લગ્ન માટે 25 KM સાયકલ ચલાવીને પહોંચ્યો અમીર વરરાજો, આ હતું કારણ

0
746

એક અમિર પરિવારના છોકરાએ સાધારણ લગ્ન કરીને એવું ઉદાહરણ રજુ કર્યું જેનાથી દરેક વ્યક્તિ પ્રેરણા લઈ શકે છે. ન કોઈ બેંડ, ન નાચવું ગાવું, ફક્ત ગુરુદ્વારા સાહબમાં આનંદનો રસ અને પોતાની નવવધૂને સાઈકલ પર લઈને ઘરે પહોંચ્યો. આ પ્રેરણાદાયક લગ્ન પંજાબના બથિંડા જિલ્લામાં થયા.

બથિંડા જિલ્લાના મોડ મંડી પાસે રામનગરના રહેવા વાળા ગુરબખ્શીશ સિંહ, જેમની પાસે 40 એકડ જેટલી જમીન છે અને પોતાના માં બાપનું એકમાત્ર સંતાન છે. તેમણે આ રીતે એકદમ સાદગીથી લગ્ન કર્યા છે. પ્રદૂષણથી રાહત અને સમાજને મેસેજ આપવા વાળા એમના લગ્ન બધા વચ્ચે ચર્ચાનો વિષય બની ગયા છે. એમની જાનમાં ફક્ત 12 લોકો શામેલ થયા હતા, એ પણ એમના પરિવારના ખાસ સંબંધીઓ હતા.

એમની જાન સીધી ગુરુદ્વારા સાહબ ગઈ. ત્યાં આનંદ કાર્યાલયમાં લગ્ન પછી છોકરો પોતાની પત્નીને સાયકલ પર બેસાડીને 25 કિલોમીટર દૂર પોતાના ગામ પહોંચ્યો.

વરરાજાએ કહ્યું કે, બાળપણથી જ તેણે વિચારી રાખ્યું હતું કે, ખોટા ખર્ચથી બચવું જોઈએ. ન પેલેસ પર ખર્ચ કરવામાં, ન નાચવા ગાવા પર, અને ન તો લગ્નમાં દહેજ લેવું જોઈએ. બાળપણના સપનાને હવે મેં સાકાર કરી દીધું છે. એનાથી બંને પરિવારનો ખર્ચ ઓછો થયો અને મુશ્કેલીથી દૂર થયા.

વરરાજાની બહેને કહ્યું કે, બાળપણથી જ મારા ભાઈની ઈચ્છા હતી કે તે દહેજ વગર, કોઈ પણ પ્રકારનો દેખાવો કર્યા વગર લગ્ન કરશે અને સાયકલ પર પોતાની નવવધુને લઈને આવશે. એને પોતાનું જે સપનું બાળપણમાં જોયું હતું, તેને પૂરું કર્યું.

ગુરુદ્વારા સાહિબમાં થયેલા લગ્નમાં 12 લોકો પરિવારના હતા. તેમજ છોકરીને સાયકલ પર બેસાડીને પોતાના ઘરે લઈ આવ્યા. આ લગ્નથી બંને પરિવાર ખોટા ખર્ચ અને પરેશાનીઓથી બચ્યા. સમાજના ભણેલા-ગણેલા લોકો આવા નિર્ણય લેતા રહેશે તો સારી વિચારસરણી મળતી રહેશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.