4 વર્ષથી મોટા બાળકોએ ના પહેર્યું હેલ્મેટ તો માં-બાપનો કપાશે મેમો, જાણો વધુ વિગત.

0
978

આજકાલ વાહનોની સંખ્યા ઘણી વધી ગઈ છે અને લોકો વાહન પણ બેફામ ચલાવતા હોય છે, અને રોડ અકસ્માતો પણ ઘણા બનતા રહે છે.

હેલ્મેટ વગર બાઈક ચલાવવું ટ્રાફિક નિયમો વિરુદ્ધ છે. તેવામાં જે લોકો હેલ્મેટ વગર મોટરસાયકલ ચલાવતા પકડાઈ જાય છે, તો ટ્રાફિક પોલીસ તેનું ચલણ કાપે છે. તેવામાં પ્રશ્ન એ છે કે તે નાના બાળકોનું શું? જે હેલ્મેટ વગર બાઈક ઉપર મુસાફરી કરે છે. એટલે પીએમ નરેન્દ્ર મોદીની આગેવાની વાળી સરકાર Motor Vehicles Amendm બીલ લઈને આવે છે, જે લોકસભામાં પાસ થઇ ગયું છે.

આમ તો હાલમાં રાજ્યસભામાં પણ પાસ થવાનું છે. જો આ બીલ રાજ્યસભામાં પણ પાસ થઇ જાય છે, તો ચાર વર્ષથી મોટા બાળકોને પણ હેલ્મેટ પહેરવું પડશે (મોદી સરકારે નવા બીલમાં ૧૦ ગણું વધુ કપાશે ચલણ – નીચે વિડીયોમાં જુવો સંપૂર્ણ માહિતી)

આ નવા બીલમાં હેલ્મેટ વગર બાઈક ચલાવી રહેલા વ્યક્તિને ૧૦૦ રૂપિયાને બદલે ૧૦૦૦ રૂપિયાનું ચલણ ભરવું પડશે. આ બીલ માત્ર એટલે સુધી જ નથી. ખાસ કરીને આ બીલમાં ચાર વર્ષના મોટા છોકરાને પણ હેલ્મેટ પહેરવાની જોગવાઈ છે. તેવામાં જો આ બીલ રાજ્યસભામાં પણ પાસ થઈ જાય છે, તો ચાર વર્ષથી મોટા બાળકોને હેલ્મેટ ન પહેરવા ઉપર માતા-પિતાને દંડ ભરવો પડશે.

ખાસ કરીને Motor Vehicles Amendm બીલ મુજબ આ મોટા (પુખ્ત) વ્યક્તિની જવાબદારી છે કે તેની સાથે મુસાફરી કરી રહેલા બાળક યોગ્ય સ્થિતિમાં બેઠું છે કે નહિ. એટલે જો તમારા બાઈક ઉપર બેઠેલું બાળક યોગ્ય રીતે સુરક્ષિત નથી, તો તમારે ૧૦૦૦ રૂપિયાનું ચલણ ભરવું પડી શકે છે.

ખાસ કરીને ભારતમાં દરરોજ લગભગ ૪૦૦ લોકોનું રોડ અકસ્માતમાં મૃત્યુ થઇ જાય છે. અને એક વર્ષમાં લગભગ ૧.૫ લાખ લોકો રોડ અકસ્માતમાં મરી જાય છે. જયારે લગભગ ૫ લાખ લોકો રોડ અકસ્માતમાં ઘાયલ થઇ જાય છે. તેવામાં આ અકસ્માત રોકવા માટે સરકાર Motor Vehicles Amendm બીલ લઈને આવી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.