6 ગજ એટલે કે 18×18 ફૂટ જેટલી જગ્યાના ઘરમાં રહે છે આખો પરિવાર, 2 માળનું ભાડું આટલા રૂપિયા.

0
1494

બે માળના બનેલા આ ઘર (The Smallest house of delhi) માં એક બેડરૂમ, એક રસોડું, બાથરૂમ, સીડી અને ધાબું છે. તેનું ભાડુ ૩૫૦૦ રૂપિયા દર મહીને છે. હાલમાં આ ઘર લોકો વચ્ચે ચર્ચાનો વિષય બનેલું છે અને તેને જોવા માટે દુર દુરથી લોકો આવી રહ્યા છે.

દેશનું પાટનગર દિલ્હીનું સૌથી નાનું ઘર (the Smallest House of Delhi) લોકો માટે ચર્ચાનો વિષય બનેલો છે. બુરાડી વિસ્તારમાં બનેલા છ ગજના આ નાના એવા મકાનને જોવા માટે દુર દુરથી લોકો આવી રહ્યા છે. આજુબાજુના લોકોનું કહેવું છે કે આ ઘર ઘણું લોકપ્રિય બની ચુક્યું છે. અહિયાં આવનારા લોકો આ ઘરના ફોટા પાડીને લઇ જાય છે.

ખાસ વાત એ છે કે આ મકાનમાં એક બેડરૂમ, એક કિચન, બાથરૂમ, સીડી અને ધાબું છે. તેને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સીડી અને બાથરૂમ છે. અહીયાથી ઉપર ચડે છે, તો પહેલા માળ ઉપર એક બેડરૂમ છે. બીજા માળ ઉપર એક કિચન છે અને પછી ખુલ્લું ધાબુ છે.

તે ઘરમાં રહેતી પિંકી જણાવે છે કે તેને ઘણી સારી રીતે બનાવવામાં આવ્યું છે. આ માત્ર છ ગજમાં બનેલું છે. આખા ઘરમાં ઉપરથી નીચે સુધી માર્બલ લગાવવામાં આવ્યો છે. તે ઘરમાં પોતાના પતિ અને બે બાળકો સાથે રહે છે. આખા કુટુંબને આટલા નાના ઘરમાં રહેવામાં કોઈ તકલીફ થતી નથી.

આ ઘરનું ભાડુ ૩૫૦૦ રૂપિયા પ્રતિ મહિનાનું છે. પિંકી જણાવે છે કે ભલે આ ઘર નાનું છે પરંતુ લોકો વચ્ચે ચર્ચાનો વિષય છે, તે લોકો એ વાત ઉપર પણ આશ્ચર્ય વ્યક્ત કરે છે કે તેમાં ચાર લોકો ખરેખર કેવી રીતે રહે છે.

આ ઘરના બેડરૂમમાં એક સિંગલ બેડ છે. અને રસોડામાં સિંગલ બર્નર વાળો ગેસ છે ઉપરાંત ઘણી મર્યાદિત જગ્યા છે. આ ઘર ન માત્ર લોકો માટે પરંતુ ઘર બનાવવા વાળા બિલ્ડર અને રોકાણકારો વચ્ચે પણ ઘણું લોકપ્રિય બની ચુક્યું છે. આ ઘરના માલિકે તેને ભાડા ઉપર ચડાવ્યું છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.