30 નવેમ્બરનું ચંદ્રગ્રહણ આ 5 રાશિઓ માટે ખરાબ પ્રભાવ લઈને આવ્યું છે, જાણો કઈ છે તે રાશિઓ.

0
272

આ 5 રાશિઓ માટે અભિશાપ સાબિત થશે 30 નવેમ્બરનું ચંદ્રગ્રહણ, ક્યાંક તમારી રાશિનો તો એમાં સમાવેશ નથી થતો ને… કારતક માસના સુદ પખવાડિયાની પુનમ તિથી એટલે કે 30 નવેમ્બરના રોજ ચંદ્રગ્રહણ છે. ખાસ વાત એ છે કે 30 નવેમ્બરના રોજ થનારૂ ચંદ્રગ્રહણ આ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ છે, જેનો કુલ સમયગાળો 4 કલાક અને 21 મિનીટ સુધી રહેશે. આમ તો આ પૂર્ણ ગ્રહણ નથી પરંતુ ઉપછાયા ગ્રહણ છે. આમ તો આ એક ખગોળીય ઘટના છે અને વૈજ્ઞાનિક તેની પાછળ અલગ અલગ ધારણાઓ રજુ કરે છે. પરંતુ તેની પાછળ ધાર્મિક માન્યતાઓ પણ છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહણની અસર તમામ 12 રાશીઓ ઉપર પડવાની છે. કોઈ રાશિના વ્યક્તિ ઉપર તેની શુભ અસર પડશે તો કોઈ રાશી ઉપર તેની ખરાબ અસર જોવા મળશે. આવો જાણીએ ખરેખર આ વર્ષના અંતિમ ઉપછાયા ચંદ્રગ્રહણની રાશી ઉપર શું અસર પડવા જઈ રહી છે.

મેષ રાશી ઉપર ચંદ્રગ્રહણની અસર : મેષ રાશીથી બીજા સ્થાન ઉપર જ ચંદ્રગ્રહણ થવાનું છે. તેનાથી તમારું મન વિચલિત થઇ શકે છે. ગુસ્સા ઉપર કાબુ રાખો અને કોઈ સાથે કારણ વગર ઝગડા ન કરો. પરિણીત લોકોને જીવનસાથીનો પૂરો સહકાર મળશે અને કુટુંબ સાથે થોડી સારી ક્ષણો પસાર કરશો. આર્થિક બાબતોમાં નુકશાન થઇ શકે છે, તેની ભરપાઈ માટે તમે કોઈ નવી યોજના ઉપર કામ કરશો. તેનાથી આવનારા સમયમાં તમારી આર્થિક સ્થિતિ મજબુત બનશે. કુટુંબના સભ્યો સાથે કોઈ શુભ સમાચાર મળી શકે છે. માતા પિતાના આરોગ્ય પ્રત્યે સર્તક રહો.

વૃષભ રાશી ઉપર ચંદ્રગ્રહણની અસર : 30 નવેમ્બરનું ઉપછાયા ચંદ્રગ્રહણ આ રાશી ઉપર લાગવા જઈ રહ્યું છે, એટલા માટે આ ગ્રહણ તમારા માટે સારું છે. પણ ગ્રહણ કાળમાં તમારે તમારી અને કુટુંબની વિશેષ કાળજી રાખવી પડશે. સંક્રમણથી પોતાને બચાવી રાખો. પ્રિયજનો અને તમારા મિત્રો સાથે સારી રીતે રહો, કોઈ પણ પ્રકારની માથાકૂટ કે બોલાચાલીથી દુર રહો. જો કોઈ નવું કામ શરુ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારો સમય છે. આર્થિક સ્થિતિ મજબુત બનાવવા માંગો છો, તો વધુ મહેનત કરવાની જરૂર છે. મહેનત ચાલુ રાખશો તો ફળ જરૂર મળશે.

