25 વર્ષ પછી રાહુ-કેતુ આ 5 રાશિઓ પર થયા મહેરબાન, ટૂંક સમયમાં જ બધા બગડેલ કામ સારા થશે

0
6405

જેવું કે તમે જાણો છો કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુલ 12 રાશિઓ જણાવવામાં આવી છે. આ બારે બાર રાશિઓનું પોતાનું જ અલગ મહત્વ હોય છે. જો ગ્રહ નક્ષત્રમાં કોઈ પરિવર્તન થાય છે, તો એનાથી આ બધી રાશિઓ પ્રભાવિત થાય છે. એ વાતમાં કોઈ શંકા નથી કે વ્યક્તિને પોતાના ભાગ્ય કરતા વધારે અને ભાગ્ય કરતા ઓછું પણ નથી મળતું.

પણ વ્યક્તિનું ભાગ્ય ગ્રહોમાં થતા પરિવર્તનની સાથે સતત બદલાતું રહે છે. એ કારણે વ્યક્તિએ પોતાના જીવનમાં ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. આ ગ્રહોના પરિવર્તનને કારણે જ કયારેક વ્યક્તિના જીવનમાં ઘનનું આગમન થાય છે, તો કયારેક એમણે પૈસાની સમસ્યાનો સામનો કરવો પડે છે.

ગ્રહોને લીધે જ ક્યારેક એમના દ્વારા કરાયેલા કામ સફળ થાય છે, તો કયારેક બગડી પણ જાય છે. જીવનમાં થતી આ બધી ઘટના ગ્રહોની ચાલ પર આધાર રાખે છે. જ્યોતિષ શાસ્ત્રના જાણકાર અનુસાર અમુક રાશિઓ પર 25 વર્ષ પછી રાહુ અને કેતુ મહેરબાન થવાના છે. એમને પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત થશે અને એમના બધા બગડેલા કામ જલ્દી જ પુરા થશે. આજે અમે તમને એ જ રાશિઓ વિષે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

આવો જાણીએ રાહુ-કેતુ કઈ રાશિઓ પર રહેશે મહેરબાન :

મિથુન :

મિથુન રાશિ વાળા લોકોને રાહુ અને કેતુની કૃપાથી મૂડીના રોકાણ અને વિદેશની બાબતોમાં પ્રગતિ થવાની શકયતા જણાઈ રહી છે. તમે તમારા વિરોધીઓ પર વિજય પાર્પ્ત કરશો. જીવનસાથી સાથે પ્રેમ સંબંધોમાં મધુરતા બની રહેશે. ઘર પરિવારમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. તમારા વિદેશ યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે. આ સમય દરમ્યાન તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. તમે તમારા કાર્યક્ષેત્રમાં બમણી પ્રગતિ તરફ વધશો. તેમજ સહકર્મીઓ સાથે પણ તાલમેલ બની રહેશે. કાર્યક્ષેત્રમાં તમને સમ્માનિત કરવામાં આવી શકે છે. તમને તમારા ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે.

મીન :

મીન રાશિવાળા લોકોને રાહુ-કેતુની કૃપાથી કોર્ટ કચેરીની બાબતોમાં સફળતા પ્રાપ્ત થશે. તમને જ્ઞાન વિજ્ઞાન સાથે સંબંધિત ક્ષેત્રમાં પણ સફળતા મળશે. અચાનક તમને સંતાનની પ્રગતિના શુભ સમાચાર મળી શકે છે. જેથી તમારું મન ઘણું પ્રસન્ન થશે. વ્યાપારિક ક્ષેત્રમાં વિસ્તાર થવાની સંભાવના બની રહી છે. જેથી તમને ભારે નફો મળી શકે છે. તમે પોતાના કોઈ પ્રિય મિત્ર સાથે મુલાકાત કરી શકો છો. તમે પોતાના ખાન-પાન પર વિશેષ ધ્યાન રાખો. તમારી બૌદ્ધિક ક્ષમતામાં પણ વધારો થશે. કાર્યક્ષેત્રમાં સારા પરિણામ જોવા મળશે.

