2019 માં વાયરલ થયેલી આ અજીબ ડીશોને જોઈને, તમને પણ થશે સૂર્યવંશમ વાળી ઉલ્ટી

0
712

વર્ષ 2019 પૂરું થઈ ગયું. આ વર્ષમાં હવે ઘણા લોકો સાથે ઘણા પ્રકારની ઘટના થઈ હશે. એવામાં વર્ષ 2019 સોશિયલ મીડિયા ટ્રેન્ડને લઈને ઘણું ચર્ચામાં રહ્યું. આ વર્ષે સોશિયલ મીડિયા પર ઘણી એવી અજીબોગરીબ વસ્તુઓ વાયરલ થઈ જેને જોઈને સામાન્ય માણસ પણ હીરા ઠાકુર વાળી ઉલ્ટી કરવા પર મજબુર થઈ જાય. આવો એક વાર યાદ કરીએ એ વાનગીઓને.

આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં એક મહિલાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો. એ વિડીયોમાં મહિલાએ દૂધમાં મેગી બનાવવાની રેસિપી જણાવી. મેગીને દૂધમાં બનાવવાની સાથે જ તેણે એમાં ગુલાબના સૂકા પાંદડા પણ મિક્સ કર્યા, અને એને શેયર કરતા બેસ્ટ મેગી રેસિપી જણાવી. તમે પણ ફરી એકવાર એને જોઈ લો.

ફટાફટ બનતી મેગી નુડલ્સ સાથે આ વર્ષે વધુ એક અત્યાચાર થયો. એક વ્યક્તિએ સંતરા વાળી મેગી બનાવી, આ ફોટાને જોયા પછી ઘણી ચીતરી ચડે છે.

મેગી પછી સૌથી વધારે પ્રયોગ ગુલાબ જાંબુ સાથે થતો જોવા મળ્યો. કોઈએ ગુલાબ જાંબુના શાકનો ફોટો શેયર કર્યો. જોવા વાળાએ તો એ જ કહ્યું કે, આટલી હદ સુધી નીચે પડવાની જરૂર ન હતી.

એક વ્યક્તિ દ્વારા કાજુ કતરી સાથે ટામેટાંનો સોસ પણ ખાવામાં આવ્યો.

આ સજ્જને તો ઢોસાનો સ્વાદ જ નહિ, એના વિચારને પણ બરબાદ કરી નાખ્યો.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.