આ વૈજ્ઞાનિકે એવું એક ઝાડ બનાવી નાખ્યું, જેના ઉપર ચાલીસ અલગ અલગ પ્રકારના ફળ ઉગશે.

0
1135

તમે લોકોએ હંમેશા ઝાડ ઉપર એક જ પ્રકારના ફળ જોયા હશે. હવે ૪૦ ફળો વાળું એક ઝાડ પણ જોશો. અમેરિકાના સેમ વોર્ન એકન તે બનાવનારા વેજ્ઞાનિક છે. તેમણે એક જ ઝાડની અલગ અલગ ડાળીઓ ઉપર ૪૦ પ્રકારના ફળ ઉગાડી દીધા છે. આ વિચિત્ર ઝાડ ‘ટ્રી ઓફ ૪૦ ફ્રુટ’ ઉપર પીચ, આલુબુખારા, લીચી, ચેરી, બદામ, ખુમાની(જરદાળુ) જેવા ૪૯ સ્ટોન ફ્રુટ ઉગશે. (એવા ફળ જેની ગોટલી જાડી અને કડક હોય છે.)

કોણ છે સેમ વોર્ન એકન?

તે એક વેજ્ઞાનિક છે અને સાથે સાથે સિરાક્યુઝ યુનીવર્સીટીમાં વિજુઅલ આર્ટસના પ્રોફેસર પણ છે. સેમે કમ્યુનિકેશન, વનસ્પતિ વિજ્ઞાન, કૃષિ, હવામાન વિજ્ઞાન અને ટેકનોલોજીમાં માસ્ટરી મેળવી છે. ટ્રી ઓફ ૪૦ ફ્રુટ, જેને લોકો મોનસ્ટર ટ્રી પણ કહે છે એ વિજ્ઞાનનું આ નવું મોડલ છે, જેને સેમે ૨૦૧૧માં બનાવ્યું હતું.

સેમે આ ઝાડ ગ્રાફટીંગ ટેકનીકથી તૈયાર કર્યું છે. ગ્રાફટીંગનો અર્થ એક છોડ ઉપર બીજા પ્રકારના છોડને જોડવું એવો થાય છે. જેને આપણે ત્યાં કલમ કરવી કહે છે. સૌથી પહેલા સેમે ગ્રાફટીંગ થતા ફ્રેંકનસ્ટાઇનમાં જોયું હતું. જે જોઇને તેના મનમાં ગ્રાફટીંગનો નવો વિચાર આવ્યો. સિરાકયુંઝ યુનીવર્સીટીમાં તેમણે પ્રયોગ કરવાનું શરુ કરી દીધું.

સેમ વોર્ન એકન પેંસીલ્વેનયાના ખેતરમાં ઉછર્યા હતા. પોતાના પ્રોજેક્ટમાં તે ત્યાંના ખેડૂતોનો મોટો ફાળો ગણે છે. સેમ કહે છે કે, ઝાડ ઉપર પ્રયોગ કરવો એક પડકાર છે. જુદા જુદા પ્રકારના ઝાડને એક ઝાડ ઉપર ઉગાડવું એવું કામ છે, જેવું કે માણસમાં જુદા જુદા જાનવરોના અંગ ફીટ કરવા.

કોઈ ભલે તેને એક મોનસ્ટર ટ્રી જ કેમ ન કહે, પરંતુ સેમ માટે આ ખુબ કિંમતી આર્ટ નમુનો છે.

કેવી રીતે કરી બતાવી આ કારીગરી?

એક ઝાડ ઉપર ૪૦ ફળ માટે સેમે ચીપ ગ્રાફટીંગનો ઉપયોગ કર્યો છે. ચીપ ગ્રાફટીંગમાં કોઈ ફળવાળા છોડની એક ડાળીના ટુકડાને કાપીને એક ઝાડની ડાળી ઉપર ઉગાડવામાં આવે છે. આમ તો તેમાં બે છોડને જોડવામાં આવે છે. પરંતુ આ ટેકનીક દ્વારા એકથી વધુ છોડ પણ એક જ ઝાડ ઉપર જોડી શકાય છે. સેમનું કહેવું છે કે, કયો ગ્રાફ્ટ વધુ સારી રીતે ઉગશે તેના વિષે શરુઆતમાં ખબર નથી પડતી.

તેનું કોઈ ચોક્કસ સેટ મોડલ નથી. એટલા માટે જરૂરી છે કે તમામ છોડ એક પ્રકારના હવામાન અને માટીમાં ઉગતા હોય. તેના ટીશું પણ સરખા હોય. સેમે આવા પ્રકારના ૧૬ ઝાડ પોતાના દેશના ૭ રાજ્યોમાં ઉગાડ્યાં છે. સેમના આ ઝાડ અર્કોસસ, કેંટકી, મેન, ન્યુ જર્સી, ન્યુ યોર્ક અને પેંસીન્વેનિયામાં જોવા મળી શકે છે.

ઘણા વર્ષોની મહેનત પછી તે તૈયાર કરવામાં આવ્યું છે. આ ઝાડની ખાસિયત છે કે, તેની ઉપર એક મહિનાથી વધુ સમય સુધી ફૂલ ખીલે છે. વસંત મહિનામાં તે આછા ગુલાબી, સફેદ રંગના ફૂલોથી ભરાઈ જાય છે. અને ઋતુ પૂરી થતા સુધી તેની દરેક ડાળીઓ ઉપર પોતાની જાતના ફળ ઉગવાનું શરુ થઈ જાય છે.

સેમ ઈચ્છે છે કે, લોકો આ ઝાડને જોઇને પ્રશ્ન કરે, અને આ ઝાડ વિષે ડીટેલમાં જાણે. કેમ કે ફળો અને રંગોનું એટલું સરસ કોમ્બીનેશન તેને ક્યાય જોવા મળતું નથી.

શું વિશેષતા છે આ ઝાડમાં?

સેમે આ પ્રોજેક્ટમાં ૨૫૦ પ્રકારના સ્ટોન ફ્રુટ વાળા છોડનો ઉપયોગ કર્યો છે. સ્ટોન ફ્રુટની લુપ્ત થઇ રહેલી જાતિઓને બચાવવાની આ એક પહેલ છે. બજારમાં સ્ટોન ફ્રુટની અમુક જાતિઓની માંગ છે. આ પ્રોજક્ટની મદદથી એ લુપ્ત થઇ રહેલી જાતિઓને બચાવવા માંગે છે. સેમ હંમેશા ૨૦ થી ૪૦ છોડને મેળવીને એક ઝાડ તૈયાર કરે છે. પહેલુ ઝાડ ૨૦૧૧માં ઉગાડવામાં આવ્યું હતું અને ત્રણ વર્ષ પછી તે  ફૂલોથી ભરાઈ ગયું હતું.

સેન જોસના ચિલ્ડ્રન ડીસ્કવરી મ્યુઝીયમમાં ‘ટ્રી ઓફ ૪૦ ફ્રુટ’ ઉગાડવામાં આવશે. એમ કરવાથી બાળકોને આર્ટ પીસ સાથે મળવાની તક મળશે. બાળકો જોસમાં મળી આવતા સ્ટોન ફ્રુટના સ્થાનિક ઈતિહાસને જાણી શકશે. આ પ્રોજેક્ટથી એરીયાની સ્ટોન ફ્રુટ ડાઈવર્સીટી પણ વધશે.

આ માહિતી ધ લલ્લનટોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.