સિંહ :

સિંહ રાશિ વાળા લોકો પર રાહુ અને કેતુની કૃપા દૃષ્ટિ સતત બની રહેશે. તમને તમારા સસરા પક્ષ તરફથી લાભ મળવામાં યોગ બની રહ્યા છે. વિદેશથી તમને શુભ સમાચાર મળવાની સંભાવના બની રહી છે. તમે પોતાના શત્રુ પર હાવી રહેશો. તમારે અચાનક કોઈ લાંબા અંતરની યાત્રા પર જવું પડી શકે છે. જીવનમાં ધન સાથે સંબંધિત બધી પરેશાનીઓ દૂર થશે. જેનાથી તમારા ઘર પરિવારમાં ખુશીઓ બની રહેશે. પૈસાના રોકાણમાં વધારો જોવા મળશે.

મેષ :

મેષ રાશિ વાળા લોકો પર રાહુ અને કેતુ મહેરબાન રહેવાના છે. અને આ રાશિવાળા વ્યક્તિઓને આજીવિકા સંબંધિત ક્ષેત્રમાં પણ સફળતા મળવાના સંકેત દેખાઈ રહ્યા છે. વ્યાપારમાં તમે વધારે નફો મેળવવામાં સફળ રહેશો. અંગત સંબંધોમાં તમે સફળતા પ્રાપ્ત કરશો. જે લોકો નોકરી કરે છે એમની આવકમાં વધારો થશે. આવનાર સમયમાં તમારી આવક સારી રહેશે. જો તમે ક્યાંક રોકાણ કરો છો, તો તમને એમાં સારો લાભ મળશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

કુંભ :

કુંભ રાશિ વાળા લોકો પર રાહુ અને કેતુની વિશેષ કૃપા દૃષ્ટિ બની રહેશે. આથી તમે ક્યાંક પૈસા રોકો છો, તો એમાં તમને ભારે નફો મળવાના યોગ બની રહ્યા છે. પોતાના વ્યવહારથી લોકોને પ્રભાવિત કરી શકો છો. પ્રેમ સંબંધિત બાબતોમાં આવનારી સમસ્યાઓ દૂર થશે. માતા-પિતાનો સંપૂર્ણ સહયોગ મળશે. તમે પોતાના કાર્યક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો. પોતાના જૂના દેવા માંથી છુટકારો મળશે. ધર્મના કામોમાં તમારી રુચિ વધારે રહેશે. કુંભ રાશિ વાળા વ્યક્તિઓના પ્રેમ લગ્ન થવાના યોગ બની રહ્યા છે.

આવો જાણીએ બાકીની રાશિઓની હાલત કેવી રહેશે :

કર્ક :

કર્ક રાશિ વાળા લોકો માટે આવનાર સમય મધ્યમ સાબિત થશે. તમને પોતાના કાર્યક્ષેત્રમાં સફળતા મળી શકે છે. વિવાહિત જીવનમાં ખુશીઓ બની રહેશે. પરંતુ ધન સંબંધિત કોઈ પણ બાબતોમાં તમારે સાવધાન રહેવું પડશે. તમારા શત્રુ તમને નુકશાન પહોંચાડવાનો સંપૂર્ણ પ્રયત્ન કરશે. માટે તમે સતર્ક રહો. કોઈ પણ પ્રકારના વાદ-વિવાદમાં ન પડો. વ્યાપારીઓને પોતાના વ્યાપારમાં ખોટ થઈ શકે છે. જે વ્યક્તિના હજુ લગ્ન નથી થયા એમને લગ્નનો સારો પ્રસ્તાવ મળી શકે છે. કારોબારની બાબતે કોઈ યાત્રા પર જવું પડી શકે છે. યાત્રા દરમ્યાન પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

કન્યા :

કન્યા રાશિ વાળા લોકોને આવનાર સમયમાં મધ્યમ લાભ મળશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. પણ તમારા દ્વારા કરવામાં આવેલા રોકાણમાં તમને ખોટ આવી શકે છે. માટે તમે સમજી વિચારીને રોકાણ કરો. તમારે તમારા થોડા ક્ષેત્રોમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. સ્વાસ્થ્યમાં પ્રતિકૂળ સ્થિતિ બની રહેશે. જે વ્યક્તિ વિદ્યાર્થી છે એમણે ભણવામાં ધ્યાન આપવાની જરૂર છે. કાયદાકીય બાબતો અને શત્રુઓથી કષ્ટ થઈ શકે છે. કોઈ મોટી લેવડ-દેવડમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન કરો. પ્રેમ સંબંધોમાં મધુરતાના સંકેત દેખાઈ રહ્યા છે.

