66 વર્ષના પિતાના બીજા લગ્ન પર ઇમોશનલ થયો દીકરો, ફોટો શેયર કરી લખી ઈમોશનલ નોટ.

0
362

વાયરલ થયા 66 વર્ષના વરરાજા અને 63 વર્ષની કન્યા, દીકરાએ જ ફોટો કર્યા શેયર. કહે છે ને કે પ્રેમમાં ઉંમર નથી જોવામાં આવતી. તે તમારે ક્યાય પણ ક્યારે પણ કોઈની પણ સાથે થઇ શકે છે. ભારતમાં આજે પણ જો કોઈ ઉંમરલાયક વ્યક્તિ બીજા લગ્ન કરી લે તો તે સમાજમાં જાત જાતની ચર્ચા થાય છે. ઘણી વખત તો તેના દીકરા પણ તેના લગ્નની વિરુદ્ધ થઇ જાય છે. પરંતુ આજે અમે તમને એવી સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ જેમાં એક દીકરો તેના પિતાના બીજા લગ્નથી ભાવુક થઇ ગયો.

ખાસ કરીને આ દિવસોમાં ઈન્ટરનેટ ઉપર 66 વર્ષના તરુણ કાંતિ પાલ અને 63 વર્ષીય સ્વપ્ના તોયના લગ્ન ઘણા વાયરલ થઇ રહ્યા છે. આ લગ્નથી તરુણ કાંતિ પાલના દીકરા શાયોન પાલ ઉપર પિતા અને સાવકી માં ના લગ્નની તસ્વીર શેર કરી છે. આ ફોટાને શેર કરતી વખતે તે લખે છે – કાલે મારા પપ્પાના લગ્ન થઇ ગયા. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ લગ્નમાં નજીકના મિત્રો અને સંબંધીઓ જ સામેલ થયા હતા. આ લગ્ન ઘણા સારા રહ્યા. મારી માં નું અવસાન 10 વર્ષ પહેલા થયું હતું, ત્યારથી મારા પિતાજી એકલા હતા. મને ઘણો આનંદ થયો કે તેમણે ફરી વખત પ્રેમ મળ્યો.

પોતાના પિતાજીની પ્રેમ કહાની વિષે વાત કરતા શાયોન પાલ જણાવે છે કે આ એક સિમ્પલ અને સુંદર લવ સ્ટોરી છે. પપ્પા અને સાવકી માં બંને જ પશ્ચિમ બંગાળના હાવડાના ભટ્ટનગરના રહેવાસી છે. તે બંને એક બીજાના કુટુંબ વિષે જાણતા હતા પરંતુ ક્યારેય એકબીજા સાથે વાત થઇ ન હતી.

પછી એક દિવસ બંનેની મુલાકાત એક કાર્યક્રમમાં થઇ. સ્વપ્ના રોયે પપ્પાને જોતા જ પૂછ્યું શું તમે તરુણ છો? પહેલા તો પપ્પા તેને ઓળખી ન શક્યા પરંતુ પછી બંનેની વાતચીત શરુ થઇ ગઈ. સ્વપ્ના કાર્યક્રમ માટે બેંગલુરુથી આવી હતી. કાર્યક્રમ પૂરો થઇ ગયા પછી તે જતી રહી પરંતુ તેણે પપ્પા સાથે ફોન ઉપર વાતચીત ચાલુ રાખી.

શેયોન આગળ જણાવે છે કે થોડા મહિનાની વાતચીત પછી સ્વપ્નાએ પપ્પાને લગ્ન માટે પ્રપોઝ કરી દીધા. તેમણે પણ આ મેરેજ પ્રપોઝલનો સ્વીકાર કરી લીધો. આ લગ્નથી દરેક ઘણા ખુશ છે. જો તમને સ્ટોરી સારી લાગી હોય તો તેને ફેસબુક ઉપર જરૂર શેર કરો અને આવા પ્રકારના બીજા લેખ વાંચવા માટે જોડાયેલા રહો અને તેનો આનંદ ઉઠાવતા રહો.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.