સાંપોથી ભરેલા કુવામાં પડી ગયા કુતરાના 3 બચ્ચાં, પછી પોલીસે જે કર્યું તે જાણીને ગર્વ થશે.

0
307

દેશની પોલીસ લોકોની સેવા માટે હંમેશા તૈયાર રહે છે. તે વાત તો બધા જાણે જ છે. આમ તો માત્ર લોકોની જ નહિ પરંતુ દેશના જાનવરોની મદદ માટે પણ ખચકાયા વગર આગળ આવે છે. તે વાતનું એક તાજું ઉદાહરણ ઉત્તરપ્રદેશના અમરોહામાં જોવા મળ્યું છે. ખાસ કરીએ આ ગામના એક કુવામાં કુતરાના ત્રણ બચ્ચા જઈને પડ્યા હતા. તેવામાં જયારે ગામ વાળાને ખબર પડી તો તે કુવા આસપાસ ઘેરો બનીને ઉભા થઇ ગયા. પણ કોઈ પણ અંદર તે કુતરાના બચ્ચાને બચાવવા માટે ન ગયા. વાત એમ હતી કે તે કુવામાં ઝેરીલા સાંપ પણ હતા. તેવામાં કોઈએ પણ તેની અંદર જઈને પોતાનો જીવ જોખમમાં મુકવો યોગ્ય ન સમજ્યું.

ત્યાર પછી કોઈએ યુપીની પોલીસને ૧૧૨ ઉપર કોલ કરી તે વાતની માહિતી આપી. માહિતી મળતા જ સ્થળ ઉપર થોડા જવાન આવ્યા. તેમાંથી એક જવાન પોતાના જીવની પરવા કર્યા વગર કુવામાં ઉતરવા માટે તૈયા થઇ ગયો. આ એ કુવો છે, જેમાં ઘણા ઝેરીલા સાંપો હોવાની શક્યતા હતી. આમ તો આ જવાને પોતાના જીવથી વધુ કુતરાના બચ્ચાના જીવની પરવા કરી અને કુવામાં ઉતરીને તે ત્રણે કુતરાને બહાર કાઢી લીધા. પોલીસની આ કામગીરીની હવે સોશિયલ મીડિયા ઉપર પ્રસંશા પણ થઇ રહી છે.

આ આખી ઘટના વિષે યુપી પોલીસને ‘કોલ ૧૧૨’ નામના ટ્વીટર એકાઉન્ટ દ્વારા માહિતી આપી. તેમણે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ ઉપર લખ્યું કે, અમરોહામાં એક કુવામાં કુતરાના ૩ બચ્ચા પડી ગયા હતા, ગામ લોકો એકઠા તો થયા હતા પણ કુવામાં સાંપ હોવાની વાત જાણીને કોઈ નીચે જવાની હિંમત ન કરી શકતું હતું. #PRV3596 એ પોતાના જીવની પરવા કર્યા વગર તે કુવામાં ઉતરીને ત્રણે બચ્ચાને સુરક્ષિત બહાર કાઢ્યા.

જેવી લોકોને તેના વિષે ખબર પડી તો ઘણા ખુશ થયા. દરેક આ પોલીસ જવાનની પ્રસંશા કરવા લાગ્યા. એક વ્યક્તિએ લખ્યું, ઘણું જ સારું કાર્ય, ઈશ્વર તમામ જવાનોના પરિવારોને સુખી રાખે, અમને તેની ઉપર ગર્વ છે. ત્યાર પછી બીજી કમેન્ટ આવે છે ઘણું જ વખાણવા લાયક કાર્ય છે. આભાર યુપી પોલીસ, ત્યાર પછી કોઈએ કહ્યું, ઘણું સારું, આપણી પોલીસ ખરેખર પ્રસંશાપાત્ર કાર્ય કરી રહી છે, તમને ખુબ જ ધન્યવાદ. ઈશ્વર તમને હંમેશા સુખી રાખે, લાંબુ આયુષ્ય પૂરું પાડે, ત્યાર પછી એક વ્યક્તિ ઘણો ખુશ થયો અને લખે છે, દિલ જીતી લીધું, તમે સાદર નમન.

બસ આવી રીતે બીજી પણ ઘણી સારી કમેન્ટ્સ આવવા લાગી. ખરેખર પોલીસના જેટલા વખાણ કરવામાં આવે એટલા ઓછા જ છે. આ પોસ્ટને ટ્વીટર ઉપર ઘણા હજાર લાઈક્સ અને કમેન્ટ્સ મળી ચુક્યા છે. આપણે હંમેશા પોલીસને લઈને ઘણી નેગેટીવ કમેન્ટ્સ સાંભળતા રહીએ છીએ. પણ દરેક એવા નથી હોતા. ઘણી વખત આપણેને સારા પોલીસ પણ જોવા મળે છે. આજના સમયમાં તો કોઈ માણસ માટે પણ પોતાનો જીવ જોખમમાં નથી નાખતા તેવામાં પોલીસે ત્રણ કુતરાના બચ્ચા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.