24 વર્ષની આ કિશોરી ઘર-બાર છોડીને બની ગઈ સાધ્વી, આજે ફક્ત અવાજ સાંભળવા માટે ઉમડી પડે છે લાખોની ભીડ.

0
2989

મિત્રો, સામાન્ય રીતે જયારે પણ આપણે કોઈ સાધુ કે સાધ્વી વિષે વિચારતા હોઈએ છીએ, ત્યારે તમારા મનમાં વૃદ્ધ અને મોટા લોકોના છબી જ તૈયાર થાય છે. અને મોટેભાગે કોઈ પણ સભા હોય ત્યારે આ ઉંમરના લોકો જ પ્રવચન આપતા કે સાંભળતા જોવા મળે છે. તમને ઓછી ઉંમરના સાધુ અથવા તો સાધ્વીને પ્રવચન આપતા ખુબ ઓછાં જોયા હશે.

પણ મિત્રો, આજે અમે તમને આપણા દેશની એક એવી સાધ્વી વિષે જણાવવાના છીએ, જેના વિષે જાણીને તમે દંગ થઇ જશો. જણાવી દઈએ કે, આ સાધ્વીની ઉંમર ઘણી ઓછી છે. માત્ર ૨૪ વર્ષની આ સાધ્વી એ B.COM નું ભણતર પૂરું કર્યુ છે. તો આવો જાણીએ કે કોણ છે આ સાધ્વી? શું છે એનું નામ?

જણાવી દઈએ કે, હાલ 24 વર્ષની ઉંમરની આ સાધ્વી મૂળ રાજસ્થાનની રહેવાસી જયા કિશોરી ધાર છે. આ સાધ્વી જયા કિશોરી ઘણી જગ્યાએ પ્રવચન કરે છે. અને આટલી નાની ઉંમરની આ સાધ્વીએ લોકો પર પોતાની એક ખાસ ઓળખાણ છોડી છે. નાની ઉંમરની આ સાધ્વીનું પ્રવચન સાંભળવા માટે લોકો દૂર દૂરથી આવે છે.

મિત્રો, તમને એ વાત જાણીને આશ્ચર્ય થશે કે ફક્ત 10 વર્ષની ઉંમરમાં જ જયા કિશોરીએ પોતનું દિલ ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરી દીધુ હતું. ઘરમાં ધર્મ અને ભક્તિનું વાતાવરણ હોવાના કારણે, તે ભગવાન શ્રી કૃષ્ણ તરફ વધતા ચાલ્યા ગયા. જયાએ પોતાનો પહેલો સુન્દરકાંડ પાઠ 10 વર્ષની ઉંમરમાં કરેલો હતો. તેમની મીઠી વાણીથી લોકો ખુબ આકર્ષિત થયા. તેમના અવાજનો જાદુ એટલો ચાલ્યો કે આજે પણ લોકો તેમને સાંભળવા માટે દૂર-દૂરથી આવે છે.

જયા કિશોરીએ ભક્તિની સાથે સાથે પોતાનું ભણતર પણ ચાલુ રાખ્યું અને તે ગ્રેજ્યુએટ થઇ ગઈ. તેમજ તેણે ક્યારેય ભગવાનની ભક્તિની અસર પોતાના ભણતર પર પડવા દીધી નથી. જણાવી દઈએ કે કલકત્તાની મહાદેવ બિરલા વર્લ્ડ એકેડમીથી એમણે પોતાનું સ્કૂલનું ભણતર પૂરું કર્યુ હતું.

ત્યારબાદ એમણે ભાવનીપુર ગુજરાતી સોસાયટીથી પોતાનું આગળનું ભણતર પૂરું કર્યુ. બાળપણથી ભગવાનની ભક્તિમાં લિન હોવાના કારણે લોકો જયાને રાધા બોલાવતા હતા. એમની કૃષ્ણ ભક્તિ જોઇને લોકો ઘણું સમ્માન આપે છે. એમણે પોતાના મધુર અવાજમાં ઘણા બધા ભજન ગાયા છે, જે તમને યુ ટ્યુબ પર સંભાળવા મળશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.