480 km ની એવરેજ આપવા વાળી Hyundai ની નવી કાર 9 જુલાઈએ થશે લોન્ચ, જાણો આની કિંમત.

0
3678

આજના ઝડપી યુગમાં દરેક વ્યક્તિને વાહનની ખુબ જ જરૂરિયાત રહે છે, એટલા માટે જ દરેક વ્યક્તિ પાસે કોઈ ને કોઈ પ્રકારનું વાહન તો હોય જ છે. અને એ જરૂરી પણ છે. પણ એમાં વપરાતા પેટ્રોલ અને ડીઝલના ભાવ દિવસે ને દિવસે વધતા જાય છે. તેને પહોંચી વળવા માટે સરકાર અનેક પ્રયાસો કરે છે. તેથી જ સરકાર ઇલેક્ટ્રિક વાહનો ઉપર વધુ ભાર આપી રહી છે. અને આજના આ લેખમાં આવી જ એક કાર વિષે આપણે જાણીશું.

ભારતમાં હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાની પહેલી ઇલેક્ટ્રિક કારની આતુરતા પૂર્વક રાહ જોવામાં આવી રહી છે. હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયા નવી Kona EV ને આ વર્ષે ૯ જુલાઈ ના રોજ લોન્ચ કરવા જઈ રહી છે. આ ગાડીમાં બે વેરીએન્ટસ જોવા મળી શકે છે, જેમાં એક 39 kwh અને બીજું 64 kwg ની બેટરી સાથે આવશે, જે સિંગલ ચાર્જ ઉપર ૪૮૦ કી.મી. નું અંતર પસાર કરી શકે છે. પરંતુ હ્યુન્ડાઈ તરફથી ભારતના બજારમાં તેને બે કે ત્રણ વર્ઝનમાં બહાર પાડવાને લઈને ખુલાસો કરવામાં આવ્યો નથી.

નવી Kona EV માં 39.2 kWh ની બેટરી આપવામાં આવી શકે છે. જો કે 135 bhp નો પાવર અને 335 Nm નો ટોર્ક આપશે. ફૂલ ચાર્જ થઇ ગયા પછી કાર ૪૦૦ કી.મી.થી વધુનું અંતર કાપી શકશે. તે ઉપરાંત ૦ થી ૧૦૦ કી.મી. પ્રતિ કલાકની ઝડપ મેળવવામાં આ કારને ૯.૩ સેકન્ડનો સમય લાગશે. તે ઉપરાંત તેમાં ફાસ્ટ ચાર્જીંગની પણ સુવિધા મળશે. તેને ૫૪ મિનીટમાં ૦ થી ૮૦ ટકા સુધી ચાર્જ કરી શકાશે.

નવી Kona EV ની સંભવિત કિંમત ૨૫ લાખ રૂપિયાની આસ પાસ હોઈ શકે છે, અને જો એવું થશે તો આ ઘણી મોંઘી કાર ગણાશે. કંપની તેને CKD રુટ દ્વારા લાવશે અને ભારતમાં ચેન્નઈ પાસે આવેલા Hyundai ની શ્રીપેરુમબુદુર ફેકટરીમાં એસેમ્બલ કરશે.

જો વાત કારના ફીચરની કરીએ, તો નવી Kona EV માં Bluelink connectivity ને ઉમેરી શકાય છે. આ એ ટેકનોલોજી છે જે હાલમાં જ બહાર પડેલી Venue માં રહેલી છે. કારમાં ઓટોમેટિક ક્લાઈમેંટ કંટ્રોલ, LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ અને DRLs, ઇલેક્ટ્રિક સનરૂફ, રેન સેનસિંગ, વાઈપર્સ જેવા ફીચરને સ્થાન મળશે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા જ વિશ્વાસ સાથે અમે તમને હ્રદયપૂર્વક વિનંતી કરીએ છીએ કે, આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેયર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેયર કરવાથી જો કોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે, તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુ માં વધુ લોકોને જરૂરથી શેયર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.