22 વર્ષના અદનાન ચોથી વાર કરવા માંગે છે નિકાહ, ત્રણેય પત્નીઓ મળીને શોધી રહી છે પતિ માટે દુલ્હન

0
408

ત્રણ પત્નીઓ હોવા છતાં ચૌથી પત્ની શોધી રહ્યો છે 22 વર્ષનો અદનાન, ત્રણેય પત્નીઓ પણ છે સહમત. પાકિસ્તાનમાં રહેતો 22 વર્ષનો એક યુવક પોતાના માટે પત્ની શોધી રહ્યો છે. અને તેના માટે પત્ની શોધવામાં તેની 3 પત્નીઓ પણ તેની મદદ કરી રહી છે. જી હાં, આ યુવક પરિણીત છે અને તેની 3 પત્નીઓ છે અને હવે તે ચોથી વાર નિકાહ કરવા જઈ રહ્યો છે. પાકિસ્તાનના સિયાલકોટમાં રહેતો અદનાન હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલો છે, અને પાકિસ્તાનમાં તેના ચોથા નિહાકની ઘણી ચર્ચા થઈ રહી છે.

શું છે સંપૂર્ણ બનાવ? અદનાન પરિણીત છે અને તેના પહેલા નિકાહ 16 વર્ષની ઉંમરમાં થયા હતા. પહેલા નિકાહના ચાર વર્ષ પછી તેણે બીજા નિકાહ કર્યા. તેના એક વર્ષ પછી એટલે કે 21 વર્ષની ઉંમરે તે ત્રીજીવાર વરરાજો બન્યો. તેના ત્રીજા નિકાહ ગયા વર્ષે જ થયા હતા. હવે તે પોતાના માટે ચોથી પત્ની શોધી રહ્યો છે. ચકિત કરી દેનારી વાત એ છે કે તેની ત્રણેય પત્નીઓને આ વાતથી કોઈ સમસ્યા નથી, અને તેઓ પણ પોતાના પતિ માટે પત્ની શોધવામાં લાગી ગઈ છે.

ચોથા લગ્ન કરવા માટે અદનાને એક શરત રાખી છે અને તે પ્રમાણે અદનાન એવી છોકરી સાથે જ નિકાહ કરશે જેનું નામ S અક્ષરથી શરૂ થતું હોય. હકીકતમાં તેની ત્રણેય પત્નીઓના નામ પણ S અક્ષરથી જ શરૂ થાય છે. એટલા માટે તે ઈચ્છે છે કે તેની ચોથી પત્નીનું નામ પણ S અક્ષરથી જ શરૂ થાય છે. તેની ત્રણેય પત્નીઓના નામ શુંભાલ, શુબાના અને શાહિદા છે. અદનાન અનુસાર તેના માટે S ઘણો લકી અક્ષર છે.

અદનાનના ચોથી પત્ની શોધવાના સમાચાર સાંભળીને દરેક વ્યક્તિ ચકિત થઈ ગયા છે, અને સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ એ જ વાત કરી રહ્યા છે કે, આ જમાનામાં એક પત્નીને સાચવવી મુશ્કેલ છે અને અદનાન ચોથી વાર નિકાહ કરવા જઈ રહ્યો છે. એટલું જ નહિ અદનાનના ચોથા નિકાહથી તેની પત્નીઓને પણ કોઈ સમસ્યા નથી, અને તેઓ પણ પોતાના માટે સૌતન શોધી રહ્યા છે.

અદનાનની પત્નીઓ અનુસાર તે અદનાનને ખુબ પ્રેમ કરે છે, અને અદનાન પણ કહે છે કે તે પણ ત્રણેય પત્નીઓને સરખો જ પ્રેમ કરે છે. અદનાનના પરિવારમાં ત્રણ પત્નીઓ સિવાય પાંચ બાળકો પણ છે. જણાવી દઈએ કે પાકિસ્તાનમાં એક પુરુષ એક કરતા વધારે નિકાહ કરી શકે છે. બીજા નિકાહ કરવા માટે તેને છૂટાછેડાની જરૂર નથી. આ કારણે જ અદનાન ચોથીવાર નિકાહ કરવા જઈ રહ્યો છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.