9 કલાક ઊંઘવા પર આ કંપની આપી રહી છે 1 લાખ રૂપિયાનો પગાર, જાણો તમને પણ મળી શકે છે આ નોકરી વિશે

0
604

બેંગલુરુની એક કંપની હવે ઊંઘવા માટે તમને એક લાખ રૂપિયા આપશે. કેટલું સારું થશે કે તમે 9 કલાક પોતાની ઊંઘ પુરી કરો અને સાથે જ એક લાખ રૂપિયા કમાઈ લેશો. પણ એના માટે તમારું સિલેક્શન થવું જરૂરી છે. આવો જાણીએ આ અજીબોગરીબ ઓફર વિષે.

કઈ કંપની આપી રહી છે ઓફર?

કર્ણાટકની રાજધાની બેંગલુરની ઓનલાઈન ફર્મ વેકફિટે આ ઓફર આપી છે. ઓનલાઈન સ્લીપ સોલ્યુશન ફર્મએ પોતાના આ પ્રોગ્રામને વેકફિટ સ્લીપ ઈન્ટર્નશીપનું નામ આપ્યું છે.

કઈ શરતો લાગુ છે?

આ ઈન્ટર્નશીપ માટે ફક્ત અમુક લોકોની જ પસંદગી થશે. અહીં તમારે કંપની તરફથી આપવામાં આવેલા ગાદલા પર જ ઊંઘવાનું રહેશે. તમારે રોજ એ જણાવવાનું રહેશે કે, ઊંઘ કેવી આવી? સારી કે ખરાબ.

છેવટે ઊંઘવા માટે પૈસા કેમ આપી રહ્યા છે?

આ કંપની ઊંઘવા માટે અમુક લોકોનું કાઉંસલિંગ કરશે. પછી એમના ઊંઘવાની રીત ટ્રેક કરવામાં આવશે. એ પછી એક્સપર્ટ દ્વારા સલાહ પણ આપવામાં આવશે. જે લોકો ઊંઘવા જશે તેમની ઊંઘને રેકોર્ડ કરવામાં આવશે. તેમની ઊંઘવાની પેટર્ન નોટિસ કરવામાં આવશે. વિજેતાઓને સ્લીપ ટ્રેકર પણ આપવામાં આવશે.

જાણો કેટલીવાર સુધી ઊંઘવું જોઈએ?

કંપનીનો નિયમ છે કે, આ સ્કીમમાં ભાગ લેવા વાળા પસંદગી પામેલા લોકોએ 100 દિવસ સુધી રોજ 9 કલાક ઊંઘવું પડશે. અહીં ફક્ત એવા લોકોની પસંદગી થશે જે પોતાની ઊંઘને બાકી બધી વસ્તુઓ કરતા વધારે જરૂરી માને છે.

ન કામ છોડવું પડશે, ન તો પોતાનું ઘર :

વધારે કામ અને તણાવને કારણે લોકોની ઊંઘ ખરાબ થઈ રહી છે. એનાથી એમના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે. એટલા માટે આ કંપની આ ઈન્ટર્નશિપ લઈને આવી છે. એના માટે તમારે પોતાનું કામ પણ નહિ છોડવું પડે, અને ન તો પોતાનું ઘર છોડવું પડશે.

ક્યાં કરવું એપ્લાય?

જો તમે પણ આ ઈન્ટર્નશિપ કરવા માંગો છો, તો એના માટે તમે કંપનીની વેબસાઈટ www.wakefit. co/sleepintern/ પર જાવ અને એપ્લાય કરો. બાકીની વિગતો પણ તમને ત્યાંથી મળી રહેશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.