7 રૂપિયામાં 100 કિમી ચાલતા બાઇક ની ડિલિવરી થઈ ગઈ શરૂ આની બીજી વિશેષતાઓ છે ખાસ

0
210

ઓછી કિંમતમાં ઘણા બધા ફીચર્સ આપે છે આ બાઈક, 7 રૂપિયામાં ચાલશે 100 કિમી બીજી પણ ઘણી ઝનઝટ થી મળશે મુક્તિ.

હૈદરાબાદ આવેલા ઇલેક્ટ્રિક વ્હીકલ સ્ટાર્ટ-અપ ઓટોમોબાઇલ પ્રાઇવેટ લીમીટેડે પોતાની નવી જનરેશન ઇલેક્ટ્રિક બાઈક એટમ 1.૦ ની ડીલીવરી શરુ કરી દીધી છે. કંપનીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આ બાઈકને 50,000 રૂપિયાની શરૂઆતની કિંમત સાથે લોન્ચ કરી હતી. લોંચીંગ પછી આ બાઈકની અત્યાર સુધી લગભગ 400 યુનિટ્સનું બુકિંગ પણ થઇ ગયું છે. આ ઘણી સુવિધાજનક ઇલેક્ટ્રિક બાઈકને એટમોબીલની વેબસાઈટ દ્વારા બુક કરાવી શકાય છે.

બેટરી અને રેંજ :

એટમ 1.0 ઈ-બાઈકમાં પોર્ટેબલ લીથીયમ-આયન બેટરી પેક આપવામાં આવ્યા છે. આ બેટરી 4 કલાકમાં ચાર્જ થઇ જાય છે. એટમ 1.0 ફૂલ ચાર્જીંગ ઉપર 100 કી.મી.નું અંતર કાપી શકે છે. ઇલેક્ટ્રિક બાઈક 2 વર્ષની બેટરી વોરંટીની સાથે આવે છે. શહેરમાં ફરવા માટે બાળકો, વયસ્કો અને મોટા માટે એકદમ યોગ્ય છે.

ઘણા રંગોમાં ઉપલબ્ધ :

બાઈકમાં રંગોની એક વિસ્તૃત શ્રેણી છે. પર્યાવરણ મુજબ એટમ 1.0 માં આરામ અને હાઈ પરફોર્મસનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. અલગ અલગ અને વિષમ પરિસ્થિતિઓમાં બાઈકનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યા પછી તેના માટે ડીઝાઈન પાસ કરવામાં આવી છે. ત્યાર પછી જે ફાઈનલ પ્રોડક્ટ બનીને આવી છે તે તમને પ્રીમીયમ કેફે રેસરનું ફિલ કરાવે છે. વિશેષ વાત એ છે કે આને સ્વદેશી ઉપકરણો માંથી તૈયાર કરવામાં આવી છે.

7 રૂપિયામાં ચાલે છે 100 કી.મી. : એટમ 1.0 6 કિલોગ્રામ હળવી પોર્ટેબલ બેટરી પેક સાથે આવે છે. તેની ડીઝાઈન એવી છે તેને ક્યાય પણ લઇ જઈ શકાય છે અને 3 પીન શોકેટ સાથે ક્યાય પણ કોઈ પણ ખર્ચ વગર લઇ જઈ શકાય છે. એટમ 1.0 ચલાવવામાં ઘણો ઓછો ખર્ચ લાગે છે. કંપનીના જણાવ્યા મુજબ સામાન્ય રીતે એટમ 1.0 માં 100 કી.મી.નું અંતર કાપવા માટે માત્ર 7 થી 8 રૂપિયા ખર્ચ લાગે છે. જયારે પારંપરિક આઈસીએ બાઈકમાં 100 કી.મી. અંતર કાપવામાં 80 થી 100 રૂપિયાનો ખર્ચ આવી શકે છે.

ડીઝાઈન : એટમ 1.0 ની યુએસપી તેની ડીઝાઈન છે. ઇલેક્ટ્રિક બાઈકમાં ઘણા પ્રકારના ફીચર્સ જેવા કે કોઈ પણ રોડ ઉપર ચાલી શકે તેવા હેવી ટાયર્સ, આરામદાયક સીટ, ડીઝીટલ ડિસ્પ્લે સાથે એલઈડી હેડલાઈટ, ઈંડીકેટર્સ અને ટેલ લાઈટ સામેલ છે. કંપનીના જણાવ્યા મુજબ ભારતીય ઇલેક્ટ્રિક ટુ વ્હીલર સેગમેંટ માટે નવી બેચમાર્ક સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

રજીસ્ટ્રેશન અને લાયસન્સની જરૂર નથી : ઈટરનેશનલ સેંટર ફોર ઓટોમોટીવ ટેકનોલોજી દ્વારા એટમ 1.0 ને ઓછી સ્પીડવાળી બાઈકના રૂપમાં રજુ કરવામાં આવી છે. આની મેક્સીમમ સ્પીડ 25 ની છે એટલે એટમ 1.0 ને રજીસ્ટ્રેશનની જરૂર નથી અને તે ચલાવવા વાળા વ્યક્તિને લાયસન્સની પણ જરૂર નથી. નાના કિશોર પણ તેનો ઉપયોગ ફરવા માટે કરી શકે છે. તેલંગાનામાં આવેલા ગ્રીનફિલ્ડ વીનિર્માણ પ્લાંટમાં 15,000 બાઈકનું વાર્ષિક ઉત્પાદન ક્ષમતા સાથે ઓટોમોબાઇલ બજાર માગના આધારે 10,000 ઇલેક્ટ્રિક બાઈક ઉપરાંત પૂરી ક્ષમતા સાથે પ્રોડક્શન કરી શકે છે.

પ્રભાવી ખર્ચ, પરફોર્મસ ઓરીએંટેડ, રેસર સ્ટાઈલ ઇલેક્ટ્રિક બાઈક ખાસ કરીને ભારતીય વપરાશકારોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ નવી એટમ 1.0 ની બેઝીક પ્રાઈઝ 50,000 રૂપિયા છે જે પોત પોતાની રીતે મજબુત કોલીટી અને રેટ્રો, વિંટેજ ડીઝાઈન સાથે ઈ-મોબીલીટીની નવી પરિભાષા ઉભી કરે છે. આ બાઈક એટમોબીલના ઓનલાઈન પોર્ટલ દ્વારા આખા ભારતમાં ઉપલબ્ધ પહોચાડી દેશે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.