વાવાઝોડાને કારણે પડી ગયું 215 વર્ષ જૂનું ઝાડ, મૂળમાં દેખાયું કંઈક આવું કે બોલાવી પડી પોલીસ

0
5098

આ દુનિયામાં રોજ કંઈક ને કંઈક અવનવું થતું જ રહે છે. તમને લોકો દ્વારા ઘણી બધી અવનવી અને વિચિત્ર વાતો સાંભળવા મળતી હશે. આજકાલ તો સોશિયલ મીડિયાનો જમાનો છે, અને આજના સમયમાં નાના કે મોટી કોઈ પણ વાત હોય બધું જ વાયરલ થઇ જતું હોય છે. દુનિયાના કોઈ પણ ખુણાની ઘટના કેમ ન હોય, એને વાયરલ થતા વાર નથી લાગતી.

આ દુનિયામાં ઘણી વખત એવી ઘટનાઓ બને છે, જે ઘણી જ નવાઈ પમાડનારી હોય છે. આજે અમે તમને એક એવી જ ઘટના વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિષે વાંચીને તમે પણ ચોંકી જશો.

અમે જે ઘટના વિષે તમને જણાવવાં જઈ રહ્યા છીએ તે આયરલેન્ડની છે. મિત્રો અહી એક ખુબ જ વિચિત્ર ઘણા બની છે. અહી થોડા સમય પહેલા જ આવેલા એક વાવાઝોડાને કારણે એક ૨૧૫ વર્ષ જુનું વુક્ષ જમીન દોસ્ત થઈ ગયું. અને તે વૃક્ષ મૂળ સહીત જમીન ઉપર આડું પડી ગયું. જયારે વૃક્ષ પડ્યું તો તે વૃક્ષના મૂળ બહાર નીકળી આવ્યા તો ત્યાં રહેવા વાળા લોકોએ આ વાતની જાણકારી પોલીસને આપી.

તમને થતું હશે કે વૃક્ષ પડયું એમાં શું નવું છે. તો જણાવી દઈએ કે વૃક્ષ પડવાથી વર્ષો જૂનું જમીનમાં દટાયેલું રહસ્ય બહાર આવ્યું છે. આવો તમને એના વિષે જણાવીએ.

ખાસ કરીને બન્યું એવું કે આ વૃક્ષ પડવાને કારણે અહી અફડા તફડી મચી ગઈ. જે સ્થળે વૃક્ષ પડી ગયું હતું ત્યાંની સ્થિતિ એવી થઇ ગઈ હતી કે, જયારે પોલીસએ એ દ્રશ્ય જોયું તો એમના પણ હોશ ઉડી ગયા. કારણ કે એ વૃક્ષના મૂળની નીચે અડધું હાડપિંજર મળ્યું છે. તે જોઇને જ પોલીસ પણ ચકિત થઇ ગઈ. પછી તેમણે તે સ્થળની તપાસ કરવા માટે વેજ્ઞાનિકોને ફોન કરી દીધો.

અને જેવી વેજ્ઞાનિકોને જમીન માંથી હાડપિંજર મળવાની માહિતી મળી કે, તેઓ તરત ત્યાં પહોચી ગયા. ત્યારબાદ વેજ્ઞાનિકોએ તરત તેની શોધ ખોળ શરુ કરી દીધી. અને તેઓ પણ ઝાડના મૂળ માંથી નીકળેલા વિચિત્ર એવા હાડપિંજરને જોઇને ચકિત રહી ગયા. તેમજ એને જોયા પછી એમને પણ સમજમાં આવતું ન હતું કે, આ હાડપિંજર છેવટે છે કોનું?

એટલે એમણે કાર્બન ડેટિંગ પદ્ધતિથી તપાસ કરી. શરુઆતના સમયમાં જે વાતો જાણવા મળી હતી, તેનાથી વધુ ચોંકાવનારો ખુલાસો તો હાડકાની તપાસ કરવાથી થયો. તપાસમાં જાણવા મળ્યું કે આ વ્યક્તિના શરીરને કાપવામાં આવ્યું હતું.તેના શરીરને કાપ્યા પછી તેના હાથ પણ કાપવામાં આવ્યા હતા. અને તપાસમાં એ જાણવા મળ્યું કે જે વ્યક્તિનું આ હાડપિંજર હતું તેના મૃત્યુ સમય એની ઉંમર ૧૭ થી ૨૯ વર્ષની વચ્ચે હતી.

ત્યારબાદ કાર્બન આઈસોટોપ પદ્ધતિથી જે જાણવા મળ્યું તે વધારે વિચિત્ર હતું. કારણ કે એમાં જાણવા મળ્યું કે આ હાડપિંજર ૧૦૦૦ વર્ષ જુનું કોઈ વ્યક્તિનું છે. વેજ્ઞાનિકોએ તે વાતની પુષ્ટિ કરી દીધી કે આ વ્યક્તિનું મૃત્યુ કુદરતી રીતે ન હતું થયું. તેનાથી ૨ સ્ટોરી ઉભી થઇ. એક તો આ વ્યક્તિનું મૃત્યુ કોઈ ઝગડામાં થયું હતું કે, આ વ્યક્તિનું મૃત્યુ કોઈ આકરી સજા આપવાને કારણે થયું હતું.

તેમણે એ પણ જણાવ્યું કે ૨૦૦ વર્ષ પહેલા જયારે આ વૃક્ષ ઉગાડવામાં આવ્યું હતું, ત્યારે તેમને પણ ખબર ન હતી કે તેની નીચે આ રહસ્ય છુપાયેલું છે. પરંતુ કુદરત આટલા વર્ષો પછી પોતાની અંદર છુપાયેલા રહસ્યને બહાર લઇ આવી. એક જાણકારે કહ્યું, જો આ વૃક્ષ ન હોત તો આપણે ક્યારે પણ તેની સાથે જોડાયેલા ઈતિહાસ વિષે ન જાણી શક્યા હોત.

આ ઘટના વિષે સોશિયલ મીડિયા ઉપર ખુબ ચર્ચા પણ થઇ રહી હતી. તેઓએ જણાવે છે કે તેના વિષે જાણીને લોકો પણ આશ્ચર્યચકિત પણ થઇ રહ્યા છે.