30 વર્ષની ઉંમર પછી દરેક મહિલાઓએ જરૂર કરાવવા જોઈએ આ ટેસ્ટ.

0
1277

આજની દોડધામ વાળા જીવનમાં આપણે આપણું પોતાનું પણ ધ્યાન રાખી શકતા નથી. ખરેખર આપણા કુટુંબના દરેક સભ્યોનું પણ જરૂર ધ્યાન રાખવું જોઈએ કેમ કે તેના આરોગ્ય, ખાવા પીવા અને બાળકોના અભ્યાસની તમામ જવાબદારીઓને આપણી ફરજ સમજવા વાળી મહિલાઓ પોતે પોતાના આરોગ્ય વિષે એટલી જાગૃત નથી હોતી.

ઉંમર વધવા સાથે સાથે મહિલાઓમાં આરોગ્ય સાથે જોડાયેલી તકલીફો પણ વધવાનું શરુ થઇ જાય છે. ૩૦ વર્ષની ઉંમર પછી મહિલાઓમાં બ્લડપ્રેશર, ડાયાબીટીસ, સાંધાના દુઃખાવા, પાચન ક્રિયામાં ગડબડ, માથાનો દુઃખાવો અને શારીરિક નબળાઈ સામાન્ય રીતે સાંભળવા મળે છે. પરંતુ ૩૦ વર્ષની ઉંમરમાં મહિલાઓએ ખાસ આરોગ્યના ટેસ્ટ કરાવી લેવા જોઈએ. મહિલાઓએ એ સમજવું પડશે કે જો તેને પોતાના કુટુંબને સુખી જોવું છે, તો પહેલા તેણે પોતાના આરોગ્ય ઉપર ધ્યાન આપવાનું રહેશે.

દોડધામ ભરેલુ જીવન અને ઉંમર સાથે શરીરમાં થતા હાર્મોનલ ફેરફારને કારણે જ પુરુષોની સરખામણીમાં મહિલાઓનું જીવન વધુ અઘરું હોય છે. એ કારણ છે કે પુરુષોની સરખામણીમાં મહિલાઓને અમુક બીમારીઓ પણ પોતાનો ભોગ વધુ બનાવે છે. તે વખતે તેમણે પોતાના આરોગ્યની વધુ જાળવણી કરવાની જરૂર હોય છે. સારું આરોગ્ય જાળવી રાખવા માટે મહિલાઓએ સમય સમયે થોડા જરૂરી ટેસ્ટ કરાવતા રહેવા જોઈએ. આવો જાણીએ ખરેખર ક્યા છે તે જરૂરી ટેસ્ટ.

૧. થાઈરોઈડ :

થાઈરોઈડમાં વજન વધવા સાથે હાર્મોન અસંતુલન પણ થઇ જાય છે. એક સ્ટડી મુજબ, પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં થાઈરોઈડ વિકાર દસ ગણો વધુ હોય છે. તેનું મુખ્ય કારણ છે મહિલાઓમાં ઓટોમ્યુન્યુનની સમસ્યા વધુ હોય છે. આરોગ્ય નિષ્ણાંતના જણાવ્યા મુજબ, થાઈરોઈડ હાર્મીન શરીરના અંગોને સામાન્ય કામકાજ માટે જરૂરી હોય છે.

હાઈપર થાયરાયડીજ્મમાં વજન ઘટવું, ગરમી સહન ન કરી શકવું, સારી રીતે ઊંઘ ન આવવી, તરસ લાગવી, વધુ પ્રમાણમાં પરસેવો આવવો, હાથ ધ્રુજવા, ઝડપથી હ્રદય ધબકવું, નબળાઈ, ચિંતા અને અનિન્દ્રા રહેલા છે. હાઈપર થાયરાયડીજ્મમાં સુસ્તિ, થાક, કબજીયાત, હ્રદયની ગતી ધીમી, ઠંડી, સુકી ચામડી, વાળમાં સુકાપણું, અનિયમિત માસિકચક્ર અને ઇન્ફર્ટીલીટીના લક્ષણ જોવા મળે છે.

