આ 5 લક્ષણ જણાવે છે કે તમારી આત્મા ઘણી વખત જન્મ લઇ ચુકી છે, જાણો કદાચ તમારી ટેવો પૂર્વજન્મની હોય

0
1897

આત્માઓ અને પૂર્વજન્મની વાતો આજે પણ રહસ્ય છે. એક વખત માટે જો વિશ્વાસ કરી લેવામાં આવે કે પૂર્વજન્મ હોય છે, તો તમે જરૂર જાણવા માંગશો કે તમારી આત્મા એ પહેલી વખત જન્મ લીધો છે, કે પછી મનુષ્યના રૂપમાં આ જન્મ પહેલા તમે બીજા ઘણા જન્મ લઇ ચુક્યા છો. તેમજ ઘણીવાર તમારા જીવનમાં એવી ઘટનાઓ થાય છે, જેનો તમારા વાસ્તવિક જીવન સાથે કોઈ સંબંધ નથી હોતો.

અથવા થોડા એવા લોકો સાથે મુલાકાત થાય છે જેને આપણે પહેલી વાર મળી રહ્યા હોય છે, છતાં પણ એમની થોડી આદતો તમારી સાથે એ રીતે જોડાયેલી હોય છે, કે આસ-પાસના લોકો પણ જોઈને ચક્કર ખાય જાય છે. એનો સંબંધ તમારા પૂર્વ જન્મ સાથે જોડાયેલો હોય છે. તો આવો તમને જણાવીએ આ 5 લક્ષણ. જો તમારામાં પણ છે આ લક્ષણ તો સમજો આ પહેલા ઘણા જન્મ લઇ ચૂકેલ છે તમારી આત્મા કે કહેવામાં આવે કે આ જન્મ તમારો પૂર્વ જન્મ છે.

અજાણ્યો ડર :

જો તમને કોઈ વાતનો વધારે પડતો ડર હોય, પણ આશ્ચર્યજનક રીતે તેનો તમારા વર્તમાન જન્મ સાથે કોઈ સંબંધ જ ન હોય. જેમ કે તમે ઉંચાઈ, પાણી, આગથી ડરો છો, પણ તમારા અત્યારના જીવનમાં એવી કોઈ ઘટના બનેલ ન હોય કે તમે તેનાથી એટલા ડરો. તો એ તમારા પૂર્વના જન્મ વિષે હોઈ શકે છે.

એક જ સપનું તમને વારંવાર આવવું :

મિત્રો હંમેશા જો તમને એક જ સપનું વારંવાર આવી રહ્યું છે, તો તેનો સંબંધ તમારા પૂર્વ જન્મ સાથે હોઈ શકે છે. એવા સપનામાં જોવા મળતા લોકો તમારા જાણીતા હોય તેવું લાગે છે. પણ તમને યાદ નથી આવતું કે તમે તેને ક્યાં જોયા છે, પણ તમને લાગે છે કે તમે તેને જરૂર ક્યાંક જોયા તો છે. આવી ઘટના તમારા પુનર્જન્મ વિષે જણાવી શકે છે.

પહેલી મુલાકાતમાં આત્મીયતા (પોતાપણું) :

કોઈ અજાણી વ્યક્તિને મળીને જો તમને પોતાપણું જેવું લાગી રહ્યું છે, તો એ તમારા પુનર્જન્મ સાથે જોડાયેલું હોય શકે છે. ઘણીવાર આપણે એવા લોકો સાથે મળીએ છીએ, જેને પહેલા આપણે મળ્યા નથી હોતા. પણ એમને જોઈને એવું લાગે છે કે જાણે વર્ષો પહેલાની આપણી ઓળખ હોય. આપણે સમજી નથી શકતા કે એ અજાણી વ્યક્તિ પ્રત્યે એવી ભાવના કેમ છે. અસલમાં તમે પોતાના પૂર્વ જન્મમાં એ વ્યક્તિ સાથે સારા સંબંધમાં રહ્યા હોય. થઈ શકે છે કે એ તમારા નજીકના વ્યક્તિ હોય. એટલા માટે અજાણી વ્યક્તિ પ્રત્યે આવી ભાવના આવી જાય છે.

કોઈ વસ્તુ પ્રત્યે ખાસ જોડાણ :

કોઈ વસ્તુ અથવા વ્યક્તિ માટે ખાસ ભાવનાત્મક જોડાણ તમારા પુનર્જન્મ સાથે જોડાયેલું હોઈ શકે છે. આ લોકો અથવા વસ્તુઓને જોતા જ તમારા મનમાં દયા અને સહાનુભૂતિનો ભાવ આવી જાય છે. જો તમારા મનમાં કોઈ વસ્તુ માટે અથવા કોઈ વ્યક્તિ પ્રત્યે એવો ભાવ છે, તો એનો સંબંધ તમારા પુનર્જન્મ સાથે હોય શકે છે. થઇ શકે છે કે પહેલાના આ જન્મમાં તમે એવી પરિસ્થિતિઓ સામે લડી રહ્યા હોવ, માટે તમારા મનમાં એમના પ્રત્યે વિશેષ દયા-ભાવ છે. એનો અર્થ છે કે તમે પહેલા પણ જન્મ લઇ ચુક્યા છો.

પૂર્વાભાસ :

અમુક લોકોને અઘટિત ઘટના (અનહોની) થવાનો અનુભવ પહેલાથી જ થઇ જાય છે. તમને પણ એવા લોકો મળ્યા હશે, જેમને અનહોની થવાનો ડર રહે છે. એને એ લોકોનો વહેમ પણ નથી કહી શકાતો, કારણ કે એમની મોટાભાગની વાતો સાચી નીકળે છે. જેવું કે આપણે બધા જાણીએ છીએ કે ઉંમરની સાથે જ વ્યક્તિ મેચ્યોર થાય છે. અહીં પણ એ જ થિયરી કામ આવે છે. તમારા શરીરમાં એક પ્રૌઢ આત્મા છે જે પહેલા જ જન્મ લઈ ચુકી છે. એટલા માટે ભવિષ્યમાં થવા વાળી ઘટનાઓનો આભાસ એમને પહેલાથી થઇ જાય છે. જો કે પાછળના જન્મના અનુભવનો આ જન્મ સાથે કોઈ સંબંધ નથી હોતો. પણ હાં, આ અર્થ જરૂર છે કે જે રીતે તમારી આત્મા પહેલા જન્મ લઇ ચુકી છે એ રીતે આગળ પણ જન્મ લેતી રહેશે.