શાસ્ત્રો અનુસાર જે લોકોમાં હોય છે આ 6 ખરાબ આદતો, તેમનું ઘર છોડીને જતા રહે છે લક્ષ્મી માતા

0
2846

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો, જેવું કે તમે જાણો છો કે આ સંસારમાં દરેક વ્યક્તિને ધનની લાલસા તો હોય જ છે. આ કળિયુગમાં એવો કોઈ પણ માનવી નહિ હોય જેને ધનની જરૂર ન હોય, અને તેને મેળવવાની ઈચ્છા પણ ન હોય. કારણ કે જો વ્યક્તિ પાસે ધન રહેશે તો તે પોતાનું જીવન આરામથી પસાર કરી શકશે. જો તેની પાસે પર્યાપ્ત ધન હશે તો જ તે પોતાના જીવનમાં બધી ભૌતિક સુખ સુવિધાઓનો આનંદ માણી શકશે.

દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ધન કમાવવા માટે ઘણી મહેનત કરે છે. અને હિંદુ ધર્મમાં માનતો દરેક વ્યક્તિ ધનની દેવી લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે પૂજા પાઠ પણ કરે છે. એવું માનવામાં આવે છે કે, જો વિધિ વિધાન સાથે લક્ષ્મી માતાની ઉપાસના કરવામાં આવે તો ઉપાસના કરનારને એમનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પરંતુ પૂજા પાઠ કરવા છતાં પણ આપણે આપણા જીવનમાં ઘનની સમસ્યાઓનો સામનો કરવો જ પડે છે. શું તમે ક્યારેય વિચાર્યુ કે આવું કેમ થાય છે?

તો જાણકારી માટે જણાવી દઈએ કે શાસ્ત્રોમાં એના વિષે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, રોજ વ્યક્તિ દ્વારા કરવામાં આવતા થોડા દૈનિક અનૈતિક કામને કારણે લક્ષ્મી માતાનો આશીર્વાદ તેમને નથી મળતો. વ્યક્તિની અંદર એવી થોડી ખરાબ આદતો હોય છે જેના કારણે એમને પોતાના જીવનમાં ધનની પરેશાનીનો સામનો કરવો પડે છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી એવી 6 ખરાબ આદતો વિષે જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જે આદતોને કારણે ઘરમાં લક્ષ્મી માતા નથી રહેતા.

આવો જાણીએ કે એ કઈ 6 આદતો છે જેના કારણે લક્ષ્મી માતા ઘરમાં નથી રોકાતા :

વધારે ઊંઘવું :

મિત્રો ઘણા બધા લોકોને એવી આદત હોય છે કે, તે સવારે મોડે સુધી ઊંઘતા રહે છે. એવા લોકો સૂર્યોદય થયા પછી જ ઉઠે છે. અને ઘણા લોકો એવા પણ હોય છે કે સૂર્યાસ્તના સમયે પણ ઊંઘતા રહે છે. એમની આ આદતોને કારણે ધનની દેવી લક્ષ્મી માતા નારાજ થાય છે, જેના કારણે ઘરમાં હંમેશા પરેશાનીઓ બનેલી રહે છે અને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે.

દીવો ન પ્રગટાવવો :

આપણા શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ઘરમાં નિયમિત દીવો પ્રગટાવવો જોઈએ. જે વ્યક્તિ પોતાના ઘરમાં સવારના અને સાંજના સમયે દીવો નથી પ્રગટાવતા એવા વ્યક્તિઓના ઘરમાં ધનની દેવી લક્ષ્મી માતા વધારે સમય સુધી નથી રોકાતા.

ગુસ્સો કરવો અને અપશબ્દ બોલવા :

જાણકારી માટે જણાવી દઈએ કે જે વ્યક્તિ વાત વાત પર ગુસ્સો કરે છે, તેમજ અન્ય વ્યક્તિઓને ખોટા શબ્દો કહે છે, એવા લોકોથી ધનની દેવી લક્ષ્મી માતા નારાજ થઈ જાય છે. અને એમની આ આદતને કારણે જ એમના ઘર પરિવારમાં હંમેશા ધનની અછતનો સામનો કરવો પડે છે.

સંતો, નિર્ધનો અને શાસ્ત્રોનો અનાદર કરવો :

મિત્રો જે ઘરમાં સંતો, નિર્ધન વ્યક્તિઓ અને શાસ્ત્રોનો હંમેશા અનાદર થાય છે, એવા ઘરોમાં ક્યારેય ધનની દેવી લક્ષ્મી માતા નિવાસ નથી કરતા. આવા ઘરથી લક્ષ્મી માતા હંમેશા માટે દૂર જતા રહે છે.

સાફ સફાઈ ન કરવી :

સ્વછતાનું ઘણું મહત્વ છે. અને જે ઘરમાં સાફ સફાઈ રહે છે એવા જ ઘરને લક્ષ્મી માતા પોતાનું નિવાસ સ્થાન બનાવે છે. જે વ્યક્તિ હંમેશા ગંદા રહે છે અને ફાટેલા જુના કપડાં પહેરે છે, પોતાના ઘરમાં સાફ સફાઈ નથી રાખતા, એવા લોકોના ઘરને ક્યારેય ધનની દેવી લક્ષ્મી માતા પસંદ નથી કરતા.

બ્રહ્મ મુહૂર્ત અને સંધ્યાના સમયે ભોગ-વિલાસ કરવો :

ઘણા બધા લોકોની એવી આદત હોય છે કે તે સવાર અને સાંજના સમયે ભોગ-વિલાસમાં સંલગ્ન રહે છે. પણ એવા વ્યક્તિઓને નર્કની પ્રાપ્તિ થાય છે, અને ધનની દેવી લક્ષ્મી માતા આવા લોકોના ઘરને છોડીને જતા રહે છે. અને એમના ઘર તરફ પાછા વળીને નથી જોતા.