28 નવેમ્બરે બુધ કરશે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ, આ રાશિવાળાને રહેવું પડશે સાવધાન.

0
281

બુધના રાશિ પરિવર્તનથી આ રાશિઓને થશે ધન લાભ, મળશે અપાર સફળતા. બુધદેવ 28 નવેમ્બરના રોજ તુલા રાશીમાંથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. આ રાશીમાં બુધ ગ્રહ 17 ડીસેમ્બર સુધી રહેશે. ત્યાર પછી ધનુ રાશીમાં પ્રવેશ કરશે. વુશ્ચિક મંગળ ગ્રહની રાશી છે જે બુધને પોતાનો શત્રુ માને છે. એટલે કે તે રાશીમાં બુધ વધુ સહજ નહિ રહે. બુધના આ રાશિમાં હોવાથી તમામ રાશી ઉપર તેની શુભ અસર પડશે. આવો જાણીએ બુધના ભ્રમણની તમામ રાશીઓ ઉપર અસર.

મેષ રાશી : આરોગ્ય ઉપર વિપરીત અસર પડશે. કાર્યક્ષેત્રમાં પણ ષડ્યંત્રનો ભોગ બનવાથી ચેતો. કોઈને પણ વધુ પૈસા ઉધાર ન આપો. સ્પર્ધામાં સારી સફળતા માટે સખત પ્રયત્ન કરવા પડશે. પોતાના ઉપર આળસને પ્રભાવી ન થવા દો.

વૃષભ રાશી : દાંપત્ય જીવનમાં થોડી કડવાશ ઉભી થઇ શકે છે. વેપારની દ્રષ્ટિએ સમય સારો રહેશે. લગ્ન વગેરે શુભ કાર્યોનો શુભ પ્રસંગ આવશે. સરકારી કામ પુરા થઇ શકે છે. મકાન અથવા વાહન ખરીદવાનો સંકલ્પ પૂરો કરી શકો છો.

મિથુન રાશી : તમારા આરોગ્યનું ધ્યાન રાખો. કૌટુંબિક જીવનમાં કંકાસ જોવા મળી શકે છે. કોર્ટ કચેરીની બાબત બહારથી ઉકેલી લો તો સારું રહેશે. વિદેશ સંબંધી કાર્ય માટે સમય અનુકુળ છે. ધર્મ કર્મની બાબતોમાં રસ વધશે, દાન પુણ્ય પણ કરશો. વધુ જરૂરી ન હોય તો પ્રવાસ ન કરો. વધુ ખર્ચાથી દુર રહો.

કર્ક રાશી : શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળશે. વેપારીઓ માટે ભ્રમણ સારું રહેશે. આવકની તકો વધશે. ભાગીદારીમાં વેપાર કરવાથી ચેતો. સંતાન સંબંધી ચિંતામાંથી મુક્તિ મળશે.

સિંહ રાશી : માતા પિતાના આરોગ્યનું વિશેષ ધ્યાન રાખો. મિત્રો અને સંબંધિઓ સાથે પણ સંબંધ બગડવા ન દો. વિવાદોથી દુર જ રહો. પ્રવાસ દરમિયાન સામાન ચોરી થવાથી ચેતો. જમીન સંપત્તિ સાથે જોડાયેલી બાબતોનો ઉકેલ આવશે. તમારી ઉર્જાશક્તિનો પુરતો ઉપયોગ કરો.

કન્યા રાશી : કુટુંબના વડીલ સભ્યો અને નાના ભાઈઓ સાથે મતભેદ ન ઉભા થવા દો. નારી શક્તિ માટે આ ભ્રમણ ઘણું વધુ લાભદાયક રહેશે. કોઈ પણ નવા કામની શરુઆત કરવા માટે સમય શુભ રહેશે. સ્પર્ધામાં સફળતા મળશે. વિદેશી કંપનીઓમાં સર્વિસ માટે અરજી કરવી સફળ રહેશે.

તુલા રાશી : કૌટુંબિક જીવનમાં કંકાસ થઇ શકે છે. મનથી કામ કરો. સફળતા મળશે. રોજગારીની દિશામાં કરવામાં આવેલા પ્રયત્નો સફળ રહેશે. ઈમ્પોર્ટ-એક્સપોર્ટ સાથે જોડાયેલા વેપારીઓ માટે ફાયદો થશે. જમીન-સંપત્તિ સાથે જોડાયેલી બાબતોનો ઉકેલ આવશે. વિદેશી મિત્રો અથવા સંબંધિઓનો સહકાર પ્રાપ્ત થશે.

વૃશ્ચિક રાશી : આરોગ્ય ઉપર વિપરીત અસર પડી શકે છે. સાહસના બળ ઉપર મુશ્કેલ પરિસ્થિતિઓ ઉપર પણ વિજય મેળવી લેશો. સરકારી નોકરીમાં અરજી કરવી શુભ રહેશે. આવકના સાધન વધશે. આપેલું ધન પણ પાછું મળી શકે છે. ઉપરી અધિકારીઓ સાથે સંબંધ બગડવાન દો.

ધનુ રાશી : દોડધામ વધારે રહી શકે છે. દાંપત્ય જીવનમાં કડવાશ રહી શકે છે. લગ્ન સંબંધિત વાતમાં થોડો વિલંબ થઇ શકે છે. ધન મળવાની સંભાવના રહેશે. મિત્રો અથવા સંબંધીઓ પાસેથી અશુભ સમાચાર મળી શકે છે. ઝગડા વિવાદથી દુર રહો અને કોર્ટ કચેરીની બાબતો પણ બહારથી ઉકેલો.

મકર રાશી : આવકમાં વધારો થશે. મોટા ભાઈઓ સાથે મતભેદ વધી શકે છે. કુટુંબમાં ભાગલાની સ્થિતિ ઉભી ન થવા દો. વિદ્યાર્થીઓને સ્પર્ધામાં સારી સફળતા મળશે. સંતાન સંબંધી ચિંતા દુર થશે. નવ દંપત્તિ માટે સંતાન પ્રાપ્તિના યોગ છે. ભાવનાઓમાં વહીને નિણર્ય ન લો.

કુંભ રાશી : તમારા કાર્યક્ષેત્રમાં વિકાસ થશે. બઢતીની તકો પ્રાપ્ત થશે. તમારા અધિકારીઓ સાથે સારા સંબંધ જાળવી રાખો. સરકારી કામમાં સફળતા મળશે. મકાન વાહન ખરીદવાના યોગ છે. વિદેશી કંપનીઓમાં સર્વિસ માટે અરજી કરવી પણ સફળ થશે. માતા પિતાના આરોગ્ય પ્રત્યે કાળજી રાખો.

મીન રાશી : ભાગ્યોદય થવાની સંભાવના છે. ધર્મ કર્મની બાબતોમાં આગળ વધીને ભાગ લેશો. સામાજિક માન સન્માન વધશે. તમારા નિર્ણયોની પ્રશંસા પણ થશે. લગ્ન સંબંધી વાત પણ સફળ રહેશે. દામ્પત્ય જીવનમાં મધુરતા આવશે. વેપારીઓ માટે સમય ઉત્તમ રહેશે. ભાગીદારીમાં વેપાર કરવાથી દુર રહો.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.