500 રૂપિયા લઈને મુંબઈ આવી હતી દિશા પટની, સક્સેસ પછી પોતાની જાતને જ ગિફ્ટ કર્યું 5 કરોડનું ઘર

0
1096

બોલીવુડ હિરોઈન દિશા પાટનીનો આજે જન્મ દિવસ છે. તે ૨૬ વર્ષની થઇ ગઈ છે. ટાઈગર શ્રોફની ગર્લફ્રેન્ડ દિશા પાટની હંમેશા પોતાના બોલ્ડનેશને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં જ દિશાની સલમાન ખાન સાથે ફિલ્મ ‘ભારત’ રીલીઝ થઇ છે. ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર સારું કલેક્શન કરી રહી છે. દિશાના જન્મદિવસ ઉપર આવો તમને જણાવીએ તેના જાણવા જેવા કિસ્સા.

દિશાએ બોલીવુડમાં સુશાંત સિંહ સાથે પહેલી ફિલ્મ ‘એમએસ ધોની દ અનટોલ્ડ સ્ટોરી’ કરી હતી. આ ફિલ્મમાં તેનો રોલ ભલે નાનો હતો, પરંતુ લોકોને ખુશ કરવામાં સફળ રહી. બોલીવુડમાં પ્રવેશ કર્યા પહેલા દિશા તેલુગુ ફિલ્મ ‘લોફર’ માં જોવા મળી હતી. ત્યાર પછી મ્યુઝીક વિડીયો કર્યો. ત્યાર પછી તેણે બોલીવુડની સફર શરુ કરી. આમ તો તેની ‘કુંગ ફૂ પાડા’ ફિલ્મ સમાચારોમાં ઘણી છવાયેલી રહી.

એક ઈન્ટરવ્યુંમાં દિશાએ જણાવ્યું કે પોતાના અભિનયનું સપનું પૂરું કરવા માટે અભ્યાસ વચ્ચે જ છોડી દીધો હતો. દિશા મુંબઈ માત્ર ૫૦૦ રૂપિયા લઈને આવી હતી. દિશાએ જણાવ્યું હતું – હું એકલી રહેતી હતી અને કામ કરતી હતી પરંતુ ક્યારે પણ કુટુંબ પાસે મદદ લેતી ન હતી.

એક શોમાં દિશાએ જણાવ્યું હતું કે, જયારે હું નાની હતી, તે સમયે નવા નવા ટેલીફોન આવ્યા હતા. હું અને મારી બહેન સાથે બેસીને કોઈ રેન્ડમ નંબર ડાયલ કરતા હતા અને અને માત્ર એટલું કહેતા હતા, હાય હું ફલાણા ફલાણા વાત કરી રહી છું.

દિશા પાટની એક ઉત્તમ ડાન્સર છે. રણબીર કપૂર દિશાના સૌથી મોટા ચાહક હતા. દિશા રોજ સ્કુલે જતા પહેલા એ રસ્તેથી નીકળતી હતી, જ્યાં રણબીરના પોસ્ટર લાગેલા હતા. આ પોસ્ટરને તે ત્યાં સુધી તે પાછી વળી વળીને જોતી હતી. જ્યાં સુધી તે આંખોથી દુર ન થઇ જાય. તેના કારણે ઘણી વખત તેનું એકસીડન્ટ થતા થતા બચી ગયું હતું.

ટાઈગર શ્રોફ પહેલા દિશા ટીવી કલાકાર પાર્થ સમથાનને ડેટ કરતી હતી. બન્ને લગભગ ૧ વર્ષથી વધુ એક બીજા સાથે રિલેશનશિપમાં રહ્યા હતા. ત્યારે દિશા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધુ એક્ટીવ ન હતી. આમ તો પાર્થની ખ્યાતી ટીવી ઇન્ડસ્ટ્રીમાં ઘણી વધુ હતી. પાછળથી બન્ને અલગ થઇ ગયા. આમ તો બન્નેના બ્રેકઅપનું કારણ સામે આવ્યું નથી.

દિશાનો મુંબઈમાં બાંદ્રામાં પોતાનું ઘર છે. તેમણે આ નવું એપાર્ટમેન્ટ ૨૦૧૭માં પોતાને ભેંટ આપ્યું હતું. દિશાએ આ ઘરનું નામ ‘લીટીલ હટ’ છે. તેની કિંમત પાંચ કરોડ છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.