આ 7 સ્ટાર નથી કરતા ખોટી વસ્તુની જાહેરાત, આમના માટે માણસાઈ પૈસાથી વધારે છે

0
1538

જાહેરાત એક એવી વસ્તુ છે જે ઘણા ગ્રાહકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. જો કોઈ પ્રોડક્ટની  આબેહુબ જાહેરાત કરવામાં આવે તો માર્કેટમાં તેનું વેચાણ અને વેલ્યુ બંને વધી જાય છે. આ કામમાં જાહેરાત કંપનીઓ મોટા મોટા સેલીબ્રેટીઝનો પણ સહારો લે છે. તે આ કલાકારોને મોટી રકમ આપીને પોતાની પ્રોડક્ટનો પ્રચાર પ્રસાર કરાવે છે. જયારે મોટી સેલીબ્રીટી આ પ્રોડક્ટની જાહેરાત કરે છે તો તેની બ્રાંડ વેલ્યુ વધી જાય છે.

ઘણા લોકો જે આ કલાકારોના ફેન છે કે તેને આદર્શ માને છે તે આ પ્રોડક્ટ વાપરે છે. આમ તો પ્રોડક્ટ ગ્રાહકો માટે યોગ્ય છે કે ખરાબ તે બાબતની પરખ અમુક કલાકારો જ કરે છે. તે સમાજ પ્રત્યે પોતાની જવાબદારી સમજે છે અને ખોટી વસ્તુની જાહેરાત કરવાથી દુર રહે છે. આજે અમે તમને તે કલાકારોનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જેના માટે પૈસાથી વધુ માનવતા છે.

જોન અબ્રાહમ

બોલીવુડના હેન્ડસમ હાંક જોન અબ્રાહમ હંમેશા પુરુષોની બ્યુટી પ્રોડક્ટ્સની જાહેરાત કરતા રહે છે. આમ તો બે વસ્તુ એવી છે જેની જાહેરાત કરવાથી તે દુર રહે છે. તેમાં પહેલી વસ્તુ છે દારુ અને બીજી તમાકુ. આ બંને જ વસ્તુ આરોગ્યને નુકશાન પહોચાડે છે. તે કારણે જોન તેની જાહેરાત કરી તેને પ્રોત્સાહન આપવાનું પસંદ નથી કરતા.

સાઈ પલ્લવી

સાઈ પલ્લવી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પ્રસિદ્ધ અભિનેત્રી છે, થોડા સમય પહેલા સાઈ એક ખાસ કારણથી તે ચર્ચામાં આવી હતી. સાઈએ એક ફેયરનેસ ક્રીમ વાળી કંપનીની જાહેરાત કરવાના ૨ કરોડનો ઓફરનો અસ્વીકાર કરી દીધો હતો. તેની પાછળનું કારણ એ હતું કે છોકરી જેવી પણ હોય તે સુંદર જ રહે છે. આ ફેયરનેસ ક્રીમ એક પ્રકારના કાળા ડાઘા વાળી છોકરીઓને નીચી દેખાડે છે. સાઈની આ કારણે સોશિયલ મીડિયા ઉપર ઘણી પ્રસંશા પણ થઇ હતી.

અમિતાભ બચ્ચન

બોલીવુડના મહાનાયકે કોલ્ડ ડ્રીંકની જાહેરાત કરવાનું બંધ કરી દીધું છે. તેની શરુઆત ત્યારથી થઇ જયારે એક નાની એવી બાળકીએ એ પ્રશ્ન કર્યો હતો કે મારા શિક્ષક કોલ્ડ ડ્રીંકને ઝેર અને આરોગ્ય માટે નુકશાનકારક ગણાવી રહ્યા છે. તેવામાં તમે તેની જાહેરાત કેમ કરો છો? બસ એ વાત અમિતજીના દિલમાં ઘર કરી ગઈ અને ત્યારથી તેમણે કોલ્ડ ડ્રીંકની  જાહેરાત કરવાનું બંધ કરી દીધું.

કંગના રનૌટ

કંગના હંમેશા પોતાની છટાથી ભરેલા નિવેદનો માટે ઓળખાય છે. તે મહિલાઓ સાથે જોડાયેલા મુદ્દા ઉપર પણ બોલે છે. કંગના ફેયરનેસ ક્રીમની જાહેરાત નથી કરતી, પછી તે કંપની વાળા તેને કેટલા પણ કરોડો રૂપિયાની ઓફર કરે. તેનું કારણ એ છે કે કંગનાની બહેન રંગોળી ગોરી નથી. તેવામાં તે ફેયરનેસ ક્રીમની જાહેરાત કરી પોતાની બહેનને દુઃખ પહોચાડવા નથી માગતી.

અક્ષય કુમાર

અક્ષય કુમારને  પોતાની ફિટનેસ અને હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે ઓળખવામાં આવે છે. તે બીજાને પણ એ વાત માટે મોટીવેટ કરતા રહે છે. તે કારણે  અક્ષય પાન મસાલાની કોઈ કંપનીની જાહેરાત નથી કરતા.

આમીર ખાન

આમીર ખાન ‘સત્યમેવ જયતે’ જેવી સારા ટીવી શો સાથે જોડાયેલા રહે છે. તે જયારે પણ કોઈ બ્રાંડની જાહેરાત લે છે તો તે વાત નક્કી કરી લે છે કે તે બ્રાંડ સમાજ માટે નુકશાનકારક સાબિત નહિ થાય અને તેનાથી કોઈને નુકશાન નહિ થાય.

રણબીર કપૂર

કંગનાની જેમ જ રણબીર કપૂર પણ ફેયરનેસ વધારવાવાળી પ્રોડક્ટસની જાહેરાત નથી કરતા, તેને લાગે છે કે આ રંગભેદ વાળી વસ્તુ ખોટી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.