મિથુન રાશી ઉપર ચંદ્રગ્રહણની અસર : આ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ મિથુન રાશીથી 12 માં સ્થાન ઉપર થઈ રહ્યું છે. આ સમયે તમે આવકથી વધુ ખર્ચ કરશો, તેના કારણે તણાવ થઇ શકે છે. કોઈની પાસેથી દેવું પણ લઇ શકો છો. કાર્યક્ષેત્રમાં તમારી લાગણીઓ ઉપર નિયંત્રણ રાખો. ઉપરી અધિકારીઓ સાથે માથાકૂટ ન કરશો નહિ તો નોકરી ગુમાવવી પડશે. તમારા દુશ્મનો સક્રિય થશે અને તમને નુકશાન પહોંચાડવાનો પ્રયત્ન કરશે, એટલા માટે સાવચેત રહો. પ્રવાસના યોગ ઉભા થઇ રહ્યા છે. કારકિર્દી કે લગ્નનો નિર્ણય લેતા પહેલા કુટુંબના સભ્યો સાથે ચર્ચા વિચારણા જરૂર કરી લો.

કર્ક રાશી ઉપર ચંદ્રગ્રહણની અસર : કર્ક રાશીથી 11 માં સ્થાન ઉપર ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે. તેથી આ ગ્રહણ કર્ક રાશીના લોકો માટે શુભ ફળદાયક રહેશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. કુટુંબમાં સારું વાતાવરણ જળવાઈ રહેશે. ભાઈ બહેનોનો સાથ મળશે. જે વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, તે આવનારા દિવસોમાં સારું પ્રદર્શન કરશે. આ રાશીના વ્યક્તિ પોતાને સુખી અનુભવશે. આર્થિક સ્થિતિ મજબુત જળવાઈ રહેશે. ધંધાના ક્ષેત્રમાં સક્રિય લોકો માટે આવકની નવી તકો ખુલશે. નોકરીવાળા લોકો કોઈ નવો પ્રોજેક્ટ શરુ કરી શકે છે. તમે આવનારા દિવસોમાં ભૌતીક સુવિધાઓમાં વધુ પૈસા ખર્ચ કરશો.

સિંહ રાશી ઉપર ચંદ્રગ્રહણની અસર : ચંદ્રગ્રહણ તમારી રાશીથી 10 માં ગૃહ ઉપર લાગવાનું છે, તેથી તમારી કુંડળીનું 10 મું ગૃહ પ્રભાવિત થવાનું છે. તેનાથી તમે પોતાને સ્ફૂર્તિવાન અનુભવશો અને તમારા ધંધામાં વૃદ્ધી થશે, તેના માટે તમે તમારા બિઝનેસ પાર્ટનર સાથે નવી રણનીતિ ઉપર કામ કરશો. પિતા સાથે બગડેલા સંબંધ સુધરશે. રચનાત્મક કાર્યોમાં તમારું મન લાગશે. આવનારા દિવસોમાં તમારા ખર્ચમાં વધારો થઇ શકે છે. નકામી વસ્તુમાં વધુ પૈસા ખર્ચ ન કરો. નાણાની બચત કરીને રાખો, જેથી ભવિષ્યમાં આર્થીક તંગીની સ્થિતિ ઉભી ન થાય.

કન્યા રાશી ઉપર ચંદ્રગ્રહણની અસર : કન્યા રાશીથી નવમા સ્થાન ઉપર ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. તેથી તમારું વલણ આધ્યાત્મિકતા તરફ વળશે, સાથે જ ધાર્મિક કાર્યોમાં પણ રસ વધશે. ક્યાંક તીર્થ યાત્રા ઉપર પણ જવાનું આયોજન થઇ શકે છે. જો રોકાણ કરવાનું આયોજન કરી રહ્યા છો તો તમારા માટે સારો સમય છે. આ સમયે જો તમે રોકાણ કરો છો તો તમને આવનારા દિવસોમાં ફાયદો થશે અને તમારી આર્થીક સ્થિતિ મજબુત બનશે. જે લોકોનો ફેમીલી બિઝનેસ છે, તે ભાઈ બહેનો સાથે ચર્ચા વિચારણા કરી નવી યોજના ઉપર કામ કરશે તો ધંધામાં ફાયદો થશે. જો તમે વિદેશ જવાની ઈચ્છા ધરાવો છો, તો તે સપનું પણ આવનારા દિવસોમાં પૂરું થઇ જશે. જે કામ અધૂરા પડ્યા છે, તે વહેલી તકે પૂરા થશે. જે વ્યક્તિ કોર્ટ કચેરીની બાબતમાં ફસાયેલા છે, તેમને પણ સફળતા મળશે.

