7 એકરના આલીશાન ફાર્મહાઉસમાં રહે છે મહેન્દ્ર સિંહ ધોની, જીવે છે આવી મજ્જાની લાઈફ.

0
336

મહેન્દ્ર સિંહ ધોનીનું ફાર્મહાઉસ કોઈ લકઝરી હોટલથી કમ નથી, વાયરલ થઈ રહ્યા છે તેના સુપર ડુપર ફોટા. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તે મહાન ખેલાડીઓ માંથી છે, જેને આખી દુનિયા ઓળખે છે. ક્રિકેટની દુનિયાના સૌથી સફળ કેપ્ટનો માંથી એક ધોનીએ ભારતીય ક્રિકેટ ટીમનું સતત ઘણા વર્ષો સુધી પ્રતિનિધિત્વ કર્યું છે અને ટી-20 થી લઈને એક દિવસીય વિશ્વકપ ભારતને અપાવ્યો છે.

સચિન તેન્દુલકર પછી જો કોઈ ક્રિકેટરને પ્રસંશકોનો એટલો વધુ પ્રેમ મળ્યો હોય તો તે છે મહેન્દ્ર સિંહ ધોની. ભલે હવે ધોનીએ ક્રિકેટ માંથી નિવૃત્તિ લઇ લીધી હોય, પરંતુ આજે પણ તે ફેંસ વચ્ચે ઘણા લોકપ્રિય છે. આજે અમે મહેન્દ્ર સિંહ ધોનીની ક્રિકેટ કારકિર્દીની નહિ પરંતુ તેના લકઝરી ફાર્મ હાઉસ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જુવો ધોનીના ફાર્મ હાઉસના થોડા સુંદર ફોટા.

dhoni farmhouse
image source insta fb

કેપ્ટન કુલના નામથી પ્રસિદ્ધ ધોની પોતાનું જીવન પણ ઘણું કુલ અંદાઝમાં જીવવાનું પસંદ કરે છે. માહી સ્વભાવથી જેટલા કુલ છે, તેનું ઘર પણ એટલું જ કુલ છે. ધોની તેની પત્ની સાક્ષી અને દીકરી જીવા સાથે રાંચી આવેલા તેના ફાર્મ હાઉસમાં રહે છે. તે ફાર્મ હાઉસ ઘણું લકઝરી અને તમામ સુવિધાથી પરિપૂર્ણ છે.

માહી જે ઘરમાં તેના કુટુંબ સાથે રહે છે, તેનું નામ કૈલાશપતિ છે. બહારથી તે કોઈ મહેલ જેવો લાગે છે. ધોનીનું ઘર બહારથી દેખાવમાં જેટલું સુંદર છે, અંદરથી પણ એટલું જ સુદંર છે. એકંદરે આ ઘરને મહેલ કહેવામાં આવે તો ખોટું નહિ ગણાય.

રાંચીના રીંગ રોડ ઉપર આવેલુ ધોનીનું ઘર લગભગ 7 એકરમાં ફેલાયેલું છે. 2017 માં જ ધોની તેના આ લકઝરી ફાર્મ હાઉસમાં શિફ્ટ થઇ ગયા છે. ધોનીએ તેના આ ઘરને તેની જરૂરિયાત અને પસંદગી મુજબ બનાવ્યું છે. આ ઘરમાં માહી અને તેની પત્ની સાક્ષીએ વીણી વીણીને એક એક વસ્તુ લગાવી છે.

dhoni farmhouse
image source insta fb

માહીના ઘરના લીવીંગ રૂમમાં લાગેલા મોટા મોટા ઝુમર, આરામદાયક સોફા, મોંઘા કાલીન અને લકઝરી આર્ટ પીસેજ ભવ્યતાનું ઉદાહરણ પૂરું પાડે છે. જે પણ તે જોશે, એક વખત તો આશ્ચર્યચકિત જરૂર રહી જશે. અહિયાં લાગેલા અલગ અલગ રંગોના સોફા તે હોલની સુંદરતા બમણી કરી દે છે. એક તરફ જ્યાં બ્રાઉન કલર્સના સોફા લાગેલા છે, અને બીજી તરફ ઓરેન્જ કલર્સના સોફા લગાવેલા છે. મહેન્દ્ર સિંહ ધોની તેની ભોજન માટે ઘણા પ્રસિદ્ધ છે. ભોજન માટે તેમણે એક કિંગ સાઈઝ ડાઈનીંગ ટેબલ તેના ઘરમાં રાખ્યું છે. વ્હાઈટ માર્બલ ટોપ વાળા આ ડાઈનીંગ ટેબલની ખુરશી ઘણી સ્ટાઇલીશ છે અને ઘણા મહેમાન અહિયાં એક સાથે બેસીને ભોજન કરી શકે છે. માહીનું આખું ઘર ચારે તરફથી સુંદર ગાર્ડનથી ઘેરાયેલું છે. ઘરમાં જ્યાં સુધી નજર દોડાવો, ત્યાં સુધી પ્રકૃતિની હરિયાળી જોવા મળે છે. આ ફાર્મ હાઉસમાં ઉત્તમ પ્રકારના ફળ અને ફૂલના ઝાડ છોડ લગાવવામાં આવ્યા છે, જે ફાર્મહાઉસની સુંદરતા ઘણી વધારી દે છે.

dhoni farmhouse
image source insta fb

પોતાના સુંદર ગાર્ડનમાં ધોનીએ આરામ કરવા માટે થોડા લકઝરી સોફા લગાવ્યા છે, જે જોવામાં ઘણા સુંદર અને અલગ દેખાય છે. આ સોફામાં જીવા હંમેશા મસ્તી કરતી જોવા મળે છે. તે ઉપરાંત માહીએ કૈલાશપતિમાં સ્વીમીંગ પુલ, જીમ અને ઘણા પ્રકારના સ્પોર્ટ્સ માટે ઈનડોર સ્ટેડીયમ પણ બનાવરાવ્યા છે, જ્યાં હંમેશા માહી ગેમ્સ રમતા જોવા મળે છે. તે ઉપરાંત માહી તેના ફાર્મહાઉસમાં હંમેશા તેના ડોગ્સ સાથે પણ મસ્તી કરતા જોવા મળે છે.

ધોનીના ઘરનો સૌથી મહત્વનો ભાગ છે, પાર્કિંગ એરિયા. ત્યાં ધોનીએ તેની પસંદગીના બાઈક ગોઠવી રાખી છે. તેના માટે ધોનીએ એક કાચનો હોલ બનાવરાવ્યો છે. ધોની બાઈક્સ અને ગાડીઓનો ઘણો શોખીન છે. આઈપીએલ પૂરી થયા પછી મહેન્દ્ર સિંહ ધોની હાલના દિવસોમાં દુબઈમાં જ તેની પત્ની સાક્ષી અને દીકરી જીવા સાથે દુબઈમાં ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે. ગઈ 19 નવેમ્બરે સાક્ષીએ તેનો 32 મો જન્મ દિવસ દુબઈમાં ઉજવ્યો. તેના ફોટા સોશિયલ મીડિયા ઉપર જોરદાર વાયરલ થયા હતા.

આ માહિતી ઇન્ડિયાફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.