ખુશખબર : 21 હજારથી ઓછા પગારના પ્રાઇવેટ નોકરી કરવા વાળાઓને મોદી સરકારેની મોટી ગીફ્ટ

0
7414

દિવાળી વહેલા મનાવો આ વર્ષે સરકારે આપી ગીફ્ટ, લાડવા વેચો ખુશી મનાવો મોદી સરકાર તરફથી ગિફ્ટ મળી છે.

પણ કોને? પ્રાઇવેટ સંસ્થાઓમાં કામ કરતા 3 કરોડ 60 લાખથી વધુ કર્મચારીઓને મહિને 21 હજાર રૂપિયા સુધી કમાવા વાળા કર્મચારીઓનો પગાર હવે વધી જશે. પણ કેમ? કેમ કે હવે તેમના પગાર માંથી વીમાના પૈસા ઓછા કપાશે. મોદી સરકારનો આ ઇતિહાસ બનાવનારો નિર્ણય છે.

સવાલ 1 શું છે આ નિર્ણય?

સરકારી એક ડિપાર્ટમેન્ટ છે, જેનું નામ છે કર્મચારી રાજ્ય વીમા નિગમ. જેને સામાન્ય રીતે ESI કહે છે. જેનો મતલબ છે, પ્રાઇવેટ સંસ્થાઓના ઓછા પગાર વાળા કર્મચારીઓને વીમો આપવાનું. અત્યાર સુધી આ સુવિધાના બદલામાં ESI માં 6% પૈસા જતા હતા. આ 6% માં કંપનીનો હિસ્સો 4.75% અને કર્મચારીનો હિસ્સો 1.75% પૈસા કપાતા પણ હવે સરકારે આ ઘટાડી દીધું છે.

કેટલું? સરકારે આ ઘટાડીને 4% કરી દીધું છે. હવે કંપની માંથી 3.25% અને કર્મચારીના 0.75% કપાશે. એનો મતલબ હવે વીમાની કપાત ઓછી થશે અને કર્મચારીઓની સેલેરી વધી જશે. આ કપાત 22 વર્ષમાં પહેલીવાર કરાઈ છે. આ ફેંસલો 1 જુલાઈ 2019 થી લાગુ પડશે.

સવાલ 2 કેટલા કર્મચારીઓને થશે ફાયદો કંપનીઓને કેટલો ફાયદો થશે?

સરકારના આ નિર્ણયથી આખા દેશના 3 કરોડને 60 લાખથી વધારે કર્મોચારીઓને ફાયદો થવાનું અનુમાન છે. વધારે ફાયદો કંપનીઓને પણ મળશે. એક અનુમાન પ્રમાણે હવે કંપનીઓને વર્ષે 5 હજાર કરોડથી વધારેની બચત થશે.

કયા કયા ફાયદા છે આ સ્કીમના?

1) કોઈપણ કર્મચારી 6 મહિનાની નોકરી પછી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ઈલાજ કરાવી શકશે.

2) કર્મચારી પર આશ્રિત એટલે કે પત્ની દીકરા દીકરી માબાપનો પણ ઈલાજ થશે. શરત એ છે કે એમની મહિનાની આવક 9000 રૂપિયા સુધીની જ હોય

3) કોઈપણ કર્મચારીના ઈલાજમાં અત્યારે esi 87.5% ખર્ચ ભોગવે છે અને બાકીના 12.5% રાજ્ય સરકાર ઉઠાવે છે.

4) મહિલા કર્મચારીને 26 અઠવાડિયાની મેટરનિટી લાભ મળે છે એટલે કે તે મહિલાને ઓફિસે ગયા વિના પૂરો પગાર મળે છે.

5) કર્મચારી વિકલાંગ થાય તો તેના કુલ પગારના 90% રકમ આપવાનું પ્રાવધાન છે.

6) કર્મચારી બેરોજગાર થાય તો નવી નોકરી મળે ત્યાં સુધી ભથ્થુ મળે છે. રોકડા રૂપિયા એના ખાતામાં નખાય છે.

કયા કર્મચારી હકદાર છે આ લાભથી?

એવા બધા જ સંસ્થાન જ્યા 10 થી 20 કર્મચારી કામ કરતા હોય એમને ESI નો લાભ મળે છે. જે કર્મચારીઓનો પગાર 21 હજાર સુધી છે. તે આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકે છે. 21 હજારથી વધુ પગાર વાળા એમની ઈચ્છાથી આ સ્કીમનો લાભ ઉઠાવી શકે છે. કર્મચારીનો લગભગ ફ્રી ઈલાજ થાય છે. નોકરી છૂટે તો બેરોજગારી ભથ્થું અને પેંશન મળવાનું પ્રાવધાન છે. ઈલાજ માટે ESI કાર્ડ બનાવવું પડે છે ESI હોસ્પિટલમાં દરેક જાતનો ઈલાજ કરાવી શકાય છે.