8 વર્ષની ઉંમરમાં છોડી દીધું હતું ઘર, પછી IAS બનીને આવ્યો આ વ્યક્તિ, આવી રીતે મેળવી સફળતા

0
869

સંઘ લોક સેવા આયોગ (UPSC) સિવિલ સર્વિસીસ પરીક્ષા 2018 માં બિહારના સુમિત કુમારે 53 મોં રેંક પ્રાપ્ત કર્યો છે. આઠ વર્ષની ઉંમરમાં ભણવા માટે ઘર છોડીને ગયેલા સુમિત કુમારની સ્ટોરી બધા માટે પ્રેરણા આપવા વાળી છે. ન્યુઝ એજન્સી સાથે વાતચીત કરતા સમયે સુમિત કુમારે કહ્યું હતું કે, આઈએએસ બનવા માટે જેટલું જરૂરી પ્રી અને મેન્સ પરીક્ષા પાસ કરવું છે, એના કરતા વધારે તૈયારી ઈન્ટરવ્યુની કરવી પડે છે. એમણે જણાવ્યું કે, કઈ સ્ટ્રેટેજી સાથે એમણે ઈન્ટરવ્યુની તૈયારી કરી હતી. આવો જાણીએ એમની સ્ટ્રેટેજી.

સુમિતે કહ્યું કે ઈન્ટરવ્યુમાં તમને એમજ કોઈ પણ સવાલ પૂછવામાં નથી આવતો. મોટાભાગના સવાલ તમારા ડીએએફ (Detailed Application Form) માંથી આવે છે. એટલા માટે જરૂરી છે કે, તમે પોતાનું ડીએએફ યોગ્ય રીતે ભરો. એમાં તમે એ જ ડિટેલ્સ ભરો જેમાં તમારું સામાન્ય જ્ઞાન સંપૂર્ણ રીતે મજબૂત હોય. એના સિવાય તમારા જિલ્લા અને ક્ષેત્રની સમસ્યાઓ સાથે જોડાયેલા સવાલ પણ પૂછવામાં આવી શકે છે.

એમણે ઉદાહરણ આપતા જણાવ્યું કે, જેમ કે મારો જિલ્લો નક્સલ પ્રભાવિત છે, જેના કારણે એ રીજનનો વિકાસ નથી થઈ શક્યો. તેઓ કહે છે કે, મને પર્સનાલિટી ટેસ્ટ એટલે કે ઈન્ટરવ્યુમાં આનાથી સંબંધિત સવાલ પૂછી લીધો હતો.

પોતાના ડીએએફમાં તે જરૂરી પોઈન્ટ્સ, હોબી અથવા અન્ય ડીટેલ ભરો જેના વિષે તમને સૌથી વધારે જાણકારી છે. તે પોતાનું ઉદાહરણ જણાવે છે કે, એમને ક્રિકેટ ઘણું પસંદ છે, તો એમને ક્રિકેટને પોતાની હોબીમાં ઉમેરી દીધું, જેના પર સવાલ પૂછવામાં આવ્યા. એના સિવાય તમે પોતાના ડીએએફમાં જે પણ જાણકારી ભરી છે, તેની સંપૂર્ણ તૈયારી કરી લો.

ઈન્ટરવ્યુની તૈયારી વિષે તે કહે છે કે, તમારી પાસે જ્ઞાન હોવું અને એના અનુસાર પોતાના પર્સનાલિટી ટેસ્ટમાં પ્રદર્શન કરી શકવું બંને અલગ અલગ વાતો હોય છે. તમે ઈન્ટરવ્યુની તૈયારી કરી છો તો મોક ઈન્ટરવ્યુ સિવાય મિરર પ્રેક્ટિસ પણ કરી શકો છો. અથવા મોબાઈલ પર વિડીયો બનાવતા પણ જોઈ શકો છો કે બોડી લેંગ્વેજમાં ક્યાં ક્યાં કમી છે. પોતાના મિત્રો પાસે પણ એના પર ફીડબેક માંગી શકો છો. સુમિત કુમારે ઈન્ટરવ્યુ સાથે સંબંધિત અન્ય ટિપ્સ પણ આપી છે.

એમણે જણાવ્યું કે, પહેલા એ જુઓ કે તમારી પાસે ઈન્ટરવ્યૂમાં શું અપેક્ષા કરવામાં આવી રહી છે. પછી એ હિસાબથી સંતુલિત જવાબ આપવાની પ્રેક્ટિસ કરો. તમારા સવાલોના જવાબમાં સમાજ કલ્યાણની ભાવના, તમારું જ્ઞાન અને નૈતિક મૂલ્ય હંમેશા દેખાવા જોઈએ. સુમિત કુમાર કહે છે કે, પોતાના જવાબ એ રીતે તૈયાર કરવા જોઈએ જે સ્ત્રી અસ્મિતાના પક્ષમાં હોય, એના સિવાય એસએસી, એસટી અને હાશિયા પર રહેવાવાળા વર્ગ પ્રત્યે તમારી સંવેદનશીલતા જણાવો.

સાથે જ, પર્સનાલિટી ટેસ્ટના દિશાનિર્દેશો અનુસાર તમારે સામાન્ય ઉદ્દેશપૂર્ણ વાતચીત પર ધ્યાન આપવું જોઈએ. પોતાના જવાબોની શરૂઆત પાયાના જ્ઞાનથી કરો જે દરેક માટે ઓળખાય છે. એમાં ચર્ચા પછી થોડી ઊંડાઈથી આગળ વધો, પછી પોતાના જવાબોમાં વિશ્લેષણ પ્રગટ કરો.

ઈન્ટરવ્યુ દરમિયાન પોતાના ચહેરો હંમેશા હસતો રાખો. તે નિશ્ચિત રૂપથી તમને આંકવાનું કામ કરે છે. પણ ધ્યાન રહે, જો તમારા ચહેરા પરનું હાસ્ય ખોટું લાગે છે, તો અરીસામાં જોઈને એનો અભ્યાસ કરો અથવા વિડીયો રેકોર્ડ કરો અને ત્યાં સુધી પ્રેક્ટિસ કરો જ્યાં સુધી એને યથાર્થવાદી નથી બનાવી દેતા. સુમિત કહે છે કે, ધ્યાન રહે કે જે સવાલના જવાબ તમે નથી જાણતા, એનો જવાબ આપવાની જગ્યાએ સ્પષ્ટ કહો કે એ ડોન્ટ નો એટલે કે ‘મને ખબત નથી’, અથવા તમે એની પર કોઈ વિશ્લેષણ આપી શકતા હોય તો એક પ્રયત્ન કરી શકો છો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.