40 વર્ષમાં 110 લડાકુ વિમાન ગાર્ડનમાં સજાવ્યા, આ છે દુનિયાનો સૌથી મોટો પ્રાઇવેટ લડાકુ વિમાનોનો ઢગલો.

0
637

દુનિયામાં ઘણા એવા માણસો હોય છે, જેને જૂની વસ્તુ સંગ્રહ કરવાનો શોખ હોય છે, ઘણા લોકો જુનું ચલણી નાણાનો સંગ્રહ કરતા હોય છે, તો ઘણા જુની ટપાલ ટીકીટનો સંગ્રહ કરતા હોય છે, તો ઘણા જુના વાહનોનો સંગ્રહ કરતા હોય છે, તો ઘણા જુના ઈલેક્ટ્રોનિક સાધનોનો સંગ્રહ કરતા હોય છે, આજે અમે તમને એક એવી વસ્તુના સંગ્રહ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જેના વિષે તમે જાણીને આશ્ચર્યચકિત રહી જશો.

ફ્રાંસના બીઓના ટાઉનમાં ૮૭ વર્ષના નીશેલ પોંટે બનાવી સૌથી મોટી પ્રાઈવેટ ફલિટ, તેમાં એફ-૧૬ પણ સામેલ

આટલી મોટી સંખ્યામાં ફાઈટર પ્લેન કલેક્ટ કરવા વાળા પોંટ દુનિયાના એકમાત્ર માણસ છે, તે તેને પ્રાઈવેટ મ્યુઝીયમ કહે છે.

રેસ જીતવા ઉપર સેના તરફથી પહેલું વિમાન મળ્યું હતું, હવે પ્રવાસીઓ પાસેથી મળતા પૈસા માંથી વિમાન ખરીદે છે.

પેરીસ. ફ્રાંસના બીઓને ટાઉનમાં ૮૭ વર્ષના મિશેલ પોંટે પોતાના ગાર્ડનમાં ફાઈટર પ્લેન સુશોભિત કરી રાખ્યા છે. ખાસ વાત એ છે કે આ વિમાન કોઈ સેનાના નથી, પરંતુ દુનિયાની સૌથી મોટી પ્રાઈવેટ ફલિતનો ભાગ છે. અહિયાં ૧૧૦ ફાઈટર પ્લેન ઉભા છે. પોંટ તેને પોતાનું પ્રાઈવેટ મ્યુઝીયમ પણ કહે છે. આ ફલિતમાં હાલમાં જ એક એફ-૧૬ પણ સામેલ થયું છે.

ગીનીઝ બુકમાં પોંટનું નામ નોંધાયું, દર વર્ષે ૪૦ હજાર પ્રવાસીઓ જોવા આવે છે.

૧. આટલી સંખ્યામાં ફાઈટર પ્લેન એકઠા કરવા વાળા પોંટ દુનિયાના એકમાત્ર માણસ છે. તેનું માન ગીનીઝ બુક ઓફ વર્ડ રેકોર્ડમાં પણ નોધાયું છે.

૨. તેને જોવા માટે વર્ષ ક્રિયાન ૪૦ હજાર પ્રવાસીઓ આવે છે. પોંટે જણાવ્યું કે તે પાયલોટ રહી ચુક્યા છે. તેમણે ૧૯૮૦માં આ રીટાયર પ્લેનોને કલેક્ટ કરવાનું શરુ કર્યું હતું.

૩. તેનો હેતુ હતો – તેને ભંગાર થવાથી બચાવવા. તેને પહેલું વિમાન સેના તરફથી એક રેસ જીતવા ઉપર ઇનામમાં મળ્યું હતું. હવે તે પ્રવાસીઓ દ્વારા મળતી રકમ માંથી પ્લેન ખરીદે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.