમારા શાકભાજીના માર્કેટમાં એક એવી શાકભાજી ટીનશા છે, જેના અનેક ફાયદા તો છે પણ ૯૧% લોકો સુધી તેની જાણકારી નથી . લોકો આ શાકભાજી સામે મોઢું બગાડીને નીકળી જાય છે. જોકે તેના ફાયદા જાણ્યા પછી એ નક્કી છે કે તમે ટીનશા ખરીદવાનું શરૂ કરી દેશો.

ટીનશા એક ગોળ અને લીલા રંગનું શાક છે. આનો છોડ જમીન પર ફેલાયેલો અને ઝુકેલો હોય છે. ટીનશાને ઇન્ડિયન સ્કવૈશ , રાઉન્ડ મેલન, ભારતીય ગોળ દૂધી, એપ્પલ દૂધી અને ઇન્ડિયન બેબી કદદુ પણ કહેવામાં આવે છે. ટીનશાનું જન્મ સ્થાન એશિયામાં જણાવવામાં આવે છે. જે રસામાં અને બીજા ઘણા સ્વાદિષ્ટ વ્યંજનો સાથે ભારતીય ખાવાનું બનાવવામાં લોકપ્રિય છે. આ લીલા રંગનું સફરજન આકારનું હોય છે. તેનું મુખ્ય રૂપે ૫૦-૬૦ ગ્રામ વજન હોય છે અને તે પોષક તત્વો થી ભરપૂર હોય છે

ટીનશામાં વિટામિન, મિનરલ અને ઓમેગા-૩ જેવા તત્વો જોવા મળે છે.ભારતમાં લગભગ દરેક જગ્યાએ જોવા મળે છે. ટીનશા વિશે ઘણા ઓછા લોકોને જાણકારી છે. અને તેના ફાયદાથી તો લોકો પરિચિત જ નથી. તમને ટીનશાને ૬ મહત્વના ફાયદા જણાવા જઈ રહ્યા છીએ. ચાલો જાણીએ ટીનશાના ફાયદાઓ વિશે..

હાઇ બ્લડ પ્રેશરને સામાન્ય રાખે છે. :-

હાઈ બ્લડ પ્રેશર વાળા રોગીઓએ ટીનશાના રસનું સેવન કરવું જોઈએ. આ તેમના માટે ખુબ જ ફાયદાકારક છે. આમાં મહત્વના બધા જ તત્વો હોય છે. જે કોલસ્ટ્રોલ લેવલને ઓછું કરે છે, જેનાથી બ્લડ પ્રેશર નોર્મલ રહે છે.

મોટાપો ઓછો કરે છે. :-

ટીનશામાં ૯૪% પાણીની માત્રા હોય છે, જે મોટાપો ઓછો કરવામાં સહાયક છે. જો બ્રેકફાસ્ટ છોડવાના અને વધારે પડતી ડાયટિંગના લીધે વધનાર શરીરનો મોટાપો દૂર કરવા રોજ સવારે આનું જ્યુસ પીવામાં આવે તો શરીરનું વજન ઘણી હદ સુધી કંટ્રોલ થઈ શકે છે.

પાચન ક્રિયા સારી કરે છે. :-

ટીનશામાં રહેલા ફાઈબરની માત્રા પાચન ક્રિયાને સરખી કરવામાં મદદગાર રહે છે. આનું શાક ગેસ, અપચો, કબજિયાત જેવી સમસ્યાઓને દૂર રાખે છે. આનું સેવન પેટની અંદરની સફાઈ કરે છે .ગરમીમાં મસાલેદાર ખાવાથી થતી એસીડીટી, ડાયેરિયા અને ડિહાઈડ્રેશનની પ્રોબ્લેમને ટીનશા દૂર રાખે છે.

યુરિન ઇન્ફેક્શનથી બચાવે છે. :-

આંતરડા માટે ટીનશા ઘણા ફાયદાકારક છે. આમાં રહેલી પાણીની માત્રા યુરિન ઇન્ફેક્શનથી બચાવે છે. સાથે જ લોહીને શુદ્ધ પણ કરે છે. આ શરીરમાં થતા ઘણા રોગને દૂર કરવામાં મદદરૂપ છે, ત્યાં સુધી કે આને ખાવાથી સામાન્ય તાવમાં પણ આરામ મળે છે.

હૃદયની બીમારીઓથી બચાવે છે. :-

પ્રતિ ૧૦૦ ગ્રામ ટીનશામાં ૨૧ કેલેરી હોય છે. હાર્ટ હેલ્થ માટે સંતોલિત આહાર ખૂબ જરૂરી છે કેમ કે પ્રોટીન, વિટામિન, કાર્બોહાઇડ્રેટ કોઈની પણ વધારે માત્રા હૃદયની બીમારીનું કારણ બની શકે છે.

સોજામાં રાહત આપે છે. :-

ઘૂંટણની સમસ્યામાં સવાર સવારમાં તેમાં સોજો આવવો સામાન્ય વાત છે. ત્યાં સુધી કે વાગેલાના કારણે પણ શરીર પર નિશાન રહી જાય છે અને તેમાં સોજો આવી જાય છે, તો આ સમસ્યાથી છુટકારો મેળવવા ટીનશાનો ઉપયોગ વધુમાં વધુ કરવાથી ફાયદાકારક નીવડે છે.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.