પાકિસ્તાનની જેલોમાં કેદ 54 યુદ્ધબંધીઓની ગુનેગાર છે કોંગ્રેસ, જેને હવે ભૂલી ચુક્યા છે લોકો

0
2442

વિંગ કમાંડર અભિનંદનના વતનમાં પાછા આવવા પર એક તરફથી આખો દેશ ખુશ છે. તો બીજી તરફ યુદ્ધબંધીઓને લઈને ચર્ચા પણ ઝડપથી થઇ રહી છે. વિંગ કમાંડર અભિનંદન એ સારા નસીબ વાળા યુદ્ધબંધીઓ માંથી એક છે, જે જલ્દી જ વતનમાં પાછા આવી શક્યા છે. જી હાં, અભિનંદન વર્થમાન વતનમાં જલ્દી પાછા આવવા વ્યક્તિ છે.

અભિનંદનના વતન પાછા આવવા પર ફરી વખત 54 યુદ્ધબંધીઓની ચર્ચા થઇ રહી છે, જે પોતાના પરિવારને ક્યારેય મળી શકયા નથી. અને ખબર નહિ અત્યારે કઈ સ્થિતિમાં હશે, અથવા નહિ પણ હોય. તો ચાલો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું ખાસ છે?

વર્તમાન સમયમાં સૈન્ય દળોના તરફદાર બનવા વાળી કોંગ્રેસના દામનમાં ઘણા એવા ડાઘ છે, જેનાથી તે ઇચ્છવા છતાં પણ બચી નથી શકતી. અને એમાં સૌથી મોટો ડાઘ 54 યુદ્ધબંધીઓનો છે, જે પોતાના પરિવારને મળી પણ નથી શક્યા. તે હમણાં કઈ સ્થિતિમાં હશે? જીવતા હશે કે નહિ? એ પણ કોઈ નથી જાણતું. વર્ષોથી આ મુદ્દા પર સમિતિ બનેલી છે, પરંતુ તે સમિતિ આજસુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી. જે ઘણું વધારે દુઃખદ છે.

સિયાસતમાં લાપતા થઇ ગયા 54 યુદ્ધબંદી :

1965 અને 1971 માં પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધમાં તત્કાલીન પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધીએ ક્યારેય પણ 54 યુદ્ધબંધીઓ પર ધ્યાન આપ્યું નથી. ભારતે 1971 ના યુદ્ધમાં 93,000 યુદ્ધબંધીઓ મુક્ત કર્યા હતા, પણ તત્કાલીન સરકાર પોતાના 54 યુદ્ધબંધીઓને ભૂલી ગઈ.

ઇન્દિરા ગાંધીએ પોતાને મહાન બનાવવા માટે 93,000 યુદ્ધબંધીઓને કોઈ પણ શરત વગર મુક્ત તો કરી દીધા હતા, પણ એકવાર ફરી પાકિસ્તાનની સરકારે આ નહિ જણાવ્યું કે આપણા 54 યુદ્ધબંધીઓ ક્યાં છે? એને તેઓ મુક્ત કરશે કે નહિ? એવામાં આજે પણ 54 યુદ્ધબંધીઓ એટલે કે ભારતના જવાન લાપતા છે. કોઈ એ પણ નથી જાણતું કે તે જીવતા છે કે નથી.

આરટીઆઈથી થયો ખુલાસો :

1965 અને 1971 ના યુદ્ધના કેદીઓને ભારત સરકારે છોડાવવા માટે શું કર્યુ, એના માટે એક આરટીઆઇમાં પૂછવામાં આવ્યું હતું. પછી એ આરટીઆઈનો જવાબ રક્ષા મંત્રાલય તરફથી આવ્યો. જણાવી દઈએ કે આ ખુલાસો 2007 માં થયો હતો. રક્ષા મંત્રાલય તરફથી જવાબ આવ્યો કે સરકાર પાકિસ્તાન સાથે સતત આ વિષે વાત કરી રહી છે.

પરંતુ પાકિસ્તાન એ સ્વીકાર નથી કરી રહ્યું કે એમને ત્યાં યુદ્ધબંધી છે. સાથે જ તમને જણાવી દઈએ કે 2007 માં જ યુદ્ધબંધીઓના સંબંધીઓને પાકિસ્તાનની જેલમાં લઇ જવામાં આવ્યા હતા, પરંતુ કોઈ પણ યુદ્ધબંધી ત્યાં મળ્યા નહિ. એવામાં આ તત્કાલીન ભારત સરકારની બેદરકારીને લીધે થયું છે.

આ આરટીઆઈના જવાબમાં વિદેશમંત્રીએ પણ જવાબ આપતા કહ્યું હતું કે, 1965 ના 6 યુદ્ધબંધીઓ પાકિસ્તાનના કબ્જામાં છે, જેમાં લેફ્ટિનેન્ટ વી કે આઝાદ, ગનર મદન મોહન, ગનર સુજજન સિંહ, ફ્લાઇટ લેફ્ટિનેંટ બાબુલ ગુહા, ફ્લાઈંગ ઓફિસર તેજિન્દર સિંહ સેઠી અને સ્ક્વાડ્રન લીડર દેવ પ્રસાદ ચેટર્જી શામેલ છે.

સાથે જ સરકાર એમને છોડાવવા માટે પ્રયત્ન કરી રહી છે, જેના માટે સમિતિ બનાવવામાં આવી છે, પરંતુ આજ સુધી આ સમિતિ કોઈ નિર્ણય પર પહોંચી નથી. સાથે જ તમને જણાવી દઈએ કે વિદેશ મંત્રાલયે આ પણ સ્વીકાર્યુ છે કે 1971 ના યુદ્ધના 48 યુદ્ધબંધીઓ આજે પણ ત્યાંની જેલમાં છે, પરંતુ પાકિસ્તાન આ સ્વીકાર નથી કરી રહ્યું.

આ છે પુરાવા :

1. વર્ષ 1971 માં પાકિસ્તાની સમાચાર પત્ર ઓબ્ઝર્વરે ફ્લાઇટ લેફ્ટિનેંટનું નામ યુદ્ધબંધીના રૂપમાં છાપ્યું હતું, અને એ પણ કહ્યું હતું કે પાકિસ્તાનના કબ્જામાં ભારતના પાંચ અન્ય યુદ્ધબંધી છે, પરંતુ સરકાર એમને છોડાવી નહિ શકી.

2. 1971 માં જ ટાઈમ મેગેઝીને મેજર એ.કે. ઘોષનો ફોટો છાપ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે તે પાકિસ્તાનના કબ્જામાં છે. પરંતુ સરકાર ફક્ત મહાન બની રહી.

3. 1988 માં પાકિસ્તાનની જેલ માંથી છૂટેલા દલજીત સિંહે જણાવ્યું હતું કે, એમણે પોતાની આંખે ફ્લાઇટ લેફ્ટિનેંટ વી.વી.તાંબેને લાહોરની જેલમાં જોયા હતા, પરંતુ તત્કાલીન સરકારે એમના માટે કંઈ નથી કર્યુ.

આ પ્રકારની ઘણી બધી મીડિયા રિપોર્ટ હાજર છે, પરંતુ ત્યારથી લઈને અત્યાર સુધી સરકારો આવી અને ગઈ, પરંતુ એ 54 યુદ્ધબંધીઓ વિષે કોઈ પણ પુષ્ટિ નથી થઇ શકી, અને કઈ હાલતમાં છે કે હયાત છે કે નહિ એના વિષે કહેવું મુશ્કેલ છે.