૨. એચપીવી :

એચપીવીનો અર્થ હ્યુમન પેપીલોમા વાયરસ હોય છે, પેપીલોમા એક ખાસ પ્રકારનો મસ્સો હોય છે, જે કોઈ વિશેષ પ્રકારના એચપીવીથી ફેલાય છે. હ્યુમન પેપીલોમા વાયરસ એટલે કે એચપીવી ઘણો ખતરનાક હોય છે. આ વાયરસ ઘણો ઝડપથી ફેલાય છે.

હ્યુમન પેપીલોમા વાયરસ સંક્રમણ એવું સંક્રમણ છે, જેના લક્ષણ સામાન્ય રીતે જોવા નથી મળતા. મોટાભાગના કેસોમાં આ સંક્રમણ જાતે જ ઠીક થઇ જાય છે. પરંતુ ગંભીર સ્વરૂપ ધારણ કરી લે તો તે સરવાઈકલ કેન્સરનું કારણ પણ બની શકે છે.

૩. મેમોગ્રામ :

મહિલાઓમાં મોટાભાગે બેસ્ટ કેન્સરનું જોખમ જળવાઈ રહે છે. બેસ્ટ કેન્સર અને ટ્યુમરની તપાસ માટે આમ તો મેડીકલ વિજ્ઞાનમાં ઘણા ટેસ્ટ જણાવવામાં આવ્યા છે, પરંતુ મેમોગ્રામ આ રોગ વિષે સચોટ જાણકારી આપવાની સસ્તી રીત છે. મેમોગ્રામ તમારા સ્તનોનો એક્સ-રે છે. તે સ્તનોના કેન્સરને ઓળખવાની ઉત્તમ રીત છે. મહિલાઓએ ૪૦ વર્ષની ઉંમર પછી સ્તન કેન્સરના જોખમથી બચવા માટે દર વર્ષે મેમોગ્રામ કરાવવું જોઈએ.

૪. પૈપ સ્મીયર :

ગર્ભાશય કેન્સર જાણવા માટે એક વિશેષ તપાસ કરવામાં આવે છે. જેને ‘પૈપ સ્મીયર’ કહેવામાં આવે છે. સ્તન કેન્સર પછી સર્વીક્સ કેન્સર બીજી એવી બીમારી છે. જે આજકાલ મહિલાઓને પોતાનો ભોગ બનાવી રહી છે. પૈપ સ્મીયર એક સામાન્ય ટેસ્ટ છે. જેમાં ગ્રીવામાંથી એક નાના સેમ્પલને કેન્સરની સ્થિતિ જાણવા માટે લેવામાં આવે છે. ૩૦ વર્ષ કે તેનાથી વધુ ઉંમરની મહિલાઓને પૈપ સ્મીયર ટેસ્ટ જરૂર કરાવવો જોઈએ.

૫. બોન ડેન્સીટી ટેસ્ટ :

હાડકાઓ નબળા થવાથી નાના મોટા ઝટકા કે ઈજા થવાથી તેના તૂટવાની શક્યતા વધી જાય છે. જેને કારણે ઓસ્ટીયોપોરોસીસ અને ઓસ્ટીયોપીનિયા જેવી બીમારીઓનું જોખમ પણ ઉભું થાય છે. આજકાલ ખોટા ખાવા પીવાને કારણે આ સમસ્યા ૨૦ થી ૩૦ વર્ષની ઉંમરની છોકરીઓમાં પણ જોવા મળી શકે છે.

બોન ડેન્સીટી ટેસ્ટ ડીએક્સએ મશીન ઉપર કરવામાં આવે છે. ડીએક્સએનો અર્થ છે ડ્યુઅલ એક્સ-રે એબસોરપટીયોમેટ્રી, તેની તપાસના પરિણામોમાં એક ઝેડ સ્કોર આવે છે અને એક ટી સ્કોર. ટી સ્કોર મનોપોજ મેળવી ચુકેલી મહિલાઓ અને ૫૦ વર્ષથી વધુ ઉંમરના પુરુષોના નિદાન વિષે જાણકારી આપે છે. જયારે ઝેડ સ્કોર તમારી ઉંમરમાં સામાન્ય બોન ડેન્સીટી ક્યાં થવી જોઈએ વિષે જાણકારી આપે છે.