તુલા રાશી ઉપર ચંદ્રગ્રહણની અસર : આ વર્ષનું અંતિમ ઉપછાયા ચંદ્રગ્રહણ જે 30 નવેમ્બરના રોજ થવા જઈ રહ્યું છે, તે તુલા રાશીના આઠમાં ગૃહને અસર કરશે. જ્યોતિષ મુજબ તમારા માટે આ ચંદ્રગ્રહણ સારા પરિણામો લઈને નહિ આવે. તમારે આ સમયમાં ઘણા પડકારોનો સામનો કરવો પડી શકે છે. તમારા ખર્ચમાં વધારો થશે, જેથી તમારું આર્થિક સંતુલન બગડશે. એથી તમારે સમજી વિચારીને ખર્ચ કરવાની જરૂર છે, ખોટા ખર્ચ કરવાથી દુર રહો. સાસરીયા પક્ષ તરફથી તણાવની સ્થિતિ ઉભી થઇ શકે છે. કુટુંબના સભ્યો સાથે પણ તમારે અણબનાવ થઇ શકે છે.

વૃશ્ચિક રાશી ઉપર ચંદ્રગ્રહણની અસર : ચંદ્રગ્રહણ વૃશ્ચિક રાશીના સાતમાં ગૃહ ઉપર લાગી રહ્યું છે, જેના કારણે તેમના જીવનમાં ફેરફારના યોગ ઉભા થઇ રહ્યા છે. આ સમય દરમિયાન તમને પોતાના કાર્યોમાં નવી ઊંચાઈઓ જોવા મળશે. જેના કારણે તમે ઘણા પ્રફુલ્લિત રહેશો. વૃશ્ચિક રાશીના લોકોને જીવનસાથીનો પુરતો સહકાર મળશે. તે ઉપરાંત કુટુંબમાં આનંદનું વાતાવરણ જળવાઈ રહેશે. સાથે જ પ્રવાસના યોગ પણ ઉભા થઇ રહ્યા છે, પરંતુ તમારે પ્રવાસ દરમિયાન સાવચેત રહેવાની જરૂર છે.

જો વાત આરોગ્યની કરીએ તો તેમાં સુધારો થવાના યોગ છે. જો તમે કોઈ બીમારીથી પીડિત છો તો આ સમયે તમને તેનાથી છુટકારો મળી શકે છે. સાથે જ તમે પહેલાની સરખામણીમાં પોતાને ફીટ અનુભવશો. વૃશ્ચિક રાશીના લોકોને કાર્યકુશળતાને કારણે આવકમાં વધારો જોવા મળવાના યોગ ઉભા થશે. સાથે જ માતાથી દુર રહી શકો છો, જેના કારણે તમે માનસિક રીતે તણાવથી પીડિત થઇ શકો છો.

ધનુ રાશી ઉપર ચંદ્રગ્રહણની અસર : ચંદ્રગ્રહણ ધનુ રાશીના છઠ્ઠા ગૃહમાં લાગી રહ્યું છે, જેના કારણે પ્રવાસના યોગ ઉભા થઇ રહ્યા છે. પ્રવાસ નાનો અને મોટો બંને થઇ શકે છે, પરંતુ તેનાથી તમને ફાયદો મળશે. ધનુ રાશીના લોકોએ આ સમયે થોડી વધુ મહેનત કરવી પડશે, પરંતુ ત્યાર પછી તમને સફળ થવામાં કોઈ રોકી નહિ શકે. આ સમયે તમે ઘણી નવી વસ્તુ શીખી શકો છો, જેનાથી લાભ મળશે. જો સંબંધોની વાત કરીએ, તો તમારે ઘણું સાવચેત રહેવાની જરૂર છે. આમ તો આ સમય દરમિયાન સંબંધોમાં વાદ વિવાદ થવાના યોગ ઉભા થઇ રહ્યા છે. પરંતુ બહેનનો સહકાર તમને દરેક સ્થિતિમાં મળશે. ધનુ રાશીના લોકોની કારકિર્દીમાં પણ સફળતાના યોગ છે. સાથે જ તેમની આર્થિક સ્થિતિમાં પણ સુધારાની સંભાવના ઉભી થઇ રહી છે. એટલે કે ચંદ્રગ્રહણ તેમના માટે લાભદાયક સાબિત થશે.

