4 રાશિઓ માટે લકી છે ડિસેમ્બર મહિનો, જાણો કોણ થવાનું છે માલામાલ

0
419

આ 4 રાશિઓ માટે ખુબ ભાગ્યશાળી રહેશે ડિસેમ્બર મહિનો, થશે બમણો ધનલાભ. વર્ષનો છેલ્લો ડીસેમ્બર મહિનો આવી ગયો છે. ઘણી રાશી વાળા માટે આ મહિનો ઘણો વિશેષ રહેવાનો છે. જ્યોતીષાચાર્યોના કહેવા મુજબ કર્ક, સિંહ, મકર અને મીન રાશીના લોકો આર્થીક બાબતે મજબુત રહેશે. અને અનેક રાશીના લોકોને ખર્ચ આ મહિનામાં ઘણો વધી શકે છે.

મેષ – નાણાકીય બાબતોમાં તમને સફળતા મળવાની પ્રબળ સંભાવના છે. આવકની નવી તકો ઉભી હશે. નવી નોકરીમાં સારી સેલેરી મળી શકે છે. ખર્ચની વાત કરીએ તો જરૂરી કાર્યોમાં ધન ખર્ચ થશે. કોઈ ખાસ સંબંધી કે મિત્રના લગ્નમાં પૈસા ખર્ચ થશે. આમ તો આ મહીને તમારી આવક સારી રહેવાની છે.

વૃષભ રાશી – આ મહીને તમે ઈચ્છા મુજબ બચત નહિ કરી શકો. તમારા પૈસા એ વસ્તુ ઉપર ખર્ચ થઇ શકે છે, જે તમારા માટે જરૂરી નથી. તમારા કોઈ નજીકના મિત્ર તમારી પાસે આર્થિક મદદ માગી શકે છે. જીવનસાથીની જોબ જતી રહેશે. તે ઉપરાંત બાળકોના અભ્યાસ ઉપર પણ આ મહીને વધુ ખર્ચ કરવો પડશે.

મિથુન રાશી – આર્થિક દ્રષ્ટીએ આ મહિનો તમારા માટે વધુ સારો નથી. આવકમાં ઘટાડો થઇ શકે છે. ધનના સાધન પણ ઓછા થઇ શકે છે. ઘરના કોઈ કાર્યક્રમમાં તમારા પૈસા વધુ ખર્ચ થશે. મોસાળ પક્ષના સંબંધીઓ તમારી પાસેથી આર્થિક મદદની આશા રાખી શકે છે. આ મહીને તમારી કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ શકે છે. એટલા માટે તમારી વસ્તુનું ધ્યાન રાખો.

કર્ક રાશી – તમારે તમારી આર્થિક બાબતોને લઈને વધુ ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે આ મહીને ગ્રહ નક્ષત્ર તમને પૂરો સાથ આપશે. આર્થિક પક્ષ મજબુત હોવાથી તમે થોડું રોકાણ પણ કરી શકો છો. જે લોકો વેપાર કરે છે તેને પણ આ મહીને ઈચ્છા મુજબ ફળ મળવાના છે. આ મહીને અટકેલું ધન પણ પાછુ મળશે. બિજનેસ કરવા વાળાને આ મહીને કાંઈક નવું કામ શરુ કરવા વિષે પણ વિચાર કરવો જોઈએ, કેમ કે તમારા આ પ્રયત્ન સફળ થવાની પૂરી સંભાવના છે.

સિંહ રાશી – આ મહીને તમે આર્થિક બાબતે સારું કરવામાં સફળ થશો. ધનની બચત થશે. દૈનિક ખર્ચા પુરા કરવા માટે જીવનસાથીનો સહકાર પ્રાપ્ત થશે. નિયમિત આવક ઉપરાંત પણ તમને આવક પ્રાપ્ત થશે. ખર્ચ લીમીટ બહાર ન કરશો. આર્થિક બાબતે તમે સંતુષ્ટ જોવા મળશો. આ મહીને તમે તમારા કોઈ મિત્ર કે સંબધીની આર્થિક મદદ કરશો.

