26 વર્ષની ઉંમરમાં મનુ બન્યા જજ, ન્યાયિક સેવા પરીક્ષામાં કર્યું ટોપ, જાણો આ વિષે

0
536

હિમાચલ પ્રદેશના કાંગડા જીલ્લાના પાલમપુર ઉપમંડળની વૃંદાવન હાઉસિંગ બોર્ડ કોલોનીંના ૨૬ વર્ષના મનુ પરીંજા જુનીયર ડીવીઝન સિવિલ જજ બની ગયા છે. તેમને હિમાચલ પ્રદેશ કાયદાકીય સેવા ભરતીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. મનુએ એલએલએમના અભ્યાસ દરમિયાન જ નેટ, જેઆરએફ પણ ક્લીયર કરી હતી.

હવે હિમાચલ પ્રદેશ કાયદાકીય સેવામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સિવિલ જજ જુનીયર ડીવીઝન કેડરમાં કાયદાકીય અધિકારી (સિવિલ જજ) બનશે. મનુએ આ પરીક્ષા માટે કોઈ પ્રકારનું કોચિંગનો સહારો લીધો નથી.

મનુના પિતા પ્રો. કુલદીપ શર્મા શિક્ષણ વિભાગની ફરજ માંથી નિવૃત્ત થઈને શિક્ષણ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. જો કે માતા પ્રો. મીરું શર્મા પંડિત સંત રામ મહાવિદ્યાલય બેજનાથથી અંગ્રેજી વિભાગ માંથી ફરજ માંથી નિવૃત્ત થયા છે.

મનુએ બે વર્ષ સુધીનો અભ્યાસ કેન્દ્રીય વિદ્યાલય હોલ્ટા (પાનમપુર) માંથી ફર્સ્ટ ક્લાસમાં પાસ કર્યું છે. મનુ પરીંજાએ સ્કુલનો અભ્યાસ પૂરો કર્યા પછી ફ્લેટ (કોમન લો એડમીશન ટેસ્ટ) પાસ કરી રાજીવ ગાંધી વીવી પટીયાલા માંથી ૨૦૧૧માં બીએલએલબી (ઓનર્સ)ની ડીગ્રી પ્રાપ્ત કરી.

વર્ષ ૨૦૧૬-૨૦૧૭માં પંજાબ વીવી માંથી પ્રથમ શ્રેણીમાં એલએલએમ કર્યું. મનુ પરીંજાની મોટી બહેન જયા પરીંજા યુકો બેંકમાં જોનલ ઓફિસર ચંડીગઢમાં સ્કેલ ટુ અધિકારી છે. મનુએ પોતાની આ પદવીનો જશ પોતાના શિક્ષકો, માતા-પિતા અને બહેનને આપ્યો છે.

સખત મહેનત અને ચોક્કસ આયોજન વડે માણસ ધારે તે સિદ્ધિ મેળવી શકે છે, કહેવત છે ને કે કાળા માથાનો માનવી ધારે તે કરી શકે. એક ચાવાળો પ્રધાનમંત્રી પણ બની શકે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.