૬. વિટામીન ડી :

આજના સમયમાં આપણે કુદરતમાં ઓછું, એસીમાં વધુ સમય પસાર કરીએ છીએ. તેવામાં આપણા શરીરમાં વિટામીન ‘ડી’ની ખામી થઇ જાય છે. એટલા માટે ૩૦ વર્ષની ઉંમર પછી મહિલાઓ માટે વિટામીન-‘ડી’નો ટેસ્ટ કરાવવો ઘણો જરૂરી હોય છે. વિટામીન ‘ડી’ ચરબીમાં ભળી જવા વાળા પ્રો-હાર્મોન્સનું એક ગ્રુપ છે, જે આંતરડામાંથી કેલ્શિયમને શોષીને હાડકામાં પહોચાડે છે. તે ઉપરાંત શરીરમાં વિટામીન ડી-૩ની ખામી નબળા હાડકા માટે જવાબદાર હોઈ શકે છે.

૭. ડીપ્રેશન ટેસ્ટ :

એ તો તમે જાણો જ છો કે આજની મહિલાઓ પોતાના પરિવાર અને ઓફીસમાં એટલા ગૂંચવાયેલા રહે છે કે તે યોગ્ય રીતે પોતાના ખાવા પીવા અને આરામ ઉપર પણ ધ્યાન નથી આપી શકતા. જેથી તેમને ડીપ્રેશન થવા લાગે છે. ત્યાં સુધી કે પ્રેગ્નેન્શી દરમિયાન પણ તેને ડીપ્રેશન થવા લાગે છે. એટલા માટે ડીપ્રેશન ઓછુ કરવા માટે મહિલાઓએ સ્ક્રીનીંગ ટેસ્ટ કરાવવો ઘણો જરૂરી હોય છે. સ્ક્રીનીંગ ટેસ્ટમાં ડોક્ટર ઊંઘની ટેવો, તકલીફો, દબાયેલી ઇચ્છાઓ અને પસંદગીની એક્ટીવીટી વગેરે વિષે પ્રશ્ન પૂછે છે, જેથી મહિલાઓનું ડીપ્રેશન ઓછું થઇ શકે છે.

૮. બીએમઆઈ ટેસ્ટ :

૩૦ વર્ષની ઉંમર પછી નિયમિત બીએમઆઈ એટલે બોડી માંસ ઈંડેક્સ ચેક કરવું ઘણું જરૂરી હોય છે. એટલા માટે વર્ષના એક વખત બીએમઆઈ જરૂર કરાવો. બીએમઆઈથી એ જાણી શકાય છે કે શરીરનું વજન લંબાઈ મુજબ બરોબર છે કે નહિ. મહિલાઓનો આદર્શ બીએમઆઈ ૨૨ સુધી હોય છે. તેનાથી વધુ બીએમઆઈ મોટાપો અને નબળી મસલ્સનું કારણ બની શકે છે.

૯. બ્લડપ્રેશર ટેસ્ટ :

૩૦ વર્ષની ઉંમર પછી બ્લડપ્રેશરની સમસ્યા થઇ જાય છે, એટલા માટે મહિનામાં એક વખત બીપી ચેક કરાવો. હાઈ બ્લડપ્રેશરને કારણે કીડની, હ્રદય અને બ્રેન સ્ટ્રોકનું જોખમ વધી શકે છે.

૧૦. કોલેસ્ટ્રોલ અને હિમોગ્લોબીન :

આમ તો એ વાત બધા જાણે છે કે મહિલાઓમાં હિમોગ્લોબીનની ખામી જોવા મળે છે. તેની સાથે જ તેમાં કોલેસ્ટ્રોલ લેવલ વધવાનું જોખમ પણ વધુ હોય છે. એટલે આ ઉંમર પછી આ બન્ને ચેકઅપ કરાવી લેવા જ બુદ્ધિપૂર્વકનું કામ છે. આ ટેસ્ટ કરાવીને તમે તમારા ડાયટને નિયંત્રિત કરી શકો છો.

૧૧. ડાયાબીટીસ :

જો તમે ૩૦ વર્ષ વટાવી ચુક્યા છો, તમારું વજન વધુ છે, ડાયાબીટીસનો ફેમીલી ઈતિહાસ છે અને પ્રેગનેન્સી દરમિયાન તમને ડાયાબીટીસ રહ્યું છે, તો વર્ષમાં એક વખત કાસ્ટિંગ અને બ્લડ શુગર લેવલ ચેક કરાવો. વધી રહેલું સુગર ડાયાબીટીસનું કારણ બની શકે છે.

આ માહિતી આકરતી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.