રોજ સવારે 4 કાળા મરી ખાવા તમને હજારો રૂપિયા ખર્ચ કરવાથી બચાવી દેશે, જાણો ખાવાની સાચી રીત

0
24701

મિત્રો તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમને એક મહત્વ પૂર્ણ જાણકારી આપવાના છીએ. અને એ જાણકારી કાળી મરી વિષે છે. હા આજે અમે તમને કાળા મરી વિષે જાણકારી આપવાના છીએ.

આવો કાળા મરીના ફાયદા જાણીએ:

ખાંસીમાં મદદગાર :

ખાંસી થવા પર અડધી ચમચી કાળા મરીનું ચૂર્ણ અને અડધી ચમચી મધ મિક્ષ કરીને એને દિવસમાં 3 થી 4 વાર ચાટો, તેનાથી ખાંસી દૂર થઇ જશે.

ગેસની પ્રોબ્લેમ થવા પર :

એના માટે તમે એક કપ પાણીમાં અડધા લીંબુનો રસ નીચવીને, અને એમાં અડધી ચમચી કાળા મરીનું ચૂર્ણ અને અર્ધી ચમચી કાળું મીઠું(સિંધવ) મિક્ષ કરીને નિયમિત રૂપથી થોડા દિવસ પીવાથી ગેસની તકલીફ દૂર થઇ જાય છે.

ગળું બેસી જવું :

ગળું બેસી જવા પર કાળામરીને ઘી અને સાકર સાથે મિક્ષ કરવાથી ચાટવાથી બંધ ગળું ખુલી જાય છે, અને અવાજ પણ સૂરીલો થઇ જાય છે. 8-10 કાળી મરી લઈને પાણીમાં ઉકાળીને એ પાણીથી કોગળા કરવાથી ગળાનું સક્ર્મણ દુર થઇ જશે.

ત્વાચારોહણ :

કાળી મરીને ઝીણા પીસીને ઘી માં મિક્ષ કરી લેપ કરવાથી ચામડીનાં રોગ દૂર થઇ જાય છે.

પેટના કૃમિ (કરમિયા, કીડા) દૂર કરવા :

જો તમને પેટમાં કિડાની (કરમિયા) સમસ્યા હોય તો થોડી માત્રામાં કાળા મરીના પાઉડરને એક ગ્લાસ છાસમાં મિક્ષ કરીને પી લો. અથવા તો દ્રાક્ષની સાથે કાળી મરી દિવસમાં 3 વાર લો, તમને ફાયદો થશે તેનાથી પેટના તમામ કીડા મરી જશે.

આંખ માટે કાળા મરી :

જો તમારી આંખ નબળી છે, તો કાળા મરીને પીસીને એનો પાઉડર બનાવી લો. અને એને દેશી ગાયના ઘીની સાથે મિક્ષ કરવાથી તેનું નિયમિત સેવન કરવાથી તમારી આંખની કમજોરી દૂર થઇ જશે.

ગઠિયા રોગ :

જે લોકોને ગઠિયાના રોગની પરેશાની છે, તે લોકો તલના તેલને ગરમ કરીને તેમાં કાળા મરી મિક્ષ કરો અને એને ગઠિયા વાળી જગ્યા પર માલીસ કરો, આવું કરવાથી દુ:ખાવામાં આરામ મળશે.

શ્વાસની સમસ્યા :

જો શ્વાસ સંબંધિત કોઈ સમસ્યા હોય તો ફૂદીનાની છાંસમાં કાળા મરી એડ કરીને ખાવું તમારા માટે ફાયદા કારક સાબિત થશે.

ચહેરા માટે :

કાળા મરી ખાવાથી ચહેરાની ઘણી બધી સમસ્યાઓ જેવી કે દાગ-ધબ્બા, સ્કિનની બીમારીઓ સારી થઇ જાય છે.

હરસમાં પણ ફાયદાકારક :

હરસથી પરેશાન લોકો માટે કાળી મરી દવાથી ઓછા નથી. જીરું, સાકર અને કાળામરીના દાણાને પીસીને પાઉડર બનાવી લો અને આને સવાર સાંજ ખાવો આ પાઉડરથી હરસની સમસ્યા દુર થાય છે. પરંતુ આના માટે તમારે જંકફૂડ અને ઓઈલી ફૂડ ખાવાથી દૂર રહેવું પડશે.

દાંતોની સમસ્યા :

દાંતોની તમામ પ્રકારની સમસ્યાઓ જેવી કે દાંતનો દુ:ખાવો, દાંત ખરાબ થવા વગેરે કાળામરીથી સારું થઇ જાય છે. દાંતમાં દુ:ખાવો થાય ત્યારે કાળામરીના દાણાને ચાવવા જોઈએ, આનાથી દાંતનો દુ:ખાવો સારો થવા લાગે છે. દાંતોમાં પાએરિયાની સમસ્યા હોય તો મરીના પાઉડરને મીઠા સાથે મિક્ષ કરીને દાંતો ઉપર લગાવો. તમને રાહત મળશે.

નબળી યાદશક્તિ :

જો તમને યાદશક્તિ નબળી થવાની સમસ્યા છે, તો મધમાં કાળામરીનો પાઉડર મીક્ષ કરી દિવસમાં 2 વાર સેવન કરો. તમને જરૂર લાભ થશે.

પેટમાં ગેસ અને એસીડીટીની સમસ્યા :

પેટમાં ગેસ અને એસીડીટીની સમસ્યા થવા પર તમે તરત લીંબુના રસમાં કાળામરીનું પાઉડર અને મીઠું મિક્ષ કરી પી લો. આ તમારી અપચો અને ગેસની સમસ્યાને પણ થોડા સમયમાં દૂર કરી નાખશે.

શરદી અને ખાંસીમાં રાહત અપાવે :

ખાંસી થવા પર મધ સાથે કાળામરીના દાણાને ખાવા જોઈએ, અને આવું દિવસમાં 3 વાર કરવું. કાળા મરીની તીખાસ ગળા અને નાકની સમસ્યાને થોડા સમયમાં દૂર કરી દે છે. કાળામરી શરદીમાં ખુબજ ફાયદા કારક હોય છે, એટલા માટે દૂધમાં કાળામરી નાખીને નિયમિત પીવાથી શરદીની સમસ્યા દૂર થાય છે

હાઈ બલ્ડ પ્રેસરમાં ફાયદાકારક :

કાળામરી બ્લડ પ્રેસરને નિયંત્રિત કરવા અને શરીરને આરામ અપાવવામાં ઘણા ફાયદાકારક છે. જો તમને હાઈ બ્લડ પ્રેસરની સમસ્યા છે, તો રોજ જમ્યા પછી એક ચમચી કાળામરી એક ગ્લાસ પાણી સાથે પીવો તો તમારું બ્લડ પ્રેસર કંટ્રોલમાં આવી જશે.

નાનકડા કાળામરી આપણને કેટલા બધા ફાયદા પોહોચાડે છે, અને કેટલા બધા લાભ આપે છે. કાળા મરી વિષે તથા આયુર્વેદ વિષે નીચેનો વિડીયો જરૂર સાંભળજો.

વિડીયો :