વૃષભ :

વૃષભ રાશિ વાળા લોકોએ આવનાર સમયમાં થોડી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારે તમારા જીવનમાં સફળ થવા માટે વધારે મહેનત કરવી પડશે. તમારે તમારા કામ પ્રત્યે એકાગ્રતા બનાવી રાખવી પડશે. જીવનસાથી સાથે સંબંધ સારા રહેશે. પરંતુ તમે કોઈ પ્રકારનું રોકાણ કરવાથી બચો. ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ બની રહેશે. તમારા સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે.

તુલા :

તુલા રાશિ વાળા લોકોએ આવનાર સમયમાં પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. તમે પોતાના ઘર માટે જરૂરી વસ્તુઓ ખરીદી શકો છો. પણ તમારે તમારા ખોટા ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. જે વ્યક્તિ વ્યાપારી છે, એમનો વ્યાપાર મધ્યમ રહેશે. સંતાન તરફથી સુખ પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે. જમીન મિલકતની બાબતોમાં તમારે સાવધાન રહેવું પડશે.  કાર્યભાર વધારે હોવાને કારણે શારીરિક થાક રહી શકે છે.

ધનુ :

ધનુ રાશિ વાળા વ્યક્તિઓએ આ સમય દરમ્યાન પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અચાનક તમને ખરાબ સમાચાર મળવાની સંભાવના બની રહી છે. એ કારણે તમારું મન ઘણું ચિંતિત રહેશે. કાર્યક્ષેત્રમાં વધારે ભાગદોડ હોવાને કારણે સ્વાસ્થ્ય પર પ્રભાવ પડશે. જે વ્યક્તિ પ્રેમ પ્રસંગમાં છે એમના માટે આવનાર સમય સારો રહેશે. પૂજા-પાઠમાં તમારું મન લાગશે. કાર્યક્ષેત્રમાં તમારા વિરુદ્ધ ષડયંત્ર બનાવી શકાય છે. માટે તમે સતર્ક રહો.

મકર :

મકર રાશિ વાળા વ્યક્તિઓએ થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમારા ઘર પરિવારમાં ખુશીઓ બની રહેશે. પૂર્વજોની સંપત્તિમાં વાદ-વિવાદ થવાની સંભાવના બની રહી છે. કોઈ પણ પ્રકારની કોર્ટ કચેરીની બાબતોથી દૂર રહો. તમને સાસરી પક્ષ તરફથી તમને કષ્ટ મળવાની સંભાવના બની રહી છે. તમને તમારી કોઈ મહિલા મિત્ર તરફથી લાભ મળી શકે છે. તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. કાર્યક્ષેત્રમાં વધારે તણાવ લેવાથી બચો.

વૃશ્ચિક :

વૃશ્ચિક રાશિ વાળા લોકોએ આવનાર સમયમાં કોઈ યાત્રા પર જવું પડી શકે છે. જેમાં તમને લાભ પ્રાપ્ત થશે. પરંતુ તમે જરૂર કરતા વધારે કોઈના પર વિશ્વાસ ન કરો. નહિ તો તમને દગો મળવાના યોગ બની રહ્યા છે. માતાનું સ્વાસ્થ્ય બગાડવાની સંભાવના બની રહી છે. તમે આવનાર સમયમાં કોઈ પાસેથી પૈસા ઉધાર લેતા નહિ. જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. વાહન સુખની પ્રાપ્તિ થશે. રોકાણ કરતા પહેલા સારી રીતે વિચાર કરો.