47 વર્ષની ઉંમર અને બે બાળકોની માં હોવા છતાં વેટ લિફ્ટિંગમાં જીત્યા 4 ગોલ્ડ મેડલ, જાણો કેવી રીતે.

0
448

૪૫ની ઉંમર વટાવી ગયા પછી લોકો પોતાની ફીઝીકલ એક્ટીવીટીને પણ ઓછી કરતા જાય છે, તે ઉંમરનો એવો ચડાવ હોય છે, જયારે લોકો ભારે વજન નથી ઉપાડતા અને પરસેવો વહાવવા લાયક કોઈ મહેનતનું કામ કરવાનું પણ પસંદ નથી કરતા. મોટાભાગે આ ઉંમરના લોકો એક આરામદાયક જીવન જીવવાનું પસંદ કરે છે. આમ તો ૪૭ વર્ષની ભાવના ટોકેકરની ગણતરી વિચાર થોડા અલગ છે. તે જયારે ૪૦ વર્ષની થઇ તો તેણે વેટ લીફટીંગ (વજન ઉપાડવું) ની ટ્રેનીંગ લેવાનું શરુ કરી ચુકી હતી.

ત્યાર પછી હાલમાં જ તે ૪૭ વર્ષની ઉંમરમાં તેમણે ઇન્ટરનેશનલ કક્ષાએ દેશ માટે એક કે બે નહિ પરંતુ પુરા ૪ ગોલ્ડ મેડલ જીતી સૌની છાતી ગર્વથી મોટી કરી દીધી. ખાસ કરીને હાલમાં જ રૂસમાં ઓપન એશિયન પાવરલીફટીંગ ચેમ્પિયન શીપ ઓફ AWPC/WPC નું આયોજન થયું હતું, તેમાં ભાગ લીધા પછી ભાવનાએ ચાર મેડલ પ્રાપ્ત કર્યા.

ભાવના મૂળ પુણેની રહેવાસી છે અને બે બાળકોની માતા પણ છે. આ ઉંમરમાં મહિલાઓ ઘરમાં હાઉસ વાઈફ બનીને રહેવાનું પસંદ કરે છે પરંતુ ભાવના જીવનમાં કાંઈક બીજું કરવા માગતી હતી. ભાવનાના પતિની વાત કરીએ તો તે ઇન્ડિયન યરફોર્સમાં પાયલોટ છે.

આવો હવે તમને જણાવીએ કે ખરેખર ભાવના આ વેટ લીફટીંગના ક્ષેત્રમાં કેવી રીતે આવી ગઈ. થયું એવું કે ૪૧ વર્ષની ઉંમરમાં ભાવનાને પોતાની શક્તિ વધારવાની ઈચ્છા થઇ એટલા માટે તેમણે તાલીમ લેવાનું શરુ કરી દીધું. તેના માટે ઇન્ડિયન યરફોર્સની બોડી બિલ્ડીંગ ટીમે પણ તેની મદદ કરી. આમ તો વેટ લીફટીંગ દરમિયાન ઈજાગ્રસ્ત થવાનું જોખમ પણ રહે છે એટલા અંતે ભાવનાએ પહેલા એ વિષય ઉપર ઈન્ટરનેટ ઉપર રીસર્ચ કરવાનું શરુ કરી દીધું.

ભાવના તે દરમિયાન વધુ સમય ઘરે જ પસાર કરતી હતી તેવામાં તે સમયનો ફાયદો ઉઠાવીને તેમણે વેટ લીફટીંગ વિષે ઈન્ટરનેટ ઉપર ઘણી બધી જાણકારી પ્રાપ્ત કરવાનું શરુ કરી દીધું. યુટ્યુબ ઉપર પણ ઘણા વિડીયો જોયા, ઢગલાબંધ આર્ટીકલ્સ પણ વાંચ્યા. ત્યાર પછી ૬ વર્ષ સુધી ઇન્ડિયન એયરફોર્સની બોડી બિલ્ડીંગ ટીમના માર્ગદર્શનમાં ઘણી મહેનત કરી. ત્યાર પછી એક દિવસ ભાવનાએ આ પ્રતિયોગીતા વિષે ઈંસ્ટાગ્રામ માંથી જાણકારી મળી, તો તેમણે તેમાં ભાગ લઇ લીધો.

આ સંપૂર્ણ સમય ભાવનાના પોતાના પતિ જી.પી. કેપ્ટન એસ ટોકેકરનો પુરતો સપોર્ટ રહ્યો. પરંતુ તેમના પતિ તો ભાવનાને સાથે જ તાલીમ આપતા રહેતા હતા. તે બંને એક સાથે હાફ મેરાથન રેસમાં ભાગ પણ રહી ચુક્યા છે. જે પ્રતિયોગીતામાં ભાવનાએ ચાર સ્વર્ણ ચંદ્રક જીત્ય છે, તેમાં લગભગ ૫૦૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમાંથી ૧૪ ખેલાડી ભારતીય હતા. આ પ્રતિયોગીતાનો મુખ્ય ઉદેશ્ય બધા એથલીસ્ટને એકઠા કરી પોતાનું ટેલેન્ટ દેખાડવાની તક પૂરી પાડવાનું હતું.

સોશિયલ મીડિયા ઉપર ભાવનાની હિંમત અને ટેલેન્ટની ઘણી પ્રસંશા થઇ રહી છે. લોકોને વિશ્વાસ નથી આવી રહ્યો કે ભાવનાએ ૪૭ વર્ષની ઉંમરમાં આ કામ કરી બતાવ્યું છે. ખરેખર જો તમે એક વખત મનમાં નક્કી કરીને કાંઈ કરવાનું નક્કી કરી લો છો, તો કોઈપણ ધ્યેય પ્રાપ્ત કરી શકાય છે. ભાવના તેનો જીવતો જાગતો દાખલો છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.