50 વર્ષના થઈ ગયા છે જિમ્મી શેરગિલ, ઘણી બધી હીરોઇનો પાસેથી મળ્યો છે પ્રેમમાં દગો.

0
130

પોતાના અલગ રોલ માટે ઓળખાય છે જિમ્મી શેરગિલ, પ્રેમમાં ઘણી હીરોઇનોએ આપ્યો છે તેમને દગો. હિન્દી સિનેમામાં પોતાના અલગ અલગ પાત્રોને લઈને વિશેષ ઓળખ ઉભી કરવા વાળા પ્રસિદ્ધ અભિનેતા જીમ્મી શેરગીલ ૩ ડીસેમ્બરના રોજ તેનો જન્મદિવસ મનાવે છે. આ વખતે જીમ્મી શેરગીલ તેનો 50મો જન્મ દિવસ મનાવવા માટે તૈયાર છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જીમ્મી શેરગીલને જે રોલ મળ્યો, તેમણે તેને ઘણી જવાબદારી સાથે નિભાવ્યો. ઘણી ફિલ્મોમાં તો અભિનેતાએ ઘણો યાદગાર અભિનય કર્યો છે, જેને આગળ પણ લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે.

બોલીવુડમાં જીમ્મી છેલ્લા 24 વર્ષથી કામ કરી રહ્યા છે. તેમણે અત્યાર સુધી એકથી એક ચડીયાતી ફિલ્મો હિન્દી સિનેમાને આપી છે. જીમ્મી માત્ર બોલીવુડ સુધી સીમિત નથી રહ્યા, પરંતુ તે પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ તેના અભિનયનો જાદુ પાથરી ચુક્યા છે. આવો આજે અમે તમને જીમ્મીના 50માં જન્મ દિવસના વિશેષ પ્રસંગે તેની સાથે જોડાયેલી થોડી વાતો વિષે જણાવીએ છીએ.

જીમ્મી શેરગીલનું સાચું નામ જસજીત સિંહ ગીલ છે. જીમ્મી એક શીખ કુટુંબ માંથી આવે છે. ૩ ડીસેમ્બર 1970ના રોજ જીમ્મીનો જન્મ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક પંજાબી કુટુંબમાં થયો હતો. જીમ્મીનો શરુઆતનો અભ્યાસ ગોરખપુર માંથી જ પૂરો થયો છે. આગળના અભ્યાસ માટે જીમ્મીએ ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉ અને પંજાબથી કર્યો.

જીમ્મી શેરગીલે જયારે તેનો અભ્યાસ પૂરો કરી લીધો હતો ત્યાર પછી તેણે તેની કારકિર્દીને લઈને મહત્વનો નિર્ણય લીધો. જીમ્મીનું સપનું હતું કે તે અભિનેતા બને અને આગળ જઈને તેનું એ સપનું સાચું સાબિત થયું. વર્ષ 1996માં જીમ્મીએ હિન્દી સિનેમામાં તેનો પ્રવેશ કર્યો.

બોલીવુડમાં જીમ્મીની પહેલી ફિલ્મ માચીસ. આ ફિલ્મની ચર્ચા આજે પણ કરવામાં આવે છે, તેની ઉપરથી તમે અંદાઝ લગાવી શકો છો કે ફિલ્મને દર્શકોએ ઘણી વખાણી હશે. પહેલી જ ફિલ્મથી જીમ્મી તેની ઓળખ ઉભી કરવામાં સફળ રહ્યા. ત્યાર પછી તેમણે મોહબ્બતે જેવી મોટી ફિલ્મમાં પણ કામ કર્યું. આ ફિલ્મમાં ‘સદીના મહાનાયક’ અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન જેવા કલાકારોએ મુખ્ય ભીમિકા ભજવી હતી.

જીમ્મી દિલ હૈ તુમ્હારા, હાસીલ, મુન્ના ભાઈ એમબીબીએસ, એ વેડનસડે, તનુ વેડ્સ મનુ, સાહેબ બીબી ઓર ગેંગસ્ટર સીરીઝ, સ્પેશ્યલ 26 અને મુક્કાબાજ જેવી ઘણી સફળ ફિલ્મોને લીધે દર્શકોના દિલ ઉપર રાજ કરવામાં સફળ રહ્યા છે. તે ધીમે ધીમે બોલીવુડના જાણીતા અભિનેતા તરીકે સ્થાપિત થઇ ગયા છે. આજે તેની ઉંમર 50 વર્ષ થઇ જવા છતાં પણ જીમ્મી શેરગલ બોલીવુડમાં સક્રિય છે.

જીમ્મીએ બોલીવુડ સાથે જ ડઝનબંધ પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું, મન્નત, ધરતી, આ ગયે મુંદે યુકે દે, શરીફ અને દાના પાની સહીત ઘણી પંજાબી ફિલ્મોમાં તે જોવા મળ્યા છે. તેના કામને અહિયાં ખુબ પસંદ કરવામાં આવ્યું છે. જીમ્મીની બોલીવુડ ફિલ્મોના પાત્રો ઉપર નજર કરીએ તો જીમ્મી શેરગીલને કદાચ એવા અભિનેતા છે. જેને મોટાભાગની ફિલ્મોમાં તેનો પ્રેમ મળી શક્યો નથી.

તનુ વેડ્સ મનુ, તનુ વેડ્સ મનુ રીટર્ન્સ, દિલ હૈ તુમ્હારા, મેરે યાર કી શાદી હૈ, હેપ્પી ભાગ જાએગી અને ટોમ ડીક એંડ હૈટી સહીત ઘણી એવી ફિલ્મો ઉદાહરણ છે, જેમાં અભિનેતાને ઓરેમમાં દગો મળ્યો છે. બોલીવુડ અને પંજાબી ફિલ્મોમાં કામ કરવાને કારણે જ જીમ્મીને વેબ સીરીઝમાં પણ ભાગ લીધો છે.

જીમ્મી શેરગીલે રંગબાજ ફિર સે અને યોર હોનરમાં કામ કર્યું છે. જીમ્મીના અંગત જીવનની વાત કરીએ તો જીમ્મીએ અને તેની પત્ની પ્રિયંકા પૂરીમાં એક બીજાને લાંબા સમય સુધી ડેટ કર્યા હતા. પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો અને પછી બંનેએ વર્ષ 2001 માં લગ્ન કરી લીધા હતા. આજે બંને વીર નામના દીકરાના માતા-પિતા છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.