આ 5 વસ્તુઓને આપણે આજ સુધી સમજતા હતા શાકાહારી, પરંતુ અસલમાં છે માંસાહારી. મારા હાળા છેતરી ગયા.

0
3051

મિત્રો એ વાત તો તમે બધા જાણો જ છો કે, આપણા સમાજમાં બે પ્રકારના ખોરાક ખાવા વાળા લોકો રહે છે. એક શાકાહારી અને બીજા માંસાહારી. શાકાહારી ખોરાક ખાતા લોકો એવું માને છે કે, શાકાહારી ખોરાક જ સારો હોય છે. અને બીજી તરફ માંસ ખાવા વાળા લોકોનું એવું માનવું છે કે, માંસ ખાવું એમના સ્વાસ્થ્ય માટે સારું હોય છે.

પણ આપણે સ્વાસ્થ્યની દૃષ્ટિએ વાત કરીએ તો બંને પ્રકારના ખોરાક લોકો માટે લાભદાયક હોય છે. જે લોકો શાકાહારી ખોરાક ખાય છે એમને જરૂરી પોષક તત્વ શાકાહારી ખોરાક માંથી મળી રહે છે. અને માંસાહારી ખોરાક ખાવા વાળાને માંસ માંથી પોષક તત્વ મળે છે. એવામાં આજે અમે તમને શાકાહારી અને માંસાહારી ખોરાક વિષે નથી જણાવવાના, પણ તમને એ જણાવીશું કે તમે બજાર માંથી જે શાકાહારી સામાન ખરીદો છો તે અસલમાં માંસાહારી સામાન હોય છે. તો આવો તમને થોડું વિસ્તારથી જણાવીએ.

1. તેલ :

આપણે ઘરે ખાવાનું બનાવવા માટે જે તેલનો ઉપયોગ કરીએ છીએ, લોકો એ તેલને શાકાહારની શ્રેણીમાં રાખે છે. પરંતુ તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, એ તેલમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. અને એ કારણે તે માંસાહારી થઈ જાય છે. અહીં સુધી કે ઘણા પ્રકારના તેલોમાં લેનોલિન તત્વ મળી આવે છે, જે ઘેટાં માંથી બનાવવામાં આવે છે. તો હવે તમને અંદાજો આવી ગયો હશે કે તમે જેને શાકાહારી સમજી ખાઈ રહ્યા હતા, તે અસલમાં માંસાહારી પદાર્થ નીકળ્યો.

2. જૈમ :

ઘણા બધા લોકો એવા હોય છે જેમને નાસ્તામાં બ્રેડ સાથે જૈમ ખાવાનું પસંદ હોય છે. અને ખાસ કરીને બાળકોને તો જૈમ ઘણું જ વધારે પસંદ હોય છે. એવામાં એવું કહેવામાં આવે છે કે જૈમને ફાળોના પલ્પ માંથી બનાવવામાં આવે છે, પરંતુ જણાવી દઈએ કે જૈમમાં જિલેટિન નામનું પદાર્થ હોય છે અને જિલેટિન જાનવરોમાં મળી આવે છે.

3. સૂપ :

ઘણીવાર તમે બીમાર થાવ છો તો ડોક્ટર તમને સૂપનું સેવન કરવાની સલાહ આપે છે. એવું એટલા માટે કારણ કે તે આપણા સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે. અને જો સૂપની વાત કરીએ તો એને ફળો અને શાકભાજીઓ દ્વારા બનાવવામાં આવે છે. તો તમે વિચારી રહ્યા હસો કે સૂપ કઈ રીતે માંસાહારી થયું? તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, હોટલમાં સૂપ બનાવવા માટે જે સૉસનો ઉપયોગ થાય છે તે માછલી માંથી બને છે.

4. બિયર અને દારૂ :

જેવું કે તમે બધા જાણો છો કે આજકાલની પાર્ટીઓ બિયર અને દારૂ વગર અધૂરી ગણાય છે. અને આજકાલ લોકો બિયર અને દારૂનું સેવન ઘણું વધારે કરવા લાગ્યા છે. જો કે તે સ્વાસ્થ્ય માટે ઘણું જ હાનિકારક હોય છે. તે લીવર ખરાબ કરે છે અને કેન્સરનું કારણ બને છે. પરંતુ જણાવી દઈએ કે દારૂને સાફ કરવા માટે ઈજિનગ્લાસનો પ્રયોગ કરવામાં આવે છે, જે માછલીના બ્લેડર માંથી બને છે. તો હવે તમને ખબર પડી ગઈ કે બિયર અને દારૂ માંસાહારની શ્રેણીમાં આવે છે.

5. વ્હાઈટ શુગર :

હાલમાં ઘણા બધા લોકો વ્હાઈટ શુગરનો ઉપયોગ ગળ્યાના રૂપમાં કરવા લાગ્યા છે. પણ તમને ખબર નહિ હોય કે વ્હાઈટ શુગર બનાવવા માટે પ્રાકૃતિક કાર્બનનો ઉપયોગ થાય છે, જે બોન ચાર હોય છે. અને એને જાનવરોના હાડકાં માંથી બનાવવામાં આવે છે. એનો ઉપયોગ મુખ્યરૂપથી શુગરનું વિરંજન (બ્લીચિંગ) કરવામાં એટલે કે રંગ કાઢવા માટે થાય છે. એવામાં જો તમે શાકાહારી છો તો આ સામાનને ખાવાનું બંધ કરી દો.