3000 રૂપિયાના પેંશન માટે અત્યાર સુધી 30 લાખ લોકોએ કરાવ્યું રજીસ્ટ્રેશન, તમે પણ આ રીતે લઇ શકો છો લાભ.

0
1292

સરકાર તરફથી બહાર પાડવામાં આવતી યોજના ફેબ્રુઆરીમાં બહાર પડી હતી. પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન પેન્શન યોજના

કેન્દ્ર સરકાર તરફથી ફેબ્રુઆરી ૨૦૧૯માં બહાર પાડવામાં આવી પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન પેન્શન યોજના લોકોને ઘણી પસંદ પડી રહી છે. આ યોજના હેઠળ અસંગઠિત વિસ્તારોમાં કાર્યરત લોકોને ૬૦ વર્ષની ઉંમરપૂરી કર્યા પછી ૩૦૦૦ રૂપિયા માસિક પેન્શનની જોગવાઈ છે.

અત્યાર સુધી ૩૦ લાખથી વધુ લોકોએ કરાવ્યું છે રજીસ્ટ્રેશન :-

કેન્દ્રીય શ્રમ રાજ્ય મંત્રી સંતોષ ગંગવારે સોમવારે લોકસભામાં જણાવ્યું કે આ યોજના હેઠળ આ વર્ષે ૧૫ ફેબ્રુઆરીથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરુ થઇ ગઈ હતી. ગંગવારના જણાવ્યા મુજબ, ૧૦ જુલાઈ સુધી આ યોજનાનો લાભ લેવા માટે ૩૦,૮૫,૨૦૫ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ યોજનાની કામગીરી ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી) તરફથી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર આવતા પાંચ વર્ષમાં આ યોજનાથી ૧૦ કરોડ લોકોને જોડવા માંગે છે. આ યોજનાનો લાભ લેવા માટે કોમન સર્વિસ સેન્ટર (સીએસસી) દ્વારા રજીસ્ટ્રેશન કરાવી શકાય છ. દેશભરમાં લગભગ ૩.૧૩ લાખ સીએસસી સેન્ટર કાર્યરત છે.

કોને મળશે યોજનાનો લાભ :-

યોજના અસંગઠિત વિસ્તારમાં કામ કરવા વાળા મજૂરો માટે છે. તેમાં ઘરમાં કામ કરવા વાળા, લારી ચલાવવા વાળા, દુકાનદાર, ડ્રાઈવર, પ્લમ્બર, દરજી, મીડ-ડે મિલ કારીગર, રીક્ષા ચાલક, કડીયા કામકરવા વાળા મજુર, કચરો વીણવા વાળા, બીડી બનાવવા વાળા, ખેતી કામદાર, મોચી, ધોબી, ચામડાના કારીગરને સામેલ કરવામાં આવે છે.

શું છે નિયમ :-

યોજના માટે અસંગઠિત વિસ્તારની આવક ૧૫,૦૦૦ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. સર્વિસ બેંક એકાઉન્ટ કે પછી જનઘન એકાઉન્ટ કે પાસપોર્ટ અને આધાર નંબર હોવા જોઈએ. ઉંમર ૧૮ વર્ષથી ૪૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ. પહેલાથી કેન્દ્ર સરકારની કોઈ બીજી પેન્શન સ્કીમનો લાભ ન લીધો હોવો જોઈએ. આ પેન્શન સ્કીમ માટે લાભાર્થીને પણ યોગદાન કરવાનું રહેશે. જેટલુ યોગદાન લાભાર્થી આપશે, એટલો જ ભાગ સરકાર તેના ખાતામાં જમા કરશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.