5G થશે ભારત, સ્પેક્ટ્રમની હરાજી કરશે મોદી સરકાર, વાઇફાઇ હોટસ્પોટ પણ મળશે.

0
606

આજના યુગમાં સાયન્સ ઘણી પ્રગતી કરી રહ્યું છે, દિવસેને દિવસે નવી નવી ટેકનોલોજી આવતી રહે છે, જેવી કે મોબાઈલ નેટવર્કની વાત કરીએ તો તે આજે 5G સુધી પહોચી ગયું છે. તેના માટે પણ આપણા દેશમાં ઘણી ઝડપથી તૈયારીઓ શરુ થઇ ગઈ છે. અને લોકો સુધી વહેલી તકે પહોચાડવામાં આવશે. પ્રસાદે કહ્યું કે તેની શરૂઆત સરકારી સંચાલન વાળા એમટીએનએલ અને બેએસએનએલનો પુનરુદ્ધાર કરવાનો સમાવેશ કરવામાં આવશે.

નવા નીમાયેલા દુરસાચાર મંત્રી રવીશંકર પ્રસાદે સોમવારે કહ્યું કે દેશ ચાલુ વર્ષમાં 5G અને બીજા બેન્ડ માટે સ્પેક્ટ્રમ હરરાજી કરશે. પોતાની નવી ઓફિસનો કાર્યભાર સંભાળતા પ્રસાદે કહ્યું કે તેમની પ્રાથમિકતા ઓમાં સરકારી સંચાલન વાળા એમટીએનએલ અને બીએસએનએલનો પુનરુદ્ધાર કરવાનો સમાવેશ થશે. મંત્રીએ આમ તો ભારપૂર્વક કહ્યું કે દુરસંચાર નિગમોએ ધંધાકીય અને સહયોગ સાથે કામ કરવાનું રહેશે.

રવીશંકર પ્રસાદે કહ્યું, અમે ચાલુ વર્ષમાં સ્પેક્ટ્રમની હરરાજી કરીશું. મંત્રી પ્રાથમિકતા વાળા બીજા મુદ્દામાં ૧૦૦ દિવસોમાં 5G પરીક્ષણ, પાંચ લાખ વાઈફાઈ હોટસ્પોટ ઉપર ઝડપથી કામ કરવું અને દુરસંચાર વીનિર્માણને પ્રોત્સાહન આપવાની બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કાર્યભાર સંભાળતા જ તેમણે મંત્રાલયના મુખ્ય અધિકારીઓ અને દુરસંચાર ક્ષેત્રના જાહેર ઉપક્રમોના પ્રમુખો સાથે વિસ્તૃત ચર્ચા પણ કરી. ભાજપ સાંસદ સંજય ધોત્રેએ પણ સંચાર રાજ્ય મંત્રીનો કાર્યભાર સંભાળ્યો. નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળમાં દુરસંચાર મંત્રાલયની જવાબદારી પણ મળવાથી પ્રસાદનું કદ ઘણું વધી ગયું છે. તેમની પાસે પહેલાથી કાયદા અને સુચના પ્રોધ્યોગીકરણ જેવું ઘણું મોટું ખાતું છે.

દુરસંચાર ક્ષેત્ર નાણાકીય દબાણની સ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે પરંતુ સાથે જ તેની સામે દુનિયાના બીજા દેશો સાથે 5G સેવાઓ લાગુ કરવાનો પડકાર પણ છે. એટલે કે પ્રસાદની મુખ્ય પ્રાથમિકતા દુરસંચાર ક્ષેત્રને ફરી વિકાસ તરફ લઇ જવાની હશે.

ચાર વખત રાજ્યસભા સભ્ય રહેલા રવીશંકર પ્રસાદે તે પહેલા નરેન્દ્ર મોદી સરકારની મહત્વની યોજનાઓને આગળ વધારવામાં મહત્વની કામગીરી કરી છે. તેમાં ડીઝીટલ ઇન્ડિયા મુખ્ય છે. તેની સાથે જ દેશમાં ઇલેક્ટ્રોનિકસ અને મોબાઈલ વીનિર્માણને આગળ વધારવામાં પણ તેમણે ઘણા પ્રયાસ કર્યા છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી જીબિઝનેસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.