56 વર્ષ પછી બદલાયો ટ્રેનનો રંગ, હવે લાલ-સોનેરી દેખાશે ટ્રેન ના ડબ્બા

0
1021

૧૯૬૩ પછી પહેલી વખત ટ્રેનોના ડબ્બાનો રંગ બદલાવવા જઈ રહ્યા છે. કન્વેશનલ ડબાઓ હવે વાદળીને બદલે સોનેરી અને લાલ દેખાશે. ડબાઓના નવા કલરમાં કરવા માટેનું કામ વર્કશોપે શરુ કરી દીધું છે. ટૂંક સમયમાં નવા કલરના ડબા પાટા ઉપર દોડતા જોવા મળશે. વર્કશોપે કલરનું કામ શરુ કરી દીધું છે. એક અઠવાડિયામાં ૧૦ ડબાને સોનેરી અને લાલ કરી દેવામાં આવ્યા. વર્કશોપ પ્રબંધકનું કહેવું છે કે વાદળી રંગ વાળા જે પણ ડબાઓ વર્કશોપમાં આવી જશે, તેનો રંગ બદલીને જ પાટા ઉપર મોકલવામાં આવશે. ૧૯૬૩ પછી પહેલી વખત એવું બની રહ્યું છે જયારે વાદળી રંગના કન્વેશનલ ડબાઓનો રંગ બદલવામાં આવી રહ્યો છે.

૧૯૬૩માં તે ટ્રેનોના ડબાઓનો રંગ બદલાવવામાં આવ્યો જે સામાન્ય ટ્રેનોથી અલગ હતો. એટલે રાજધાની, શતાબ્દી, દુરંતો, હમસફર, અંત્યોદય અને તેજસ એક્સપ્રેસના ડબોનો રંગ સામાન્ય વાદળી ડબાઓથી અલગ છે. પરંતુ હવે વાદળી રંગનું પણ અસ્તિત્વ પૂરું થવા જઈ રહ્યું છે.

આકર્ષક, ચમકદાર અને લાંબા સમય સુધી ચાલે તેવો કલર : વાદળી રંગના ડબાઓ ઉપર જે કલર લગાવવામાં આવી રહ્યો છે તે પીયુ એટલે પોલી યુરેથીન કલર છે. તે કલર સામાન્ય કલરની સરખામણીમાં ઘણો ચમકદાર અને લાંબા સમય સુધી ચાલે તેવો છે. તેની ખાસિયત એ છે કે દુરથી જ આકર્ષિત દેખાશે. નવા દેખાઈ રહ્યા છે ડબાઓ : સોનેરી અને લાલ કલરનું પેન્ટિંગ થઇ ગયા પછી ડબાઓ ચમકદાર તો દેખાશે જ સાથે જ જુના ડબાઓ પણ એકદમ નવા જોવા મળી રહ્યા છે.

ચાર દિવસમાં એક ડબાનું પેન્ટિંગ : પેન્ટિંગમાં કોઈ ગોટાળા ન થાય તેના માટે વર્કશોપના પેન્ટ શોપમાં પહેલા વાદળી રંગના ડબાનો વાદળી રંગ કાઢવામાં આવી રહ્યો છે. નીકળી ગયા પછી તેની ઉપર કલર ચડાવવામાં આવી રહ્યો છે. આ પ્રકિયામાં ચાર દિવસનો સમય લાગી રહ્યો છે. મુખ્ય ટ્રેનોના ડબાનો કલર : રાજધાની એક્સપ્રેસ – લાલ, શતાબ્દી એક્સપ્રેસ – ઘાટો વાદળી, દુરંતો એક્સપ્રેસ – લીલો, ગરીબ રથ – ઘાટો લીલો, તેજસ – ભૂરો અને પીળો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.