50 વર્ષ પછી આવું હશે આપણું જીવન, પાણીની અંદર હાઈવે, અવકાશમાં હોટલ, ઊડતી ટેક્સી, જાણો આ માંથી તમે કયું વિચારેલું.

0
603

આવો એક નજર કરીએ ભવિષ્યની એવી જ ટેકનીક ઉપર.

કાલ કોને જોયું છે? આપણે બધાએ જોયું છે. વર્તમાનની ટેકનીક પહોચને આધારે ભવિષ્યનાં પાયો આપણા વૈજ્ઞાનિકો ઉભો કરી ચુક્યા છે. બ્રિટેનમાં બહાર પડેલા સેમસંગ કેએક્સ 50 : દ ફ્યુચર ઈં ફિક્સ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ૨૯૬૯ સુધી રોજીંદા જીવનને મોટી અદ્દભુત ટેકનીકોનો સામનો કરવો પડશે.

આ પૂર્વાનુમાનોની ટેકનીકવિદ અને ભવિષ્યવિદોને તૈયાર કરી છે. શહેરી વિસ્તારોમાં ઉડતી ટેક્સીઓ હશે. ઉપરના વાયુમંડળમાં અંતરને થોડી મીનીટોમાં પસાર કરવા વાળા રિયુજેબલ રોકેટ હશે. પાણીની અંદર હાઈવે બનશે. જમીનની અંદર ઉંચી બિલ્ડીંગો હશે, તેવા ઘર હશે જે જાતે જ પોતાની સાફ સફાઈ કરશે. 3D પ્રિન્ટીંગથી કૃત્રિમ અંગ તૈયાર થશે. આપણા શરીરમાં એવા ઉપકરણ લાગશે, જે એની દશા-દિશા વિષે આપણેને જાણ કરતા રહેશે. આવો એક નજર કરીએ ભવિષ્યની એવી જ ટેકનીક ઉપર.

પાણીની અંદર હાઈવે :

એક સબસોનિક ટ્યુબ ટ્રાન્સપોર્ટ સીસ્ટમ બનશે, જેમાં પોડ્સ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકાશે. તે માધ્યમથી એક કલાકમાં બ્રિટનથી સ્વીડન અને નોર્વે પહોચી શકાશે.

પોતાની જાતે સફાઈ કરવા વાળું ઘર :

એક બટન દબાવતા જ ઘર જાતે સાફ કરી લેશે.

સ્પેસ હોટલ :

અંતરીક્ષમાં રજાઓ મનાવવાનું સપનું સાકાર થશે. આ હોટલ ચંદ્ર કે કોઈ બીજા ગ્રહની પરિક્રમા કરતા રહીને પોતાનું ગુરુત્વ બળ ઉત્પન્ન કરી શકશે. અંતરીક્ષ પ્રવાસને પ્રોત્સાહન આપવામાં અસરકારક સાબિત થશે.

શરીરનું આરોગ્ય જાળવે તેવું સાધન :

આપણા શરીરમાં એવી ચીપ કે નાનું સાધન લાગશે, જે સમય સમયે કોઈ ખામી કે રોગથી માહિતગાર કરશે.

જમીનમાં ઉંડી બિલ્ડીંગો :

આ અર્થસ્ક્રેપર્સ જમીનની નીચે ઘણા માળની હશે. ભૂકંપની અસરથી દુર રહેશે.

3D પ્રિન્ટીંગ અંગ :

જરૂરિયાત વાળાને અંગ પ્રત્યારોપણની ખામી દુર થશે.

ઉડતી બસ અને ટેક્સીઓ :

ટૂંક સમયમાં ઉડતી ટેક્સીઓનું સપનું સાકાર થશે. હાઈ પાવર ડ્રોન કોપ્ટર જમીનના યુદ્ધની સમસ્યાઓ માંથી છુટકારો અપાવશે.

હોવરબોર્ડ ઉપર ઊંચાઈ ઉપર ખેલ :

હેરી પોટર સીરીઝની ફિલ્મોમાં તમે કવીડીચ સ્ટાઈલ 4D મેચ રમતા જોયા હશે. ટૂંક સમયમાં જ મેચ હોવરબોર્ડ ઉપર આપણે પણ રમીશું.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.