25 વર્ષ પહેલા સાથે ગયા હતા અમેરિકા, આજે સરકારે બનાવ્યા કેન્દ્રમાં મંત્રી.

0
1072

હાલમાં જ થોડા દિવસો પહેલા જ લોકસભાની ચૂંટણી પૂર્ણ થઇ છે અને તેમાં ઘણા નેતાઓ જીત્યા છે અને ઘણા હારી ગયા છે અને ઘણા પરિણામ ધાર્યા બહારના પણ આવેલા છે. વરિષ્ઠ બેજેપી નેતા અને સિકંદરાબાદથી સાંસદ જી. કિશન રેડ્ડી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નવી સરકારમાં મંત્રી બની શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે બીજેપી મોવડી મંડળ તરફથી સાંસદ જી.કિશન રેડ્ડીને ફોન પણ ગયો છે.

કહેવામાં આવે છે કે તેલંગાનામાં પહેલી વખત બીજેપીએ ચાર લોકસભા સીટ જીતી છે. આ ચારો સીટો ઉપર બીજેપીને જીતાડવામાં જી.કિશન રેડ્ડીએ મહત્વની કામગીરી કરી છે. એટલા માટે બીજેપી મોવડી મંડળના વડા જી.કિશન રેડ્ડીને મંત્રી પદ આપી શકે છે. કદાચ તે બાબતમાં તે દિલ્હીમાં પણ આવ્યા છે.

તેલંગાનાના સામાન્ય કુટુંબ માંથી આવનારા જી. કિશન રેડ્ડી વિશે કહેવામાં આવે છે કે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નજીકના છે. રેડ્ડીના થોડા જુના ફોટા સામે આવ્યા છે. જેમાં તે સંઘમાં રહીને નરેન્દ્ર મોદી સાથે ૧૯૯૪માં અમેરિકા ટુર ઉપર ગયા હતા.

જી. કિશન રેડ્ડીની રાજકીય કારકિર્દી વિષે વાત કરવામાં આવે, તો તે સ્કુલના દિવસોથી જ આરએસએસ સાથે જોડાયેલા રહ્યા. પછી તે ૧૯૭૭માં તે જનતા પાર્ટીમાં પાર્ટી કાર્યકતા તરીકે જોડાયા. જેનું નેતૃત્વ જયપ્રકાશ નારાયણે કર્યું હતું.

પછી ૨૦૦૪માં તે પહેલી વખત ચુંટણીમાં ઉતર્યા અને હિમાયત નગર ચુંટણી વિસ્તારમાંથી આંધ્ર પ્રદેશ વિધાનસભા માટે ચૂંટવામાં આવ્યા. ૨૦૦૯ અને ૨૦૧૪માં પણ તેમણે જીત મેળવી. તે અંબરપેટ ચૂંટણી વિસ્તારમાંથી ચૂંટવામાં આવ્યા.

તે ઉપરાંત તે ત્રણ વખત સંયુક્ત આંધ્ર પ્રદેશના બીજેપી પ્રદેશ અધ્યક્ષ રહી ચુક્યા છે અને તે તેલંગાનામાં પણ યુનિટ ચીફ રહ્યા છે.

તે ઉપરાંત જી. કિશન રેડ્ડી ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ ઉપર રહીને પણ ફરજ બજાવી ચુક્યા છે. તે નરેન્દ્ર મોદી સાથે તે સમયથી જોડાયેલા છે જ્યારથી તે સંઘમાં રહેલા છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.