2 પત્ની 6 બાળકો હોવા છતાં પણ એકલા રહે છે ધર્મેન્દ્ર, 84 ની ઉંમરે ફાર્મ પર આ રીતે પસાર કરે છે દિવસ.

0
321

પોતાના ફાર્મ હાઉસમાં મોટેભાગે એકલા જ દેખાય છે ધર્મેન્દ્ર, જાણો 2 પત્ની 6 બાળકો હોવા છતાં પણ કેમ રહે છે એકલા?

બોલીવુડના મહાન અભિનેતા ધર્મેન્દ્ર 84 વર્ષની ઉંમરમાં પણ આજે ઘણા સક્રિય જોવા મળે છે. તે ફિલ્મી દુનિયાની ઝાકમઝોળથી દુર મુંબઈની પાસે લોનાવાલા આવેલા તેના ફાર્મ હાઉસ ઉપર રહે છે. તેમના કહેવા મુજબ તેને જમીન સાથે જોડાયેલું રહેવું ગમે છે અને તે અહિયાં ખેતી કરતા તેના ફોટા અને વિડીયો હંમેશા પોસ્ટ કરે છે.

હિન્દી સિનેમામાં ધર્મેન્દ્રને હી-મેનના નામથી પણ ઓળખવામાં આવે છે. ખાસ વાત એ છે કે તેની જોરદાર પર્સનાલીટીને લીધે ધર્મેન્દ્રને વર્ષ 1977 માં દુનિયાના 10માં સૌથી હેન્ડસમ પુરુષોમાં પણ સ્થાન મળ્યું હતું. ઘણી હીટ ફિલ્મોમાં તેમણે તેના અભિનયનો જાદુ પાથર્યો છે. હિન્દી સિનેમામાં ધર્મેન્દ્રનું નામ ઘણા આદર ભાવ સાથે લેવામાં આવે છે.

ધર્મેન્દ્ર આજે 84 વર્ષની ઉંમરમાં પણ તેની ઉર્જાથી નવા સ્ટાર્સનું પણ ધ્યાન ખેંચે છે. ટૂંક સમયમાં ધર્મેન્દ્ર તેનો 85 મો જન્મ દિવસ મનાવવાના છે. 8 ડીસેમ્બર 1935 ના રોજ તેમનો જન્મ પંજાબના નસરાલીમાં થયો હતો.

આશરે 19 વર્ષની ઉંમરમાં તેમણે પ્રકાશ કૌર સાથે લગ્ન કરી લીધા હતા, તે જયારે બોલીવુડમાં આવ્યા ત્યાર પછી તેમણે બીજા લગ્ન બોલીવુડની ડ્રીમ ગર્લ હેમા માલિની સાથે કર્યા હતા. પ્રકાશ કૌર અને ધર્મેન્દ્રને ચાર બાળકો છે, જેમાં બે દીકરા અને બે દીકરીઓ છે. અને હેમા માલિની અને ધર્મેન્દ્રની બે દીકરીઓ છે.

બે પત્નીઓ અને 6 બાળકો હોવા છતાં પણ ધર્મેન્દ્ર આજે એકલું જીવન પસાર કરે છે. તે લોનાવાલા આવેલા તેના ફાર્મ હાઉસમાં શાંતિ ભરેલી પળ પસાર કરવાનું પસંદ કરે છે. તે હંમેશા અહિયાં ખેતી કરતા જોવા મળે છે અને તે સોશિયલ મીડિયા ઉપર પણ તેના ફોટા અને વિડીયો શેર કરે છે. તેની પાસે ઘણી ગાયો અને ઘણી ભેંસો પણ છે.

પોતાના ખેતી પ્રેમને દેશ-દુનિયાની સામે ઘણી વાર રજુ કરી ચૂકેલા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ એકવાર એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘હું પંજાબી છું અને પંજાબી જમીનને પ્રેમ કરે છે. ખેતી સાથે મને ખુબ પ્રેમ છે. મારો સમય લોનાવાલા અને ફાર્મહાઉસ ઉપર જ પસાર થાય છે. હું ખેતી કરીને ખુશ છું. અમારો હેતુ ઓર્ગેનિક ખેતી કરવાનો જ રહે છે.’

ધર્મેન્દ્રની હીટ ફિલ્મો : બોલીવુડના મહાન અભિનેતા ધર્મેન્દ્રએ હિન્દી સિનેમામાં ઘણી યાદગાર અને સફળ ફિલ્મો આપી છે. તેમાંથી સૌથી સફળ અને ચર્ચિત ફિલ્મો રહી છે શોલે, આ ફિલ્મમાં સંજીવ કુમાર, અમિતાભ બચ્ચન, હેમા માલિની, જયા બચ્ચન અને અમજદ ખાન જેવા મોટા કલાકારોએ પણ કામ કર્યું હતું. તેમના ખાતામાં ‘સોને પે સુહાગા’, ‘ગુલામી’, ‘મેરા ગાંવ મેરા દેશ’, ‘ચુપકે ચુપકે’, ‘રામ બલરામ’ જેવી હીટ ફિલ્મો પણ સામેલ છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.