કન્યા રાશી – આર્થીક બાબતને લઈને તમને આ મહીને થોડી ચિંતાઓ થઇ શકે છે. તમારા ભાઈ બહેનો સાથે ધન સાથે જોડાયેલી કોઈ બાબતને લઈને તમે માથાકૂટ કરી શકો છો. આર્થિક સમસ્યાઓને લઈને તમારા સાસરિયા પક્ષના લોકો સાથે વાત કરી શકો છો અને તેની મદદ માગી શકો છો. જીવનસાથીની જોબમાં પણ મુશ્કેલી આવી શકે છે.

તુલા રાશી – આ મહીને તુલા રાશીના લોકોને આર્થિક બાબત સામાન્ય રહેશે. આર્થિક સંકટ વખતે બિજનેસ પાર્ટનર તમને આર્થીક મદદ કરશે. ઉંચી કિંમતે પ્રોપર્ટી ખરીદવાના યોગ ઉભા થશે. તે તમારા માટે નુકસાનીનો સોદો બની શકે છે. આ મહીને તમે ધનની બચત કરવામાં સફળ થશો. આમ તો આ બચત તમારા માટે વધુ સમય નહિ રહે. મહિનાના અંતિમ દિવસોમાં તમારે પૈસા વધુ ખર્ચ થશે.

વૃશ્ચિક રાશી – આર્થિક જીવનમાં તમારે થોડું સાવચેત રહેવાની જરૂર છે. ઓચિંતા ખર્ચ તમારી આર્થિક બાબત ખરાબ કરી શકે છે. આ રાશીના લોકોએ તેના આરોગ્ય ઉપર પણ વધુ ખર્ચ કરવો પડશે. જો તમે કોઈ પ્રોપર્ટીમાં રોકાણ કરવા વિષે વિચારી રહ્યા છો, તો પહેલા જાણકાર લોકોની સલાહ લઇ લો. માતા પિતા દ્વારા આપવામાં આવેલી નાણાકીય રકમ આ સમયે તેને પાછી મળી શકે છે.

ધન રાશી – આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો આ મહિનો ગણતરી મુજબ નથી. ધનની તકલીફ પહેલા જેવી જળવાઈ રહેશે. આમ તો સંતાનને કોલેજ માંથી શિષ્યવૃત્તિ પ્રાપ્ત થઇ શકે છે. જો તમે આ મહીને લોન માટે અરજી કરો છો તો તે લોન આવતા વર્ષે જુલાઈ માસ સુધી પાસ થઇ શકે છે. અચાનક આરોગ્ય બગડવાથી તમારું બજેટ બગડી શકે છે.

મકર રાશી – આર્થિક પક્ષ મજબુત કરવા માટે તમારે વધુ મહેનત કરવાની જરૂર છે અને આ પ્રયત્નોને લીધે આ મહીને તમને વધુ ધન પ્રાપ્ત થઇ શકે છે. આમ તો ખર્ચમાં પણ વધારો થશે. જીવનસાથીના કોઈ નવા બિજનેસ કે નવી જોબને કારણે આર્થિક સ્થિતિ મજબુત રહેશે. આ મહીને રોકાણ કરવામાં આવેલા રૂપિયાનો લાભ પણ મળશે. તમારી પાસે ધનના કોઈ સ્ત્રોત હશે, એટલા માટે તમારે વધુમાં વધુ બચત વિષે વિચારવું જોઈએ.

કુંભ રાશી – ભાઈ બહેનો તરફથી તમને આર્થિક મદદ મળવાની સંભાવના છે. જો તમે નવા ઘરમાં શિફ્ટ થવાનું વિચારી રહ્યા છો, તો તેમાં તમારે ઘણા બધા પૈસા ખર્ચ થઇ શકે છે. રોકાણ કે ઉધાર આપવાથી નુકશાન થશે. કોઈ પણ ક્ષેત્રમાં ધન રોકાણ કરતા પહેલા કોઈ અનુભવી વ્યક્તિની સલાહ જરૂર લો. આ મહીને તમે કોઈ વાહન પણ ખરીદી શકો છો.

મીન રાશી – આ મહીને તમે બચત કરવામાં સક્ષમ રહેશો. જો તમે પહેલાના સમયમાં રોકાણ કર્યું હતું, તો તેનાથી પણ ફાયદો મળવાની સંભાવના છે. જો કોઈ સરકારી ખાતામાં તમારું ધન ફસાયું હતું, તો તે પણ તમને મળી શકે છે. જો તમે તમારું કામ શરુ કરવા વિષે વિચારી રહ્યા હતા, તો પિતા પાસેથી આર્થીક મદદ મળી શકે છે.