માત્ર 1 રૂપિયામાં 2 લાખ રૂપિયાની પોલીસી, સરકાર ચલાવે છે આ યોજના, ઘરે બેઠા કરો અરજી.

0
130

આ સરકારી યોજનામાં મહિને માત્ર 1 રૂપિયો ચૂકવવા પર મળે છે 2 લાખનો વીમો, જાણો તેના વિષે.

સત્તા સંભાળતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2015 માં દરેકને વીમાના લાભ પહોંચાડવા માટે પ્રધાનમંત્રી આરોગ્ય સુરક્ષા વીમા યોજના (PMSBY) ની શરુઆત કરી હતી. આ યોજના હેઠળ સરકાર ઘણા સસ્તા પ્રીમીયમ સાથે જીવન વીમો આપે છે.

સરકારનો હેતુ છે કે PMSBY દ્વારા ઓછી આવક વર્ગ વાળા લોકોને વીમા યોજનાના લાભ આપવામાં આવે. આ યોજનાનું વાર્ષિક પ્રીમીયમ માત્ર 12 રૂપિયા થાય છે, એટલે મહિનાના હિસાબે જોવામાં આવે તો માત્ર 1 રૂપિયો મહીને પ્રીમીયમ થાય છે. સરકારના જણાવ્યા મુજબ આ યોજનાનો હેતુ લોકોને મુશ્કેલ સમયમાં મદદ કરવાનો છે.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) વિષે :

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) માં વીમાધારકનો અકસ્માતમાં જીવ જાય કે સંપૂર્ણ રીતે વિકલાંગ થાય તો 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો મળે છે. સ્થાઈ રૂપે આંશિક વિકલાંગ થવા ઉપર એક લાખ રૂપિયાનું કવર મળે છે. માત્ર 12 રૂપિયામાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) નો લાભ લેવો સંકટના સમયે કુટુંબને એક આર્થિક સુરક્ષા પૂરી પાડે છે.

કેવી રીતે કરવી પ્રીમીયમની ચુકવણી?

આ યોજનાનો લાભ 18 થી 70 વર્ષ સુધીની ઉંમરના લોકો લઇ શકે છે. યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે બેંક ખાતું હોવું જરૂરી છે. એક થી વધુ બેંક ખાતા હોવા પર માત્ર એક જ બેંકમાંથી આ યોજના લઇ શકાય છે. દર વર્ષે પહેલી જુનના રોજ કે તે પહેલા ઓટો ડેબીટ સુવિધાના માધ્યમથી તમારા બેંક ખાતા માંથી પ્રીમિયમ કપાઈ જશે.

PMSBY માં ક્લેમની રીત :

અકસ્માતમાં વીમા ધારકનો જીવ જવા પર કુટુંબને 2 લાખ રૂપિયાની મદદ મળે છે. અને અકસ્માતમાં સંપૂર્ણ રીતે વિકલાંગ થવા ઉપર વીમા ધારકને 2 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવે છે. જયારે અકસ્માતને કારણે આંશિક વિકલાંગતા ઉપર 1 લાખ રૂપિયાની મદદ મળે છે.

પૂર્ણ વિકલાંગતા એટલે બંને આંખો કે બંને હાથ કે પછી બંને પગ ગુમાવી દેવા, એક આંખ અને એક હાથ કે એક પગની સ્થિતિમાં 2 લાખ રૂપિયા આર્થિક મદદની જોગવાઈ છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) હેઠળ એનરોલમેંટ પીરીયડ 1 જુનથી 31 મે સુધીનો હોય છે.

આ બાબતોનું રાખો ધ્યાન :

ખાતામાં પ્રીમીયમ રીન્યુ માટે પુરતું બેલેન્સ ન હોય તો પોલીસી રદ્દ થઇ જશે. તેથી તમામ ખાતા ધારક 31 મે પહેલા એ સુનિશ્ચિત કરી લે કે તેમની વીમા પીલીસી રીન્યુ થઇ ગઈ છે. બેંક ખાતા માંથી વીમા પ્રીમીયમના પૈસા સીધા ડેબીટ થઇ જાય છે. એટલા માટે તમારા બેંક ખાતામાં ઓછામાં ઓછા 12 રૂપિયાની રકમ જરૂર રાખો.

PMSBY સાથે જોડાયેલી સંપૂર્ણ જાણકારી અહિયાં મળશે :

તમે PMSBY ક્લેમ ફોર્મ (http://www.jansuraksha.gov. in/Files/PMSBY/Hindi/ClaimForm.pdf) આ લિંક પર જઈને ડાઉનલોડ કરી શકો છો. હિન્દી ઉપરાંત બીજી ભાષામાં ફોર્મ માટે આ લીંક (http://www.jansuraksha.gov. in/Forms-PMSBY.aspx) ઉપર જઈ શકો છો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર (1800-180-1111/1800-110-001) ઉપર પણ સંપર્ક કરી શકો છો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.