7 વર્ષના પ્રેમ પર નોકરી પડી ભારે તો પ્રેમીએ આપ્યો જીવ, જાણો પ્રેમિકાનો ફોન નંબર આપીને શું લખ્યું?

0
1156

સાત વર્ષના પ્રેમ ઉપર નોકરી ભારે પડી તો પ્રેમીએ જીવ આપી દીધો. તેના ખિસ્સામાંથી મળેલા પત્રમાં પ્રેમિકાના વોટ્સઅપ નંબર આપીને પોતાના શબનો ફોટો મોકલવા માટે વિનંતી કરવામાં આવી છે. ગુરુદાસપુર, જેએનએનના એક કિસ્સામાં સાત વર્ષના પ્રેમ સંબંધો વચ્ચે સરકારી નોકરી આવી ગઈ. પછી આ પ્રેમ કહાનીનો દુઃખદ અને હ્રદય હચમચાવી દે તેવો અંત આવ્યો. બંને અને તેમના કુટુંબ વાળા લગ્ન માટે રાજી હતા.

પરંતુ પંજાબ પોલીસમાં કોન્સ્ટેબલની નોકરી મળ્યા પછી પ્રેમિકા તેની વાતથી ફરી ગઈ. તેના આઘાતથી પ્રેમીએ ટ્રેન નીચે કપાઈને જીવ આપી દીધો. તેણે તેની મૃત્યુ નોંધમાં લખ્યું હતું તે વાંચીને લોકો લાગણીશીલ બની ગયા. મૃત્યુનોંધમાં લખ્યું, જે મારી લાશ પહેલા જુવે, ફોટો પાડી પ્રેમિકાને વોટ્સઅપ કરી દે.

નરેશ કુમાર નામના આ યુવાને મંગળવારે રાત્રે ટ્રેન નીચે આવીને આત્મહત્યા કરી લીધી. તેના ખિસ્સામાંથી એક પત્ર મળ્યો છે, જેમાં તેણે પોતાની અંતિમ ઈચ્છા જણાવી છે. તેણે પત્રમાં પ્રેમિકાના બે ફોન નંબર આપીને લખ્યું છે – જે મારી લાશને પહેલા જુવે તે ફોટો પાડીને આ નંબર ઉપર મોકલી દે. તમારો વ્હાલો નરેશ. ઘણી વિનંતી પૂર્વક જણાવું છું કે ફોટો જરૂર વોટ્સઅપ કરજો પ્લીઝ.

સાત વર્ષથી હતો બંને વચ્ચે પ્રેમ, યુવતીને પંજાબ પોલીસમાં નોકરી મળી તો લગ્નના મંજુર કર્યા

બીજી તરફ યુવકના ઘરવાળા ઓએ આરોપ લગાવ્યો છે કે છોકરીના કુટુંબે નરેશની હત્યા કરીને શબને રેલ્વેના પાટા ઉપર ફેંકી દીધી છે. તેમણે એસએસપીને ફરિયાદ આપીને કાર્યવાહી કરવાની માંગણી કરી છે. હાલમાં પોલીસ તપાસ પછી આગળની કાર્યવાહી કરવાનું કહી રહી છે.

શહેરના પ્રેમનગર વિસ્તારમાં રહેવા વાળા નરેશ કુમારના ભાઈ સરજીવને જણાવ્યું કે તેમના મોટા ભાઈ ટાટા-૪૦૭ ગાડી ચલાવતા હતા. તેણે ગુરદાસપુરની જ એક છોકરી સાથે છેલ્લા સાત વર્ષથી પ્રેમ સંબંધ હતો. છોકરી તેના ઘેર પણ આવતી જતી રહેતી હતી અને તે ઘણા કુટુંબના કાર્યક્રમોમાં પણ જોડાતી હતી. બંને પરિવાર તેમના લગ્ન માટે રાજી હતા.

વાહન ચાલક નરેશને સાત વર્ષથી યુવતી સાથે પ્રેમ સંબધ, લગ્ન માટે રાજી હતો પરિવાર

સરજીવને જણાવ્યું કે લગભગ એક વર્ષ પહેલા છોકરીને પંજાબ પોલીસમાં નોકરી મળી ગઈ. ત્યાર પછી તેમનું મન બદલવા લાગ્યું અને પછી નરેશ સાથે લગ્ન કરવાની ના કહી હતી. છોકરી તરફથી ધમકીઓ પણ આપવામાં આવી. બીજી તરફ નરેશ પોતાના સંબંધને લઈને ઘણો ગંભીર હતો. તે કોઈ પણ હાલતમાં પોતાના પ્રેમને લગ્નમાં ફેરવવા માંગતો હતો.

કુટુંબે લગાવ્યો હત્યાનો આરોપ :

યુવકના ભાઈ સરજીવને જણાવ્યું કે યુવતીએ લગ્નનો અસ્વીકાર કરવાથી નરેશ ઘણા દુઃખી હતા. મંગળવારે તે ઘરેથી ગુમ થઇ ગયા. પરિવાર તેની શોધ કરી રહ્યા હતા કે બુધવારે સવારે તેણે જાણ થઇ કે ગામ ઓજલા પાસે રેલ્વે પાટા ઉપર તેનું શબ પડ્યું છે. પરિવારના લોકોએ આરોપ લગાવ્યો કે છોકરી અને તેના ઘરવાળાએ તેની હત્યા કરી શબ રેલ્વે પાટા ઉપર ફેંકી દીધી છે.

નરેશના ઘરવાળાએ એસએસપી સ્વર્ણદીપ સિંહને લેખિત ફરિયાદ આપીને કાર્યવાહીની માંગણી કરી છે. રેલ્વે પોલીસ ચોકી ઇન્ચાર્જ ભૂપીંદર સિંહે જણાવ્યું કે શબને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી દેવામાં આવી છે. હવે તપાસ પછી જો કોઈ પુરાવા સામે આવશે તો તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

આ માહિતી જાગરન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.