70 વર્ષના વૃદ્ધે કર્યા 25 વર્ષની છોકરી સાથે લગ્ન, લગ્નના બીજા દિવસે જ છોકરી બોલી – મારે છૂટાછેડા જોઈએ

0
2517

તમે ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે કે જોડીઓ ભગવાન ઉપરથી બનાવીને મોકલે છે. અને માણસ ભલે લાખ પ્રયત્ન કરી લે પરંતુ, થાય એ જ છે જે ભગવાને પહેલાથી નક્કી કર્યુ હોય છે. એમાં મનુષ્યની મરજી નથી ચાલતી. આજે અમે તમને એક એવો કિસ્સો જણાવીશું, જેમાં એક વ્યકિતએ લગ્ન કર્યા પણ તે વધુ સમય ટક્યા નહિ. મિત્રો એક ૭૦ વર્ષના ઘરડા વ્યક્તિને લગ્નનું ભૂત સવાર થયું. તેના માટે તેણે બધી શોધખોળ કરી અને ૨૫ વર્ષની છોકરીને પોતાની પત્ની બનાવવાનું નક્કી કરી લીધું. પરંતુ લગની પહેલી જ રાત્રે તે વ્યક્તિના તમામ સપના ઘરમાંને ઘરમાં રહી ગયા, અને વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ.

આ આખી ઘટના છે રાજોરી જીલ્લાના સુંદરબની ગામની. અહીં એક ૭૦ વર્ષના ભૂતપૂર્વ સૈનિકે ફરી લગ્ન કરવાનું સપનું જોયું. પણ ફરી વખત વરરાજા બનવાનું એમનું સપનું પૂરું થઇ શક્યું નહિ. સમાચારોના જણાવ્યા મુજબ તો આ ઘરડો એક વિધવા યુવતી સાથે લગ્ન કરીને પોતાનું ઘર ફરી વખત વસાવવા માંગતો હતો. પરંતુ તેની ખુશીઓને એવી નજર લાગી કે ૨૪ કલાકની અંદર જ વાત છૂટાછેડા સુધી જઈ પહોચી ગઈ. હાલમાં આ વિચિત્ર લગ્ન સુંદરબનીના આખા જીલ્લામાં ચર્ચામાં રહ્યા છે.

મિત્રો આ કજોડા કપલના ફોટા સોસીયલ મીડિયા ઉપર ઘણા વાયરલ થઇ રહ્યા છે. સુંદરબની ગામના ભજવાલ પંચાયતના જોગીવાલા ગામના રહેવાસી મોહર સિંહે ૧ દિવસ પહેલા જ રિયાસી જીલ્લાના એક ગામની ૨૫ વર્ષની વિધવા મહિલા સાથે લગ્ન કર્યા હતા. મોહરની ઉંમર હાલમાં ૭૦ વર્ષ થઇ ગઈ છે અને તેને બે દીકરી છે અને એક દીકરો છે. જેમના લગ્ન તેમણે પહેલાથી જ કરાવી દીધા છે. ૬ વર્ષ પહેલા જ મોહર સિંહની પત્નીનું અવસાન થઇ ગયું હતુ. ત્યારબાદ તેમને એકલતાનો અનુભવ થવા લાગ્યો.

પોતાની પત્નીના નિધન પછી એકલતાને કારણે મોહર સિંહે ફરી વખત લગ્ન કરવાનો નિર્ણય કર્યો, અને સલાલ ગામની રહેવાસી પુષ્પા દેવીને પોતાની પત્ની બનાવવા માટે નક્કી પણ કરી લીધું. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પુષ્પા દેવીના પતિનું મૃત્યુ ૨ વર્ષ પહેલા જ થઇ ગયું હતું. તેનાથી પુષ્પાને ૨ વર્ષનો દીકરો પણ છે. થોડા દિવસો પહલે બન્ને એ જોગીવાલા ગામમાં મોટા ભોજન સમારંભનું આયોજન કર્યુ હતું. એમાં ઘણા લોકોએ ભાગ લીધો હતો. તેની વચ્ચે સાસરિયા પક્ષના લોકોમાં કાંઈક એવું બોલવાનું થયું કે કિસ્સો પોલીસ સ્ટેશન સુધી જઈ પહોચ્યો. અને બીજી તરફ આ ઘરડા સાથે યુવાન મહિલાના લગ્નને લઈને ચર્ચાઓ થઇ રહી છે, અને તેના લગ્નનો વિડીયો પણ સોસીયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યો છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ ૭૦ વર્ષના વૃદ્ધ વરરાજાનો આરોપ છે, કે તેના સાસુ-સસરા પોતાની દીકરીને ફોસલાવીને તેના ઘરેણા અને મિલકત પચાવી પાડવા માંગે છે. અને એક જ રાતમાં વિરોધ કરવાથી તેની ઉપર મારપીટ પણ કરવામાં આવી છે. ત્યાર પછી મોહન સિંહે કોર્ટનો આશરો લીધો. કોર્ટે બન્નેને છૂટાછેડા લેવાની સલાહ આપી છે. હાલ કોર્ટ દ્વારા આ કિસ્સો શાંત કરાવી દેવામાં આવ્યો છે. મળેલી માહિતી મુજબ મોહર સિંહ અને પુષ્પાના લગ્નથી બન્ને ગામ દુ:ખી હતા. કોઈએ વિચાર્યુ ન હતું કે પુષ્પા એક ઘરડા સાથે ઘર વસાવવા માટે રાજી થશે. તેમની વિચિત્ર જોડીના ફોટાની સોસીયલ મીડિયા ઉપર ઘણી મજાક ઉડાવવામાં આવી રહી છે.