બેંક લોન લઈને પણ કરી શકો છો ધંધો, સબસીડીનો પણ મળશે લાભ
જો તમારી પાસે તમારી જમીન છે અને તમે ઓછા રોકાણમાં ધંધો કરવા માગો છો, તો આ સમાચાર તમારા માટે જ છે. આજે અમે તમને એક એવા ધંધા વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જેને તમે લગભગ ૧૦૦ ગજ ખાલી જમીનથી શરુ કરી શકો છો. આ ધંધાને શરુ કરવા માટે તમારે ઓછામાં ઓછું બે લાખ રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. આ રોકાણ દ્વારા પણ તમે દરમહિને ૧ લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. બીલ્ડવેલ ઇન્ડસ્ટ્રીઝ નોએડાના પ્રોપરાઈટર શરદ શર્માએ મની ભાસ્કરને આ ધંધાની સંપૂર્ણ જાણકારી આપી. આવો જાણીએ આ ધંધો શરુ કરવા વિષે.
ઓછા રોકાણમાં ઉત્તમ આવક આપે છે ફ્લાઈ એશ ઈંટનો ધંધો :-
બીલ્ડવેલ ઇન્ડસ્ટ્રીઝના પ્રોપરાઈટર શરદ શર્માનું કહેવું છે કે આજે વધતા શહેરીકરણને કારણે ઇંટોની ઉપલબ્ધતા ઘણી ઓછી થતી જાય છે. આ સમસ્યા ઉકેલવા માટે મોટાભાગે બિલ્ડર ફ્લાઈ એશ ઈંટોનો ઉપયોગ કરી રહ્યા છે. આ ફ્લાઈ એશ ઇંટો બનાવવા વીજળી સંયંત્રોમાંથી નીકળતી રાખ, સિમેન્ટ અને કચરાના મિશ્રણમાંથી તૈયાર કરવામાં આવે છે. શરદના જણાવ્યા મુજબ કોઈપણ વ્યક્તિ ૨ થી ૨.૫ લાખ રૂપિયાના રોકાણથી ફ્લાઈ એશ ઈંટ ઉત્પાદનનો ધંધો કરી શકે છે. આ રોકાણથી તમે મેન્યુઅલી મશીન લગાવી શકો છો. આ મશીનને ૩૦X૩૦ ફૂટ એટલે લગભગ ૧૦૦ ગજ જમીનમાં લગાવી શકાય છે. આ મશીન દ્વારા ઈંટ ઉત્પાદન માટે તમારે ૫ થી ૬ લોકોની જરૂર રહેશે. આ મશીન રોજની લગભગ ૩૦૦૦ ઇંટોનું ઉત્પાદન કરે છે. એટલે તમે મહીનામાં લગભગ ૯૦ હજાર ઇંટોનું ઉત્પાદન કરી શકો છો. આ રોકાણમાં કાચા માલનો ખર્ચ આવતો નથી અથવા ખુબ નજીવો આવે છે.
આવી રીતે થશે કમાણી (મેન્યુઅલ મશીનથી સંભવિત ઉત્પાદન)
એક દિવસમાં ૩,૦૦૦ ઇંટોનું ઉત્પાદન
એક મહિનામાં ૯૦ હજાર ઇંટોનું ઉત્પાદન
૧ હજાર ઇંટોની કિંમત લગભગ ૫,૦૦૦ રૂપિયા
૯૦ હજાર ઇંટોનો ખર્ચ (તમામ ખર્ચ સાથે) ૩,૧૫,૦૦૦
ખર્ચા કાઢીને કુલ બચત ૧,૩૫,૦૦૦ રૂપિયા
નોંધ : મજૂરોની મજુરી અને કાચા માલની કિંમતના આધારે વધ-ઘટ થઇ શકે છે.
ઓટોમેટીક મશીનથી કરી શકાય છે વધુ કમાણી
શરદ શર્માનું કહેવું છે કે માગ વધવાથી તમે ઓટોમેટીક મશીનથી પણ ફ્લાઈ એશ ઇંટો બનાવી શકો છો. આ મશીનની કિંમત ૧૦ થી ૧૨ લાખ રૂપિયા હોય છે. તેમાં કાચા માલનું મિશ્રણ બનાવવાથી લઈને ઈંટ બનાવવા સુધીની તમામ મશીનો રહેલા છે. ઓટોમેટીક મશીનથી ૧ કલાકમાં ૧૦૦૦ ઇંટો બનાવી શકાય છે. એટલે તે મશીનથી તમે મહીને ૩ થી ૪ લાખ ઇંટો બનાવી શકો છો. શર્માના જણાવ્યા મુજબ જેટલું વધુ વેચાણ હશે, એટલી જ તમારી કમાણી વધી શકે છે. શરદનું કહેવું છે કે આ ધંધો ૨૦ થી ૨૫ દિવસમાં શરુ થઇ જાય છે.
બેન્કમાંથી લોન લઈને શરુ કરી શકો છો ધંધો :-
તમે આ ધંધાને બેંકમાંથી લોન લઈને પણ શરુ કરી શકો છો. પ્રધાનમંત્રી સ્વરોજગાર યોજના, મુખ્યમંત્રી સ્વરોજગાર યોજના હેઠળ પણ અ ધંધા માટે લોન લઇ શકાય છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકારો તરફથી મળી રહેલી સબસીડીનો લાભ પણ તમને મળશે. તે ઉપરાંત તમે મુદ્રા યોજના હેઠળ લોન લઈને પણ ધંધો શરુ કરી શકો છો. મુદ્રા યોજના હેઠળ બેંક કોઈ ગેરંટી વગર ઓછા વ્યાજ દરો ઉપર જુદી જુદી શ્રેણીઓમાં ૫૦ લાખ રૂપિયા સુધીની લોન આપે છે. શરદનું કહેવું છે કે તે લોન માટે જરૂરી કાગળો પણ પુરા પાડે છે.
ડુંગરાળ વિસ્તાર માટે ફાયદાકારક છે ધંધો :-
શરદ શર્મા જણાવે છે કે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં માટીની ખામીને કારણે ઇંટોનું ઉત્પાદન થતું નથી. તે કારણે આ વિસ્તારોમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ જેવા મેદાન વાળા રાજ્યોમાં ઇંટોનું ઉત્પાદન સારું રહેશે. પરિવહન ખર્ચ વધવાને કારણે આ ઇંટોની કિંમત વધી જાય છે. તેવામાં તમે ડુંગરાળ વિસ્તારોમાં આ મશીનની મદદથી બદરપુર અને સિમેન્ટમાંથી ઈંટ બનાવવાનો ધંધો શરુ કરી શકો છો. ડુંગરાળ વિસ્તારમાં બદરપુરની સારી સુવિધાને કારણે તેનો ખર્ચ પણ ઘટી શકે છે. તેનાથી તમારી બચત પણ વધુ થાય છે.
આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.