આ એક નિર્ણયના કારણે સાઉદી અરબના 26 લાખ ભારતીયોને થશે બમ્પર લાભ, મુશ્કેલીઓ થશે દૂર

0
275

સાઉદી અરબમાં વિદેશી કામ કામકારનારા માટે કામ કરવું વધારે સહેલું થશે. એમાં પણ હજારો ભારતીય નાગરિકો માટે તો જાણે નોકરીઓ કરવા માટેના દરવાજા ખુલી ગયા છે. સાઉદી અરબની સરકારના માનવ સંસાધન અને સામાજીક વિકાસ મંત્રાલયે કાયદામાં મોટા પ્રમાણમાં ફેરફાર કરી દીધા છે.

સાઉદી અરબમાં વિદેશી કામ કરનારાઓને લગતા શ્રમને લગતા કાયદામાં અગત્યના સુધારાઓ લાગુ કરી દેવામાં આવ્યા છે. સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનું વિઝન – 2030 અને નેશનલ ટ્રાન્સફોર્મેશન કાર્યક્રમને ધ્યાનમાં રખિયાને નિર્ણય લેવામાં આવ્યો છે. એને અનુલક્ષીને વિદેશી કામદારોને ઘણા નવા અધિકાર પણ મળશે.

સાઉદી અરબના આ નિર્ણાયક ફેરફારથી ભારતીય નાગરિકોને ઘણો જ ફાયદો થશે. સાઉદી અરબમા આશરે 26 લાખ ભારતીય નાગરિકો કામ કરે છે. સાઉદીની રાજધાની રિયાદમાં આયોજિત પ્રેસ-કોન્ફરન્સમાં સાઉદી અરબના માનવ સંસાધન અને સામાજિક વિકાસ મંત્રાલયે જાહેરાત કરી હતી કે, શ્રમ કાયદામાં સુધારો માર્ચ 2021થી જ લાગુ કરી દેવામાં આવશે.

આ સુધારા લાગુ કરતાની સાથે જ કામદારોને સાઉદીમાં જ રહીને પોતાની નોકરી બદલવાની પૂર્ણ સ્વતંત્રતા મળશે. સાઉદી અરબનું શ્રમ મંત્રાલય આ માટે બાધારૂપ નહીં બને. વર્તમાન વ્યવસ્થા અનુસાર સાઉદી અરબમાં કફાલા સિસ્ટમ લાગુ હતી, જેનાથી નિયોક્તાઓને તે અધિકાર મળેલો હતો કે તેમની પરવાનગી વગર વિદેશી કામદારો નોકરી નહીં બદલી શકે અને કર્મચારીઓનું દેશ છોડીને ચાલ્યા જવાનું પણ તે નિયોક્તાઓની ઇચ્છા ઉપર
જ નિર્ભર રહેતું.

નવા સુધારા પછી વિદેશી કામ કરનારાઓ નોકરી બદલી શકશે, ઉપરાંત સ્વયં એક્ઝિટ અને ફરીથી રી-એન્ટ્રી વિઝા માટે રીકવેસ્ટ કરી શકશે અને તેમના ફાઇનલ એક્ઝિટ વિઝા ઉપર પણ તેમનો સંપૂર્ણ અધિકાર ગણાશે. હવે આ બધી જ બાબતો માટે નિયોક્તાની મંજુરી જરૂર રહેશે નહીં. બધાને ઓટોમેટીક મંજૂરી મળી જશે. આનાથી તમામ ભારતીયોને કામ કરવા માટે વધુ સારા સ્કોપ રહશે.

નાયબ પ્રધાન અબ્દુલ્લા બિન નાસિર અબુથનેનએ જાહેરાત કરી હતી કે, અમે દેશમાં કામ કરનારાઓ માટે વધુ સારું શ્રમ બજાર અને કામ કારનારાઓ માટે કામ કરવા માટેનું સારું વાતાવરણ ઊભું કરવા માગીએ છીએ. શ્રમ કાયદામાં આ સુધારાથી વિઝન 2030ના ઉદ્દેશોને ઝડપી હાંસિલ કરવામાં મદદ મળશે. કફાલા સિસ્ટમમાં આ સુધારાનો ફાયદો એક કરોડ જેટલા વિદેશી કામ કરનારાઓને મળશે, જે સાઉદી અરબની કુલ જન સંખ્યાના ત્રીજા ભાગ જેટલી છે. સાઉદી અરબ આ સુધારા દ્વારા સૌથી પ્રતિભાશાળી કામ કરનારાઓને આકર્ષવા માગે છે. આનાથી સાઉદીના બજારમાં એક હેલ્દી સ્પર્ધાત્મક વાતાવરણ પણ બનશે. સાઉદી અરબ સ્થાનિક લેબર બજારમાં એવું વાતાવરણ ઇચ્છે છે, જેમાં કામ આપનાર લોકોની સાથે કામ કરનારાઓને પણ ફાયદો થશે.

ખરેખર છે શું કફાલા સિસ્ટમ? : સાઉદી અરબની કફાલા સિસ્ટમ કામ કરનારાઓ ઉપર અનેક પ્રકારના નિયંત્રણો લગાવે છે. સહેલા શબ્દોમાં કહીએ તો જે કામદારો બીજા દેશોમાંથી અહીં આવે છે અને અહીં કામ કરે છે, તેવા વિદેશી કામદારો પાસે શોષણથી બચવાનો કોઈ રસ્તો નથી હોતો. કામદાર પોતે નોકરી છોડીને જઈ પણ નથી શકતો, દેશ બહાર જવા માટે પણ તેના નિયોક્તાની મંજુરી લેવી જરૂરી છે. તેઓ નિયોક્તાની મંજુરી લીધા વગર ના તો નોકરી બદલી શકે છે અને ના તો પોતાના દેશમાં પાછા ફરી શકે છે.