મકર રાશી ઉપર ચંદ્રગ્રહણની અસર : ચંદ્રગ્રહણ મકર રાશીના પાંચમાં ગૃહ ઉપર લાગી રહ્યું છે, જેના કારણે જ આ સમય તેમના માટે અતિ ઉત્તમ રહેશે. સાથે જ કારકિર્દીમાં પણ સફળતા મળશે. મકર રાશીના લોકો માટે આ ચંદ્રગ્રહણ ઘણું શુભ છે, જેના કારણે જ તેમને ઘણી પ્રગતી મળવાના યોગ છે. આ સમય દરમિયાન તેમના દ્વારા કરવામાં આવેલા દરેક પ્રયત્નોમાં અપાર સફળતા મળશે. સાથે જ વડીલોનો સહકાર પણ મળશે.

જો મકર રાશીના સંબંધોની વાત કરીએ તો ભાઈ બહેનો સાથે સંબંધો મજબુત બનશે, પરંતુ પિતા સાથે મતભેદ થઇ શકે છે. તેથી આ સમય તેમણે પોતાની વાણી ઉપર કંટ્રોલ રાખવો જોઈએ, જેથી સંબંધોમાં મીઠાશ જળવાઈ રહે. આ લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. એટલે કે આ સમયે તેમને ધનની અછત નહિ રહે. તેમજ વિદ્યાર્થીઓ માટે આ સમય પડકારથી ભરેલો છે, પરંતુ અંતમાં સફળતા મળવાના યોગ છે.

કુંભ રાશી ઉપર ચંદ્રગ્રહણની અસર : વર્ષના છેલ્લા ચંદ્રગ્રહણની કુંભ રાશીના વ્યક્તિ ઉપર ઊંડી અસર પડતી જોવા મળી રહી છે. આમ તો ચંદ્રગ્રહણ કુંભ રાશીના ચોથા ગૃહને અસર કરશે, જેના કારણે જ જીવનમાં ઘણા પરિવર્તનના યોગ ઉભા થઇ રહ્યા છે. ચંદ્રગ્રહણને કારણે કુંભ રાશીના લોકોને તેમની માં ની સેવા કરવાની તક મળશે. સાથે જ જો તમારી માં લાંબા સમયથી બીમાર છે, તો હવે તેની બીમારી દુર થઇ શકે છે, જેના કારણે તમે પણ ચિંતા મુક્ત થઇ શકશો.

કુંભ રાશીના વ્યક્તિની કારકિર્દી ઉપર ચંદ્રગ્રહણની અસર વ્યાપક રીતે જોવા મળશે. તેથી કાર્યક્ષેત્રની જટિલતાઓથી બચવા માટે ઘણી મહેનત કરવી પડશે. આ સમયે તમે નવા નવા અનુભવોમાંથી પસાર થશો. કુંભ રાશીના લોકોને કારકિર્દીની નવી તકો મળી શકે છે. તે ઉપરાંત, તમે નવું ઘર લેવાનું પણ વિચારી શકો છો. પિતૃક સંપત્તિ અને જમીન સાથે જોડાયેલા વિવાદ ઉકેલવાના યોગ છે.

મીન રાશી ઉપર ચંદ્રગ્રહણની અસર : મીન રાશીના વ્યક્તિઓ ઉપર ચંદ્રગ્રહણની મિશ્રિત અસર જોવા મળી શકે છે. આ સમય દરમિયાન મીન રાશીના લોકોને કારકિર્દીમાં નવી નવી જવાબદારીઓ મળી શકે છે, જેના કારણે તેમના સપના પણ પુરા થઇ શકે છે. મીન રાશીના ત્રીજા સ્થાન ઉપર ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે. તેથી પાડોશીઓ અને ભાઈ બહેન સાથે તણાવ ઉભો થઇ શકે છે. આમ તો તે દરમિયાન આધ્યાત્મિક કામગીરીઓથી તમારું મગજ શાંત રહેશે અને ટેન્શનમાંથી છુટકારો મળશે.

ચંદ્રગ્રહણની અસરને કારણે મીન રાશીના લોકોને નવા કામમાં સફળતા મળશે. એટલું જ નહિ, આ સમય તેમનો આત્મવિશ્વાસ ઘણો વધુ રહેશે, જેના કારણે જ થોડા સકારાત્મક ફેરફાર જોવા મળશે. સાથે જ જો તેમના આરોગ્યની વાત કરીએ તો તેમણે થોડા સાવચેત રહેવાની જરૂર છે. જણાવી દઈએ કે આ સમયે આ લોકો તેમના દુશ્મનો ઉપર ભારે પડશે. એટલે કે ચંદ્રગ્રહણની અસર સકારાત્મક પડશે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.