45 % ભારતીઓને મળે છે 10 હજાર રૂપિયાથી ઓછો પગાર, એક સર્વેમાં થયો ખુલાસો, જાણો વધુ વિગત

0
576

ભારતમાં નોકરી માટે ઘણી હાડમારી છે, અને નોકરી કરે છે તેને પણ ઘણો ઓછો પગાર મળે છે, જાણીએ તેના વિષે વિગતવાર.

દેશના શહેરોમાં નોકરીમાં લાગેલા ૪૫ ટકા ભારતીયોને ૧૦ હજાર રૂપિયા કે પછી તેનાથી ઓછો પગાર મળે છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા સર્વે મુજબ આ વાત સામે આવી છે.

મહિલાઓને મળે છે ઓછો પગાર

ઇકોનોમિકસ ટાઈમ્સના એક અહેવાલ મુજબ કેન્દ્ર સરકારે એનએસએસઓ દ્વારા જુના રોજગારી ડેટાને દુર કરીને નવા પીરીયોડીક લેબર ફોર્સ સર્વે બહાર પાડી દીધો છે. નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ માટે જાહેર કરવામાં આવેલા સર્વે મુજબ ૨૦૧૧-૧૨થી ૨૦૧૭-૧૮ વચ્ચે કામ કરતા લોકોની સંખ્યામાં પાંચ ટકાનો વધારો થયો છે. સર્વે મુજબ જે મહિલાઓ અને પુરુષ નોકરી કરે છે, તે ફેજુઅલ અને સ્વયંનું કામ કરવા વાળા કરતા વધુ કમાય છે.

શહેર, ગામ વચ્ચે ચાલે છે ખાડો

આમ તો કમાણીની બાબતમાં હાલમાં પણ શહેર અને ગામ વચ્ચે ખાડો ચાલુ છે. તમામ સેક્ટરમાં શહેરમાં મળતા પગારની સરખામણીમાં ગામના લોકોને ઓછો મળે છે. અને મહિલાઓ અને પુરુષોને મળતા પગારમાં પણ ઘણી અસમાનતા જોવા મળી.

૬૩ ટકા મહિલાઓને ૧૦ હજાર રૂપિયાથી ઓછો પગાર મળે છે. અને ૩૨ ટકા મહિલાઓને પાંચ હજાર રૂપિયા પગાર મળે છે. ગ્રામીણ વિસ્તારોમાં ૫૫ ટકા લોકો ૧૦ હજાર રૂપિયાથી ઓછો પગાર મેળવે છે. શહેરી વિસ્તારોમાં સંખ્યા ૩૮ ટકા છે.

માત્ર ત્રણ ટકા લોકોને સારો પગાર

સર્વે મુજબ આખા દેશમાં માત્ર ત્રણ ટકા કામ કરવા વાળાની સંખ્યા એવી છે, જે સારો પગાર મેળવે છે. તેમનો પગાર ૫૦ હજાર રૂપિયાથી એક લાખ રૂપિયા વચ્ચે છે. અને એક લાખ રૂપિયાથી વધુ પગાર મેળવવા વાળાની સંખ્યા માત્ર ૦.૨ ટકા છે.

ગ્રામીણ વિસ્તારોમાં પુરુષોનો પગાર વધુ

ગ્રામીણ વિસ્તારોમાં પુરુષોનો સરેરાશ દર મહિને ૧૩ થી ૧૪ હજાર વચ્ચે પગાર મળે છે. અને મહિલાઓને ૮૫૦૦થી લઈને ૧૦ હજાર રૂપિયા વચ્ચે પગાર મળે છે. બીજી તરફ શહેરી વિસ્તારોમાં કામ કરવા વાળા પુરુષોનો સરેરાશ ૧૭ થી ૧૮ હજાર રૂપિયા વચ્ચે અને મહિલાઓને ૧૪ થી ૧૫ હજાર વચ્ચે પગાર મળે છે.

વસ્તીના હિસાબે જુવો તો ગ્રામીણ વિસ્તારોમાં ૫૪.૯ ટકા પુરુષ અને ૧૮.૨ ટકા મહિલાઓ નોકરી કરે છે. અને શહેરી વિસ્તારોમાં ૫૭ ટકા પુરુષ અને ૧૫.૯ ટકા મહિલાઓ નોકરી કરે છે. સ્વ-રોજગારથી ૫૨.૨ ટકા લોકો ગામમાં પોતાની કમાણી કરે છે, અને શહેરોમાં તેનો આ આંકડો ૩૨.૪ ટકા છે.

ચોકીદારોને મળે છે સૌથી ઓછો પગાર

સર્વે મુજબ ચોકીદાર અને કચરો વીણવા વાળાને સૌથી ઓછો પગાર મળે છે. તેને સરેરાશ સાત હજાર રૂપિયા પગાર મળે છે. બીજા નંબર ઉપર માછલી પાલન અને કૃષિ કામ કરવા વાળા વ્યક્તિ છે. આખા દેશમાં ચોથા ભાગની વસ્તી ૨૦ હજાર રૂપિયાથી ઓછો પગાર મેળવે છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.