60 વર્ષના વૃદ્ધે 23 વર્ષ નાની છોકરી સાથે કર્યા બીજા લગ્ન, જાણો શું છે આખો મામલો?

0
1093

આજના સમયમાં એક પત્નીને સાચવામાં માણસ અડધો થઈ જાય છે, તેમ છતાં તમે કયારેકને કયારેક એવા સમાચાર જરૂર સાંભળ્યા હશે કે, પતિએ પહેલી પત્ની હોવા છતાં બીજી મહિલા સાથે લગ્ન કર્યા. પણ શું તમે ક્યારેય એ સાંભળ્યું છે કે, પત્નીએ પોતાના પતિના બીજા લગ્ન કરાવ્યા હોય? કદાચ નહિ.

ઝારખંડના રાજનગર જિલ્લાના પ્રખંડમાં 60 વર્ષના વૃદ્ધને દીકરાની એવી ચાહત જાગી કે, તેમણે એવું પગલું ભર્યું જેનાથી દરેક વ્યક્તિ ચકિત રહી ગયા. દીકરો કરવાની ઈચ્છા પુરી કરવા માટે 60 વર્ષના વૃદ્ધે પોતાનાથી 23 વર્ષ નાની મહિલા સાથે લગ્ન કરી લીધા.

લાલમોહનના પહેલા લગ્ન 30 વર્ષ પહેલા સરલા મહતો સાથે થયા હતા. લાલમોહને સરલા મહતોથી બે દીકરીઓ છે, જેમાં એક દીકરીના લગ્ન પણ થઈ ગયા છે. જયારે પહેલી પત્નીથી લાલમોહનને પુત્રની પ્રાપ્તિ નહિ થઈ, તો એમણે બીજા લગ્ન કરવાનો નિર્ણય લીધો. એ પછી લાલમોહને ચૈતી મહતો સાથે લગ્ન કરી લીધા. આ લગ્નમાં લાલમોહનની પહેલી પત્નીનો પરિવાર પણ શામેલ થયો.

સમાજસેવી રામરતન મહતોએ જણાવ્યું કે, જો બંને પરિવાર ખુશી ખુશી પોતાના સંબંધ બનાવી રાખે, તો એનાથી સારી વાત બીજી શું હોઈ શકે છે? લાલમોહન મહતોને પુત્રની પ્રાપ્તિ નથી થઈ શકી. એ કારણે પતિ-પત્નીએ આ નિર્ણય લીધો છે. ચૈતી મહતોના પણ લગ્ન થઈ રહ્યા ન હતા, અને ધીરે ધીરે તેની ઉંમર પણ વધી રહી હતી. એવામાં બંને પરિવાર માટે આ યોગ્ય નિર્ણય રહ્યો.

આ અનોખા લગ્નને જોવા માટે દૂર-દૂરથી લોકો ભીમખંદા પહોંચ્યા હતા. આ કારણે મંદિરમાં ઘણી ભીડ જમા થઈ ગઈ હતી. તેમજ વૃદ્ધની બીજી પત્ની ચૈતી મહતોએ પણ લગ્નને લઈને કહ્યું કે, તે પોતાનું પારિવારિક જીવન ખુશી ખુશી પસાર કરવા માંગે છે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.