આ 3 રાશિના લોકોએ ભૂલથી પણ નહિ પહેરવું જોઈએ કડુ, જાણો ક્યાંક તમારી રાશિ તો નથી ને આમાં

0
5357

ઘણા બધા લોકોને હાથ અને ગળામાં અલગ અલગ વસ્તુઓ પહેરવાનો શોખ હોય છે. તમે પણ ઘણા લોકોને પોતાના હાથમાં કડા, વીંટી, માળા, ગળામાં ચેન, માળા વગેરે પહેરતા જોયા હશે. પરંતુ શું તમે જાણો છો કે અમુક રાશીના વ્યક્તિએ કડુ ન પહેરવું જોઈએ.

મોટાભાગે લોકો પોતાના હાથમાં કડુ માત્ર ફેશન માટે પહેરે છે. અને ઘણા લોકો તેને પોતાના લાભ માટે પહેરે છે. લોકો હંમેશા હાથ, પગ, કાન, નાક અને ગળામાં કોઈને કોઈ વસ્તુ જરૂર પહેરે છે, જેથી એમના શરીરનું અંગ ખાલી ન દેખાય.

ઘણા લોકો હાથમાં અથવા તો પગમાં કાળા રંગના દોરા પહેરે છે. અને અંગો ઉપર આ બધી વસ્તુ પહેરવાનો કોઈ ને કોઈ અર્થ જરૂર હોય છે. સામાન્ય રીતે તો કડું પહેરવું લાભદાયક હોય છે. પણ જણાવી દઈએ કે અમુક રાશીના વ્યક્તિઓએ કડુ પહેરવું, તેમને શારીરિક અને માનસિક રીતે નુકશાન પહોચાડી શકે છે. તેવામાં એ વાત જાણી લેવી જોઈએ કે તે કઈ રાશીના વ્યક્તિ છે, જેમણે પોતાના હાથમાં કડુ ન પહેરવું જોઈએ.

૧. ધનુ રાશી :

મિત્રો પહેલી જે રાશી છે જેના લોકોએ કડું ન પહેરવું જોઈએ, એ છે ધનુ રાશી. જો તમે આ રાશીમાં આવતા હોય, તો ભૂલથી પણ તમારે કડુ પહેરવું જોઈએ નહિ. કારણ કે તે લોકો શાંત સ્વભાવના હોય છે અને તેને કડુ પહેરવાથી કોઈ લાભ થતો નથી, પરંતુ ઉલટું એનાથી એમને નુકશાન પહોંચે છે. પરંતુ ધનુ રાશીના વ્યક્તિઓ કડુ પહેરે છે તો, તેને ઘણી બધી તકલીફ વેઠવી પડી શકે છે. કડુ પહેરવાથી તેઓ બીમાર પણ પડી શકે છે.

જેવું કે અમે આગળ જણાવ્યું કે, ઘણા લોકો શોખ તરીકે કડું પહેરે છે. અને જો તમે પણ શોખ તરીકે પહેરો છો, તો તમે તમારા આ શોખને બંધ કરી દો. કેમ કે તમારો આ શોખ તમારા માટે મુશ્કેલી ન બની જાય. કેમ કે તમે ક્યારેય નહિ ઈચ્છો કે તમારો એક નાનો એવો શોખ તમારા માટે એટલી મોટી મુશ્કેલી બની જાય અને તમારું આરોગ્ય ખરાબ કરી દે.

૨. મકર રાશી :

સામાન્ય રીતે આ રાશીના લોકો ઘણા સમજુ હોય છે. માત્ર એટલું જ નહિ તે ઘણા ચાલાક અને હોંશિયાર પણ હોય છે. આમ તો આ રાશીના ઘણા લોકો કડુ પહેરવા જેવી વાતો ઉપર વિશ્વાસ નથી કરતા. પરંતુ છતાંપણ મકર રાશી વાળા લોકોએ, ક્યારે પણ ભૂલથી પોતાના હાથમાં કડુ ન પહેરવું જોઈએ. કેમ કે હાથમાં કડુ પહેરવું તમારા જીવનમાં આવનારી લક્ષ્મીને રોકે છે અને તેના કારણે તમારે આર્થિક સમસ્યા વેઠવી પડી શકે છે.

જો તમે કડુ પહેરો છો અને તમારા જીવનમાં ધન સાથે સંબંધિત કોઈ પ્રકારની સમસ્યા આવી રહી છે, તો તે માત્ર તમે તમારા દ્વારા હાથમાં પહેરેલા કડાને કારણે જ આવે છે. કારણ કે મકર રાશીના લોકોએ હાથમાં કડુ પહેરવું અશુભ હોય છે. એટલા માટે તમે તમારા હાથમાં કડુ ન પહેરો. પરંતુ જો તમે તમારા હાથમાં કાંઈક પહેરવું જરૂરી સમજો છો તો તમે શોખ તરીકે બ્રેસલેટ પહેરી શકો છો.

૩. કુંભ રાશી :

ઘણા લોકો પોતાના હાથમાં કડુ પહેરવું જરૂરી સમજે છે. પરંતુ જે લોકો હાથમાં કડુ પહેરવું જરૂરી સમજે છે તો એક વાતનું ધ્યાન રાખવું કે, જો તમે કુંભ રાશિના વ્યક્તિ હશો તો તમને માત્ર નુકશાન જ થશે. અને એનું નુકશાન તમને શારીરિક અને માનસિક રીતે તો થશે જ. પણ એની સાથે જ તેનાથી આર્થિક સમસ્યા પણ ઉભી થઇ શકે છે.

આ રાશીના લોકો દ્વારા હાથમાં કડું પહેરવાના કારણે તમારી પાસે લક્ષ્મી ક્યારેય નહી ટકે. એટલા માટે તમે કુંભ રાશિના વ્યક્તિ છો, અને તમે પણ તમારા હાથમાં કડુ પહેરો છો, તો આજથી જ પહેરવાનું બંધ કરી દો. કેમ કે તે તમને નુકશાન પહોચાડી રહ્યું છે.