ફક્ત 500 રૂપિયામાં કરી આપતા હતા આ કામ, દુકાન સીલ કરવામાં આવી

0
1534

પંખાજૂર – કોંકેર. રેશનકાર્ડના આધુનિકરણને કારણે ૧૫ જુલાઈથી આધાર કાર્ડ બનાવવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. અને લોકોની મજબુરીનો ફાયદો ઉઠાવીને ઘણા લોકો આધાર કાર્ડ બનાવવાની દલાલી આપવા લાગ્યા છે, તો ઘણા લોકો નકલી આધાર કાર્ડ બનાવી આપીને લોકોને લૂંટી રહ્યા છે. પંખાજૂરમાં મામલતદાર કચેરીની સામે ઝેરોક્ષવાળાની દુકાનમાં ૫૦૦ રૂપિયામાં માત્ર ૧૫ મિનીટમાં હાથોહાથ નકલી આધાર કાર્ડ બનાવીને આપવામાં આવી રહ્યા હતા.

જ્યારે એક ગ્રામીણ ૧૫ મીનીટમાં પોતાના બે વર્ષના દીકરાનું આધાર કાર્ડ બનાવરાવી લાવ્યો, તો લોકો વિચારમાં પડી ગયા. અને તપાસ કરવાથી જાણવા મળ્યું કે એ આધાર કાર્ડ નકલી છે. ફરિયાદ પછી પંખાજૂર અધિકારીએ દુકાનને શીલ કરી દીધી અને પોલીસમાં કેસ નોંધવામાં આવશે.

પંખાજૂરથી ૫૦ કી.મી. દુર રંગાવાહી પાસે ચેનુંરામ કાવડે પોતાના બે વર્ષના પુત્ર સચેન્દ્ર કાવડેનું આધાર કાર્ડ બનાવવા પંખાજૂર ગયો હતો, જેથી તે રેશનકાર્ડ ચકાસણીમાં પુત્રનું નામ નોંધાવી શકે. પંખાજૂરના ચારે આધાર કાર્ડ સેન્ટરના ધક્કા ખાધા પછી પણ જયારે કામ ન થઇ શક્યું, તો તેને કોઈએ જણાવ્યું કે મામલતદાર ઓફીસ સામે ઝેરોક્ષની દુકાનમાં આધાર કાર્ડ બને છે.

દુકાનદાર અભિજિત કુંડુએ તેની માતાનું આધાર કાર્ડ લીધું અને તેને સ્કેન કરી તેમાં જ બે નંબર બદલીને માતાની જગ્યાએ છોકરાનો ફોટો લગાવી દીધો અને નકલી આધાર કાર્ડ પ્રિન્ટ કરી દીધું. કલાકો કાર્ડ બનાવવા ફરી રહેલો યુવક જયારે ૧૫ મિનીટમાં આધાર કાર્ડ લઈને આવ્યો તો બધા દંગ રહી ગયા. શંકા ગઈ એટલે કયુઆર કોડ સ્કેન કરવામાં આવ્યો તો બાળકની જગ્યાએ માતાની માહિતી આવી જેથી નકલી આધાર કાર્ડનો ખુલાસો થયો.

રાશન કાર્ડ નવું કઢાવવા માટે આધાર કાર્ડ નહિ હોય તો કોઈ બીજા આઈડી પ્રૂફ આપી શકો છો.

આ બાબત સામે આવતા જોઈ પાછા આપ્યા ગામ લોકોના પૈસા :

છેતરપીંડીનો ભોગ બનેલા ગામ લોકો ભેગામળીને એ દુકાન પર પહોચ્યા, તો કરતુત પકડાતી જોઈ દુકાનદારે આધાર કાર્ડ બનાવવા માટે લેવામાં આવેલા ૫૨૦ રૂપિયા પાછા આપીને, આધાર કાર્ડ જોવાને બહાના પોતાની પાસે લઈને ફાડી નાખ્યા. તેની વચ્ચે પંખાજૂર અધિકારી પણ દુકાને પહોચી ગયા અને પીડિત સાથે વાત કરીને દુકાનને સીલ કરી દીધી.

પંખાજૂરમાં આ સ્થળો ઉપર જ બને છે આધાર કાર્ડ :

પંખાજૂરમાં ૪ સ્થળો ઉપર આધાર કાર્ડ બને છે. સ્ટેટ બેંક, પોસ્ટ ઓફીસ, મામલતદાર કાર્યાલય લોકસેવા કેન્દ્ર અને ગ્રામીણ બેંક. આ ૪ કેન્દ્રોમાં એક દિવસમાં ૫૦થી વધુ આધાર કાર્ડ નથી બની શકતા. પરલકોટ ક્ષેત્રના ૨૫૦થી વધુ ગામ માટે લગભગ ૪ કેન્દ્ર છે.

અરજી કરવાના ૧૫ દિવસ પછી આવે છે આધાર કાર્ડ :

હાલમાં રેશન કાર્ડ ચકાસણીનું કામ ચાલી રહ્યું છે, જે ૨૯ જુલાઈ સુધી ચાલશે. એટલે જો આજે આધાર કાર્ડ બનાવવામાં પણ આવે તો કાર્ડ ઘરે પહોચવામાં ૧૫ દિવસ લાગી જાય છે. એટલે નકલી આધાર કાર્ડ ખરાઈ કરાવવું એક સરળ માધ્યમ બની ગયું છે.

આ જાણવું જરૂરી :

આધાર કાર્ડ નથી તો પણ થઇ શકે છે રેશન કાર્ડની ખરાઈ :

રેશન કાર્ડ ખરાઈને લઈને લોકોમાં ગેરસમજણ છે કે, આધાર કાર્ડ ફરજીયાત છે. ભાસ્કરે તેને લઈને જીલ્લાના વડા કલેકટર સંજય કન્નોજ સાથે ચર્ચા કરી તો તેમણે જણાવ્યું કે, જે રાશન કાર્ડ પહેલા જ બને છે તેની આ ખરાઈ કરવાની છે, નવું રેશન કાર્ડ નથી બનતું. રાશન કાર્ડ ધારકોની બે યાદી જાહેર કરવામાં આવી છે.

એક જેને રાશન કાર્ડ ધારકના આધાર સાથે લીંક છે, તે પોતાનું આધાર કાર્ડ દેખાડીને ખરાઈ કરાવી શકે છે. બીજી યાદી તેમની છે જેના કાર્ડ ધારકનું રેશન કાર્ડ આધાર સાથે લીંક નથી. જો કાર્ડ ધારક આધાર કાર્ડ લઈને આવે છે તો રાશન કાર્ડ આધાર કાર્ડ સાથે લીંક કરવાનું છે, પરંતુ જેની પાસે આધાર કાર્ડ નથી તેમનું પણ રાશન કાર્ડ કેન્સલ નહી થાય. તે કાર્ડોની અલગ સ્થળ ઉપર ખરાઈ કરવામાં આવશે.